જીઇ બાંગ્લાદેશમાં આગામી 718 મેગાવોટના ગેસ પાવર પ્લાન્ટ માટે ડિજિટલ સોલ્યુશનનો સ્યૂટ અને મેઇન્ટેનન્સ સર્વિસિસ ઉપલબ્ધ કરશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આજે ઘોષણા કરી છે કે, તે ભારતની રિલાયન્સ પાવર લિમિટેડ અને જાપાનના જેઇઆરએ કો. ઇન્ક.ના સંયુક્ત સાહસ રિલાયન્સ બાંગ્લાદેશ એલએનજી એન્ડ પાવર લિમિટેડ દ્વારા બાંગ્લાદેશ સ્થિત, નારાયણગંજ, મેઘનાઘાટ ખાતે આવેલા 718મેગાવાટ (મેગાવોટ)ના કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ માટે મેઇન્ટેનન્સ સર્વિસિસ અને ડિજિટલ સોલ્યુશન્સના સ્યુટ ઉપલબ્ધ કરાવશે. આ 22 વર્ષના એગ્રીમેન્ટમાં ગેસ અને સ્ટીમ ટર્બાઇન્સ અને એક્સિલિયરીઝ પરના એક્વિપમેન્ટના મેઇન્ટેનન્સ અને કોન્ટ્રાક્ટની શરતોમાં ક્લાઉડ એપીએમ (એસેટ પર્ફોર્મન્સ મેન્ટેનન્સ) હેલ્થ અને રિલાયેબિલ્ટી, ઓપીએમ (ઓપરેશન્સ પર્ફોર્મન્સ મેન્ટેનન્સ) પર્ફોર્મન્સ ઇન્ટેલિજન્સ, અને બેસ લાઈન સિક્યુરિટી સેન્ટર પર પ્લાન્ટ વાઇડ ડિજિટલ સોલ્યુશન્સના અમલીકરણનો સમાવેશ થાયછે.
રિલાયન્સ બાંગ્લાદેશ એલએનજી એન્ડ પાવર લિમિટેડના સીઇઓ રંજન લોહર એ જણાવ્યુ હતુ કે, “બાંગ્લાદેશ જેવા ઉભરતા દેશોને વિજળી ના વિશ્વસનીય અને પોસાય તેવા પુરવઠાની જરૂર છે જે માળખાગત વિકાસ અને આર્થિક વિકાસને વધુ વેગ આપી શકે. બાંગ્લાદેશમાં સ્થાનિક પદચિહ્નોની સાથે ઉચ્ચ ગુણવત્તાની ટેકનોલોજી, સેવાઓ અને અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે જી.ઇ.નો સાબિત ટ્રેક રેકોર્ડ, અમને વિશ્વાસ આપે છે કે 718 મેગા વોટનો મેઘનાઘાટ પાવર પ્લાન્ટ બાંગ્લાદેશના લોકોને અવિરત વિજળી પહોંચાડવા માટે એક નવો સિમાચિહ્ન સ્થાપિત કરશે.”
મેઘનાઘાટ પાવર પ્લાન્ટ બે જીઈ 9 F ગેસ ટર્બાઇન, એક જીઈ D 11 સ્ટીમ ટર્બાઇન અને ત્રણ H 53 જનરેટર્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે. તે બાંગ્લાદેશમાં 8,50,000 થીવધુ ઘરોમાં પૂરા પાડવા માટે આવશ્ક વીજળી પેદા કરવા માટે રિગેસિફ્લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી)નો ઉપયોગ કરશે. જીઈનો હેતુ કરારના સમયગાળામાં પ્લાન્ટના તમામ મુખ્ય મેઇન્ટેનન્સની આવશ્યકતાઓ વખતે પ્લાન્ટમાં સુધારણા ઉપલબ્ધતા અને પ્રદર્શન લાવવાનો છે. જીઈ ડિજિટલ દ્વારા પૂરા પાડવામાં આવતા ડિજિટલ સોલ્યુશન્સના સ્યુટ નોંધ પાત્ર લાભો આપશે જેમ કે :-
એસેટ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ સમગ્ર પ્લાન્ટ અને કાફલામાં ઇક્વિપમેન્ટની રિલાયેબિલિટી અને O&M કાર્યક્ષમતામાં વધારો કરવામાં મદદ કરે છે. બિલ્ટઇન જીઇ ઇન્ડસ્ટ્રીઝ એક્સપર્ટીસ, એડવાન્સ્ડ એનાલિટીક્સ અને વર્ક પ્રોસેસ ઓટોમેશનની વિશેષતા, એપીએમ એ પાવર જનરેશન ઓપરેશનની કરોડરજ્જુ છે, જે પ્લાન્ટ ઓપરેટરને બિનઆયોજીત ડાઉનટાઇમથી બચવા માટે શરૂઆત પહેલાની ઓપરેશનલ સમસ્યાઓને શોધી કાઢવામાં સક્ષમ બનાવે છે.
ઓપરેશન્સ પર્ફોર્મન્સ મેનેજમેન્ટ નફાકારક કામગીરી અને પ્લાનિંગના નિર્ણયો લેવા માટે વિશ્લેષણાત્મક સંચાલિત આંતર દૃષ્ટિ પ્રદાન કરે છે. મહત્તમ કાર્યક્ષમતાથી લઇને ડેટા ડ્રાઇવિન ડિસ્પેચ નિર્ણયો સુધી, ઓપીએમ આર્થિક પ્રદર્શનને સુધારવામાં મદદ કરે છે.
લેસલાઇન સિક્યોરિટી બાહ્ય અને આંતરિક ઓટી (ઓપરેશન ટેકનોલોજી) સાયબર સિક્યોરિટી ગેપ અને જોખમો પર ધ્યાન આપે છે. સુસંગત સાયબર સિક્યુરિટી સ્ટેક ગવર્નન્સ, એન્ડ પોઇન્ટ પ્રોટેક્શન, એપ્લિકેશન અને નેટવર્ક સિક્યુરિટી, ડેટા પ્રોટેક્શન, પ્રિવિલેજ એક્સેસ મેનેજમેન્ટ, ઓટી મોનિટરિંગ, ઇવેન્ટ હેન્ડલિંગ એન્ડ રિસ્પોન્સ, ડેટા પ્રાઇવસી અને આઇડેન્ટી મેનેજમેન્ટને આવરી લેતા સોલિડ કોમ્પિહેન્સિવ સોલ્યુશન પ્રદાન કરશે.
“આજે, પોતાનીઆર્થિકવૃદ્ધિ, પ્રગતિશીલ નીતિગત માળખું અને માળખાંગત વિકાસની ક્ષમતાઓના આધાર પર, બાંગ્લાદેશ પાવર સેક્ટરમાં વૈશ્વિક ખેલાડીઓ માટે મૂડીરોકાણ કરવા માટેનું કેન્દ્ર બિંદુ છે.” એવુ જીઇ ગેસ પાવર સાઉથ એશિયાના સીઇઓ દીપેશ નંદાએ જણાવ્યું હતું. “આગામી 718 મેગાવોટનો મેઘનાઘાટ પાવર પ્લાન્ટ આ હકીકતનો સાક્ષી છે. જીઇ, બાંગ્લાદેશમાં પાવર સેક્ટરના વિકાસ ને ટેકો આપવા માટે એડવાન્સ્ડ ટેકનોલોજી આપવાનું ચાલુ રાખશે, વીજળીને વધુ કાર્યક્ષમ, કોસ્ટ – ઇફેક્ટિવ અને સુલભ બનાવવાની દિશામાં યોગદાન આપશે. ”
જેવું કે અગાઉ ઘોષણા કરાઇ હતી કે, જીઇ, બેજીઇ 9F ગેસટર્બાઇન્સ, સ્ટીમ ટર્બાઇન રિફર્બિશમેન્ટના એજીપી અપગ્રેડ્સ પર ઉપલબ્ધ કરાવશે સાથે સાથે કંટ્રોલ અપગ્રેડેસ અને સંકળાયેલ પાર્ટ્સની સપ્લાય પણ કરશે. એકવાર અમલમાં આવ્યા પછી, એ જીપી ટેકનોલોજીપાવર આઉટપુટમાં 6.7 ટકા સુધી વધારો, હિટ રેટના દરમાં 3.3 ટકાની સુધારણા, અને કાર્યક્ષમતામાં 2 ટકા સુધી વૃદ્ધિ કરવામાં મદદ કરશે, જ્યારે ગેસ ટર્બાઇન ઓપરેશનલ ફેક્સિબિલિટીમાં સુધારો કરશે અને તેની 32,000 કલાક સુધી મેઇન્ટેનન્સ ઇન્ટરવલ વધારશે.
આજે, GE ના ગેસ ટર્બાઇનોનો સ્થિપિત બેઝ્ડ બાંગ્લાદેશમાં લગભગ 3 GW વીજળી ઉત્પન્ન કરે છે. કંપની પાસે દેશમાં ઓપરેશનલ અને આગામી પાવર પ્લાન્ટમાં સ્થાપિત એચ-ક્લાસ, ઇ- ક્લાસ, એફ ક્લાસ, ફ્રેમ 6, અને એરોડેરિવેટિવ્ઝ સહિતની ગેસ ટર્બાઇન ટેકનોલોજીસનો એક મજબૂત પોર્ટફોલિયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.