આરોગ્ય સેતુ એપ આરટીઆઇનો બેદરકારીભર્યો જવાબ આપનારા અધિકારો પર કાર્યવાહીના આદેશ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ન્યુ દિલ્હી,
કોરોના કાળથી વિવાદમાં આવેલી આરોગ્ય સેતૂ એપને મુદ્દે કરાયેલી આરટીઆઇનો બેદરકારીભર્યો જવાબ આપવાના આરોપમાં સંબંધિત અધિકારીઓ સામે કેન્દ્રએ કાર્યવાહીના આદેશ આપ્યા છે. તાજેતરમાં આરોગ્ય સેતૂ એપના ડેવલપર્સની માહિતીને લઇને સરકાર પણ ટીકાનો ભોગ બની રહી છે.
કેન્દ્રિય સૂચના આયોગે આરોગ્ય સેતૂ એપ ડેવલપ કરનારની સાચી માહિતી ન આપવાના આ કેસમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્રને ફટકાર લગાવતા કારણ જણાવો નોટિસ આપી હતી. જે પછી કન્દ્ર સરકારે આરોગ્ય સેતૂ એપ સાથે જાેડાયેલી માહિતી આપવામાં બેદરકારીભર્યા વલણ સામે કાર્યવાહી શરુ કરી હતી.
આ પહેલા બુધવારે આઇટી મંત્રાલયે એક નિવદનમાં કહ્ય્š હતું કે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટરને ઉદ્યોગ જગત અને એકેડમિક ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓના સહયોગથી આરોગ્ય સેતૂ તૈયાર કરી હતી, જે એકદમ ઓપન પ્રોસેસ હતી. કોવિડ-૧૯ સામે એપની ક્ષમતા અને ભૂમિકાને કઇને શક ન કરવો જાેઇએ.
આ સંદર્ભે સરકારી સૂત્રોની માહિતી મુજબ આઇટી મંત્રાલયે એનઆઇસી અને નેશનલ ઇ ગર્વનેસ ડિવીઝનને સંગઠનમાં આરટીઆઇનો જવાબ આપનારા અધિકારીઓ પર કાર્યવાહીના આદેશ આપ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.