ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ ઉપર ટેક્નો કેમોન ૧૬નું વેચાણ શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી દિલ્હી

તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે ત્યારે ઉજવણીને વધુ મોટી અને યાદગાર બનાવવા ટેક્નોના લાંબા સમયથી રાહ જોવાતા નવીન પ્રીમિયમ ડિવાઇસ કેમોન ૧૬ ફ્લિપકાર્ટ ઉપર તેના લોકપ્રિય બિગ બિલિયન ડેઝ સેલ (https://rb.gy/d5to8x)ના ભાગરૂપે વેચાણ માટે ઉપલબ્ધ છે. આ ડિવાઇસ સેગમેન્ટમાં પ્રથમવાર ૬૪ એમપી ક્વાડ કેમેરા સેટ-અપ અને વિશિષ્ટ આઇ ઓટો ફોકસ ફીચર્સથી સજ્જ છે અને તે રૂ. ૧૦,૯૯૯ની કિંમતે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૦થી વેચાણ માટે ઉપલબ્ધ બન્યો છે.ગ્રાહકો આ વર્ષે ટેક્નો દ્વારા લોન્ચ કરાયેલા લોકપ્રિય સ્પાર્ક અને કેમોન સીરિઝના બેસ્ટ સ્માર્ટફોનને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર્સ સાથે ખરીદી શકશે. વધુમાં ટેક્નો રૂ. ૧૦,૪૯૯ની આકર્ષક કિંમતે પ્રીમિયમ કેમોન ૧૫ સ્માર્ટફોન પણ ઓફર કરી રહ્યું છે.ટેક્નોએ તેના સ્પાર્ક સીરિઝ સ્માર્ટફોન દ્વારા રૂ. ૧૦ હજારથી નીચેના સેગમેન્ટમાં પોતાને મજબૂત સ્માર્ટફોન કંપની તરીકે સ્થાપિત કરી છે, જે બિગ બેટરી, બિગ ડિસ્પ્લે અને પાવરફુલ કેમેરા ઓફર કરે છે. ટેક્નો સ્પાર્કે ગત મહિને ભારતમાં ૨૦ લાખ ગ્રાહકોનું સ્તર હાંસલ કર્યું હતું. સેગમેન્ટ ફર્સ્‌ટ અભિગમ સાથે આ સિદ્ધિ દેશમાં ટેક્નોની સફળતા પ્રદર્શિત કરે છે. ટેક્નોએ એન્ટ્રીલેવલ અને મીડ-બજેટ સ્માર્ટફોનમાં ઉત્તમ ફીચર્સ સાથે નવી બેન્ચમાર્ક સ્થાપિત કર્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.