4 મહિનામાં બીજી વખત મુંબઈ, ઠાણેમાં જિયો સર્વિસ ડાઉન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રિલાયન્સ જિયોની સર્વિસ મુંબઈ સર્કલમાં ડાઉન થઈ છે. તેને કારણે મુંબઈ, ઠાણે અને નવી મુંબઈમાં જિયોની મોબાઈલ અને ઈન્ટરનેટ સર્વિસ ઠપ થઈ છે. જિયો યુઝર્સ સાથે સંપર્ક કરવો પણ મુશ્કેલ બન્યું છે. ઘણા યુઝર્સે નેટવર્ક ડાઉનની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે. ઈવન દેશભરમાં જિયોફાઈબરની સર્વિસમાં પણ સમસ્યાની વાત સામે આવી રહી છે.

બીજી તરફ નોન જિયો નંબરવાળા યુઝર્સને કોલ કનેક્ટ કરવામાં સમસ્યા થઈ રહી છે. વહેતા સમાચારો પ્રમાણે, જિયોએ કથિત રીતે મુંબઈમાં નેટવર્ક બંધ કર્યું છે. આ બ્રેકડાઉન શા માટે થયું તેનું કારણ હજુ સસ્પેન્સ જ છે. દેશમાં રિલાયન્સ જિયોના 44 કરોડ યુઝર્સ છે. તેમાં મહારાષ્ટ્રના 3.5 કરોડથી વધારે અને મુંબઈમાં 1.5 કરોડથી વધારે યુઝર્સ છે.

મુંબઈમાં નેટવર્ક ડાઉન સાથે દેશભરમાં ઘણા યુઝર્સની જિયોફાઈબર સર્વિસ પણ ખોરવાઈ છે. મધ્યપ્રદેશના જિયોફાઈબર યુઝર્સને કંપની આઉટેજનો મેસેજ મોકલી રહી છે. મેસેજ પ્રમાણે સાંજે 7 વાગ્યા સુધી સર્વિસ ફરી શરૂ થઈ જશે.

મુંબઈમાં રિલાયન્સ જિયોના ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેઓ કોલ રિસીવ કરી શકતા નથી. આ સાથે તેઓ ઈન્ટરનેટ પણ વાપરી શકતા નથી. યુઝર્સને ‘Not registered on network’નો મેસેજ મળી રહ્યો છે. કેટલાક યુઝર્સની ફરિયાદ છે કે તેઓ છેલ્લા 3 દિવસથી આ સમસ્યા ભોગવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.