Snack Video ઉપર તવાઈ બોલાવવાની તૈયારીમાં સરકાર, જલ્દી લાગી શકે છે પ્રતિબંધ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારત સરકાર આ વર્ષે આશરે 200થી વધારે ચાઈનીઝ એપ્લીકેશન ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ટિકટોક, પબજી અને યુસી બ્રાઉઝર જેવી લોકપ્રિય એપ્લીકેશનનો પણ સમાવેશ થાય છે. પ્રતિબંદ બાદ ચાઈનીઝ એપ્સ કેટલાક લાઈટ વર્ઝનમાં ભારતમાં કામ કરી રહી છે. તે સિવાય કેટલીક એપ્લીકેશન એવી છે કે જેનું નામ બદલીને ભારતમાં લોન્ચ કરવામાં આવી હોય અને ધ્યાન રાખવાની વાત તો એ છે કે આવી એપ્સ ઘણી વાયરલ થઈ રહી છે.

આ એપ્સમાં એક નામ Snack Videoનું છે. જેને પ્રતિબંધિત થયેલી Kwai એપનો નવો અવતાર માનવામાં આવે છે. ગુગલ પ્લે સ્ટોર ઉપર સ્નેક વીડિયો ટોપ ટ્રેડિંગમાં દેખાઈ રહ્યું છે અને ભારતમાં તેને 10 કરોડથી વધારે લોકો ઉપયોગ કરી રહ્યાં છે. સ્નેક વીડિયો એપની લોકપ્રિયતાનો અંદાજો તમે આ વાત ઉપરથી લગાવી શકો છો કે, તેમાં કોન્ટેક્ટમાં હાજર તમામ લોકોના વ્હોટ્સઅપ સ્ટેટસમાં સ્નેક વીડિયોમાં જોઈ શકાશે. સ્નેક વીડિયો પણ એક શોર્ટ વીડિયો એપ છે. જેમાં એડીટીંગ, લીપ સિંકિગ અને સ્પેશયલ ઈફેક્ટ જેવા ઘણા ફીચર્સ દેવામાં આવ્યાં છે.

ત્યારે હવે સ્નેક વીડિયો એપ ઉપર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે. સી-ડીઈપીના અધ્યક્ષ જયજીત ભટ્ટાચાર્યએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ એપ પ્રતિબંધિત અનુપ્રયોગોના સામાન જોખમ ઉભુ કરી શકે છે અને વર્તમાનમાં પ્રતિબંધિત એપને નવું નામ આપીને રજૂ કરવામાં આવી છે. તેવામાં તે ભારત સરકારના આદેશોનું ઉલ્લંઘન છે.

સેન્ટર ઓફ ડિજીટલ ઈકોનોમી પોલીસી રિસર્ચએ આ અંગે ગૃહમંત્રી અમિત શાહ અને ઈલેકટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયના અતિરિક્ત સચિવ રાજેન્દ્ર કુમારને એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખવામાં આવ્યું હતું કે, સ્નેક વીડિયો એપની સાથે પણ સિક્યોરીટી અને પ્રાઈવેસીનું જોખમ છે. જે પ્રતિબંધિત એપની સાથે છે. તેવામાં સ્નેક વીડિયો એપ ઉપર પણ પ્રતિબંધ લાગી શકે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, સ્નેક વીડિયો એક ચાઈનીઝ એપ છે જેને Kuaishou ટેકનોલોજીએ આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરી હતી. Kwai એપનું સંચાલન પણ આ કંપની કરી રહી છે. જણાવી દઈએ કે Kuaishou ચીનની મોટી કંપની છે. જેની ઘણી એપ્લીકેશન દૂનિયાના ઘણા દેશોમાં છે. તેમાં ટૈનસેંટના પણ પૈસા લાગ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.