ફેબ્રુઆરી મહિનામાં સેમસંગની ફ્લેગશિપ સિરીઝથી લઈને રિયલમી 9 પ્રો સહિતના સ્માર્ટફોન લોન્ચ થશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જો તમે એક નવા સ્માર્ટફોનની શોધમાં હો તો તમારા માટે ફેબ્રુઆરીમાં અનેકો ઓપ્શન હશે. ફેબ્રુઆરીમાં સેમસંગ તેની ફ્લેગશિપ સિરીઝ ગેલેક્સી S22 લોન્ચ કરશે. તો ઓપ્પો રેનો 7 સિરીઝ લોન્ચ થશે. આ સાથે વનપ્લસ અને રિયલમીના પણ સ્માર્ટફોન લોન્ચ થવાના છે. આ સ્માર્ટફોનનાં લિસ્ટમાં તમને પરવડે તેવા મિડ રેન્જ સ્માર્ટફોન પણ છે. જો તમને પ્રીમિયમ સ્માર્ટફોન ગમે છે તો તમે સેમસંગની ફ્લેગશિપ સિરીઝના સ્માર્ટફોન ખરીદી શકો છો.

કંપની 11 ફેબ્રુઆરીએ આ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનમાં 64MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે. ફોનની 6.4 ઈંચની ડિસ્પ્લેમાં 90Hzનો રિફ્રેશ રેટ મળી શકે છે. ફોન ડાયમેન્સિટી 900 પ્રોસેસરથી સજ્જ હશે. આ ફોન ઓપ્પો રેનો 7 SE 5Gનું રિબ્રાન્ડેડ વર્ઝન હોઈ શકે છે.

ગેલેક્સી S22માં 6.1 ઈંચની ડિસ્પ્લે મળશે જ્યારે પ્લસ વેરિઅન્ટમાં 6.6 ઈંચની અને અલ્ટ્રા વેરિઅન્ટમાં 6.8 ઈંચની ડિસ્પ્લે મળશે. ગેલેક્સી S22 અને ગેલેક્સી S22 પ્લસમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 50MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 10MPનો ટેલિફોટો લેન્સ અને 12MPનો અન્ય એક લેન્સ મળશે. ગેલેક્સી S22 અલ્ટ્રા વેરિઅન્ટમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. આ વેરિઅન્ટમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ હશે. ગેલેક્સી S22 અને પ્લસ વેરિઅન્ટમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 10MPનો ફ્રન્ટ કેમેરા મળશે, જ્યારે અલ્ટ્રા વેરિઅન્ટમાં 40MPનો ફ્રન્ટ કેમેરા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.