જિયોએ 2545 રૂપિયાની ‘હેપ્પી ન્યૂ યર પ્લાન’ ઓફર લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જિયોના ગ્રાહકોનું નવું વર્ષ હેપ્પી બનાવવા માટે કંપનીએ નવી ‘હેપ્પી ન્યૂ યર’ ઓફર લોન્ચ કરી છે. શનિવાર રાતે ક્રિસમસના અવસરે કંપનીએ નવી ઓફરની જાહેરાત કરી છે. આ ઓફરમાં એક્સ્ટ્રા 29 દિવસની વેલિડિટી મળે છે. જોકે તેનો લાભ 2 જાન્યુઆરી સુધી રિચાર્જ કરાવવા પર જ મળશે. 1 જાન્યુઆરીએ તમે આ પ્લાન એક્ટિવ કરશો તો આખું વર્ષ તમારે રિચાર્જ કરાવવાની કોઈ મગજમારી નહિ રહે.

જિયોએ તેના 2545 રૂપિયાના જૂના પ્લાનને હેપ્પી ન્યૂ યર પ્લાનમાં ફેરવ્યો છે. આ પહેલાં પ્લાનમાં 336 દિવસની વેલિડીટ મળતી હતી જોકે ઓફરમાં તેમાં એક્સ્ટ્રા 29 દિવસની વેલિડિટી ઉમેરાઈ છે. અર્થાત 2545 રૂપિયા ખર્ચવા પર હવે 365 દિવસની વેલિડિટી મળશે.

આ પ્લાનમાં દરરોજ 1.5GBGનો ડેટા મળશે. કુલ 504GBનો ડેટા મળશે. ડેઈલી લિમિટ પૂરી થવા પર ઈન્ટરનેટની સ્પીડ ઘટી 64Kbpsની થઈ જશે. પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 100 SMSની સુવિધા પણ મળે છે. સાથે જિયો ટીવી, જિયો સિનેમા, જિયો સાવન સહિતની કંપનીની એપ્સનું સબસ્ક્રિપ્શન પણ મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.