ગોદાવરી ઇલેક્ટ્રિક મોટર્સે ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર કાર્ગો સેગમેન્ટમાં પ્રવેશ કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પોતાની EV પ્રોડક્ટ શ્રેણીને વિસ્તારવાનું સતત રાખે છે અને Eblu Reino E-Loader લોન્ચ કર્યુ છે, જે તમામ પ્રકારની બિઝનેસ જરૂરિયાતોનો સાથી છે

તેની કિંમત આકર્ષક રીતે રૂ. 3,34,999/- છે (એક્સ-શોરૂમ)

તેનું ઉત્પાદન કંપનીની રાયપુર ખાતેની સવલતમાં કરવામાં આવશે

રાયપુર,  2023: Eblu શ્રેણીના 2 અને 3 વ્હીલર્સની ઉત્પાદક ગોદાવરી ઇલેક્ટ્રિક મોટર્સએ આજે પોતાના ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર ઇ-લોડર, Eblu Reinoને લોચ કરવાની ઘોષણા કરી હતી. કંપની તરફથી ભારતમાં EV થ્રી-વ્હીલર કાર્ગો સેગમેન્ટમાં આ સૌપ્રથમ પ્રોડક્ટ છે. Eblu Reino માટેનું આગોતરુ બુકીંગ ગણેશ ચતુર્થી, 19 સપ્ટેમ્બર 2023ના રોજથી શરૂ થશે અને ડિલીવરી 20 સપ્ટેમ્બર 2023થી શરૂ થશે.

ઇ-લોડરની કિંમત ગ્રાહકો માટે રૂ. 3,34,999/- (એક્સ-શોરૂમ) રહેશે. કંપની હાલમાં દેશમાં Eblu Rozee (EV થ્રી-વ્હીલર – L5M), Eblu Spin, Eblu Thrill (ઇ-બાયસિકલ), અને Eblu Feo ઇલેક્ટ્રિક ફેમિલી સ્કુટરનું વેચાણ કરે છે.

આ લોન્ચ પર ટિપ્પણી કરતા ગોદાવરી ઇલેક્ટ્રિક મોટર્સના સીઇઓ શ્રી હૈદર ખાનએ જણાવ્યું હતુ કે “અમે Eblu પોર્ટફોલિયોમાં વિસ્તાર કરતા હોવાથી અને ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર કાર્ગોય સેગમેન્ટમાં પ્રવેશતા હોવાથી અમારી રાયપુર ખાતેની સવલતમાં ડિઝાઇન કરેલ, ગોદાવરી ઇલેક્ટ્રિક મોટર્સ માટે એક અગત્યના સીમાચિહ્નને અંકિત કરે છે. ભારતની આર્થિક વૃદ્ધિને વિકાસ પામતા વ્યાપારી ગતિવિધિનો ટેકો છે અને આ પ્રગતિને ટેકો આપવા માટે બિઝનેસીસ માટે એવા ટકાઉ પગલાઓ અપનાવવાનું અગત્યનુ છે જેમાં કરકસરપૂર્ણ આચરણો સમાયેલા હોય. Eblu Reinoની રજૂઆત સાથે અમે બિઝનેસીસને પર્યાવરણ પરત્વે સભાન અભિગમમાં અપગ્રેડ થવાની તક પૂરી પાડીએ છીએ અને તેમને દરેક માટે સુરક્ષિત અને આરોગ્યપ્રદ ભવિષ્ય હોય તેનું નિર્માણ કરવામાં આવકારીએ છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે “અમે મોબિલીટી માટે શ્રેષ્ઠતમ ઉકેલો પૂરા પાડવાની અમારી યાત્રાને સતત રાખીએ છીએ અને આ લોચ સાથે અન્ય સેગમેન્ટમાં પ્રવેશીને હરણફાળ ભરી રહ્યા છીએ. અમારા દેશભરમાં વિસ્તરિત રિટેલ નેટવર્ક મારફતે અમે ભારતના વિકસતા EV માર્કેટમાં વિવિધ સેગમેન્ટને સેવા પૂરી પાડવાના પ્રયત્નો કરીએ છીએ ભવિષ્યમાં વધુ નવીન, પરફોર્મન્સથી સજ્જ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કરવાની આશા સેવીએ છીએ.”

Eblu Reinoના મહત્ત્વના અંશોઃ

પ્રદર્શનઃ

  • ઉચ્ચ પ્રદર્શન માટે 49Nm પીક ટોર્ક જનરેટ કરતી 2 kWH લિ-આયન બેટરી દર્શાવે છે
  • ઝંઝટ-મુક્ત અને લાંબી મુસાફરી માટે એક જ ચાર્જ પર 110 કિમીની વ્યાપક શ્રેણી ઓફર કરે છે
  • 45 કિમી/કલાકની ટોચની ઝડપે અંતર કાપવા અને સમયસર ગંતવ્ય સુધી પહોંચવા માટે
  • બેટરી પરના તાણને ઘટાડવા અને ડ્રાઇવિંગ રેન્જને વિસ્તારવા માટે રિજનરેટિવ બ્રેકિંગની સુવિધા આપે છે
  • 500 કિગ્રા પેલોડ ક્ષમતા સાથે ભારે કાર્ગો માટે બનાવેલ છે

પરિમાણો:

  • Eblu Reinoની 3035 mm પર નોંધપાત્ર લંબાઈ એક ધ્યાનાકર્ષક હાજરી આપે છે
  • Eblu Reino 1775 mmની ઊંચાઈ ધરાવે
  • 2110 mm વ્હીલબેઝ તેને લાંબા અંતર માટે મજબૂત બનાવે છે
  • 235 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ બમ્પ્સ અને અનડ્યુલેશન્સનો સામનો કરવા માટે

ફીચર્સ, આરામ અને સલામતી:

  • કાર્ગો સલામતીની ખાતરી કરવા માટે આગળ અને પાછળના સસ્પેન્શન પર કોઇલ સ્પ્રિંગ સાથે હાઇડ્રોલિક શોક એબ્સોર્બર
  • ટ્રાફિકમાં સરળ પરિવહન માટે હાઇડ્રોલિક એક્ટ્યુએટેડ ડ્રમ બ્રેક્સ
  • (LxWxH) 1549 mm x 1350 mm x 319 mmના પરિમાણને સમાવિષ્ટ કાર્ગો બોક્સ સાથે વિશાળ ક્ષમતા ધરાવે છે

ચાર્જિંગ:

  • ચાર્જિંગ સમય: 6 કલાક 30 મિનિટ

વોરંટી અને ધિરાણ:

  • કંપની 3 વર્ષ અને 30,000 કિમી વોરંટી ઓફર કરશે
  • આઇડીબીઆઇ બેંક, ,સિડબી, બજાજ ફિનસર્વ, કોટક મહિન્દ્રા બેન્ક, પેટેઇલ, EZFINANZ, છત્તીસગઢ ગ્રામીણ બેંક, રેવફિન, અમુ લિઝીંગ પ્રા. લિમીટેડ અને પૈસાલોનો સમાવેશ કરતી અગ્રણી સંસ્થાઓ સાથે ધિરાણ જોડાણ સાથે ગ્રાહકની સુવિધા

કંપનીએ સમગ્ર દેશમાં 50 ડીલરશીપ સાથે નેટવર્ક વિસ્તરણમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં 100 ડીલરો રાખવાનું લક્ષ્ય રાખ્યું છે.

 

ગોદાવરી ઇલેક્ટ્રિક મોટર્સ વિશે:

જુલાઈ 2019માં ગોદાવરી ઈમોબિલિટી તરીકે શરૂ કરાયેલ, ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સ (ઉત્પાદક અથવા EV ઉત્પાદનોની ઈબ્લુ રેન્જ)નો ઉદ્દેશ્ય તેના અત્યાધુનિક ઈ-મોબિલિટી સોલ્યુશન્સ સાથે લાખો લોકોને સ્વ-રોજગાર પ્રદાન કરવાનો અને દેશમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનો છે. તે સિદ્ધાર્થ અગ્રવાલ અને મહેન્દ્ર અગ્રવાલની પ્રેરણાની ઉપજ છે અને તેની સ્થાપના EV ઉત્પાદનોની સંપૂર્ણ શ્રેણી ઓફર કરીને બિન-પ્રદૂષિત, ટકાઉ મુસાફરી પ્રદાન કરવાના વિઝન સાથે કરવામાં આવી હતી. ગોદાવરી ઈલેક્ટ્રિક મોટર્સને તે ભારતમાં EV ક્ષેત્રમાં લીઝિંગ મોડલ લૉન્ચ કરનાર પ્રથમ કંપનીઓમાંની એક છે જે તેને વિશિષ્ટ બનાવે છે. તમે https://www.geml.in/ પર સંપર્ક કરી શકો છો

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.