સેમસંગ દ્વારા પ્રથમ વાર તેનાં ડિજિટલ એપ્લાયન્સીસ પર 20 વર્ષની વોરન્ટી ઓફર કરે છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ડિસેમ્બર, 2022– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા તેનાં વોશિંગ મશીન્સમાં ઉપયોગ કરાતી ડિજિટલ ઈન્વર્ટર મોટર અને તેનાં રેફ્રિજરેટોમાંઉપયોગ કરાતા ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશરમાં પહેલી વાર 20 વર્ષની વોરન્ટી ઓફર કરીને નવી પહેલ કરી છે.

“અમારા ગ્રાહકોને સક્ષમ સમાધાન પ્રદાન કરવાના અમારા ધ્યેય સાથે અમે અમારાં વોશિંગ મશીન્સ અને રેફ્રિજરેટર્સમાં ઉપયોગ કરાતી ડિજિટલ ઈન્વર્ટર મોટર અને કોમ્પ્રેશર પર 20 વર્ષની વોરન્ટી રજૂ કરી છે. હોમ એપ્લાયન્સીસની વારંવાર ફેરબદલી સમય અને ઊર્જા ખર્ચાવા સાથે પ્રત્યક્ષ કચરો પણ પેદા કરે છે. આથી આ પહેલનું લક્ષ્ય ઈ-કચરો ઓછો કરીને અમારા ગ્રાહકોને મનની શાંતિ સાથે ટકાઉપણું પણ ઓફર કરે છે,” એમ સેમસંગ ઈન્ડિયાના કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બિઝનેસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ મોહનદીપ સિંહે જણાવ્યું હતું.
સેમસંગની આ પહેલ પ્રોડક્ટોની વિશ્વસનીયતા અને ટકાઉપણું વધારીને ગ્રાહકોને મનની શાંતિ આપે છે અને ઈ-વેસ્ટ ઓછો કરવાની અને સક્ષમતાને પ્રોત્સાહિત કરવાની તેની કટિબદ્ધતાઓને વધુ મજબૂત બનાવે છે અને ઉચ્ચ ગુણવત્તાનાં અને ટકાઉ ઉપકરણો ઓફર કરવા સાથે તેમને માટે સક્ષમ જીવનશૈલીને પ્રોત્સાહિત પણ કરે છે.

સેમસંગનાં એડવાન્સ્ડ ડિજિટલ ઈન્વર્ટર કોમ્પ્રેશર અને ડિજિટલ ઈન્વર્ટર મોટર ગુણવત્તા અને સક્ષમતામાં કંપનીનું રોકાણ દર્શાવે છે, જે આખરે ગ્રાહકોનો વિશ્વાસ વધારે છે.

ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજીના આધાર સાથે બહેતર ટકાઉપણું

ડિજિટલ ઈન્વર્ટર ટેકનોલોજી (ડીઆઈટી) ઘણાં બધાં પરિબળો પર પ્રભાવ ધરાવે છે, જેમાં મોટાં એપ્લાયન્સી, જેમ કે, રેફ્રિજરેટરો અને વોશિંગ મશીનોની ઊર્જા કાર્યક્ષમતા, કામગીરી અને ટકાઉપણાનો સમાવેશ થાય છે. આમ, 20 વર્ષની વોરન્ટી સાથે આ મુખ્ય ઘટકની અખંડતાનું રક્ષણ કરીને એપ્લાયન્સીસનો ઉપયોગ વધારે છે, વિશ્વસનીયતા થકી ઉપભોક્તાઓને મનની શાંતિ આપે છે અને પર્યાવરણીય કચરો ઓછો કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.