ભારતની સૌપ્રથમ ટ્રક ઉદ્યોગમાં ઓપરેટિંગ કરકસરતામાં શ્રેષ્ઠતા સાથેની અત્યંત એડવાન્સ ટ્રક

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટાટા મોટર્સએ, અલ્ટ્રા T.7 રજૂ કરી; શહેરી વાહનવ્યવહારમાટે ખાસ ડિઝાઇન કરેલી

મહત્ત્વના અંશો:
• સાંકડી ગલીઓ અને સખત વળાંકમાથી સરળ ગતિશીલતા માટે સરળ તદ્દન નવી સ્લિક અલ્ટ્રા કેબિન
• શ્રેષ્ઠ ડ્રાઇવીંગ અનુભવ, NVH સ્તર અને ફ્યૂઅલ કાર્યક્ષમતા પૂરી પાડે છે
• 7 ટન GVW કેટેગરીમા ઊંચી પેલોડ ક્ષમતા
• મોડ્યૂલર પ્લેટફોર્મ ઉપરાંત વિવિધ ડેક લેન્થ અને 4-6 ટાયર વિકલ્પો સાથે ઉપલબ્ધ
મુંબઇ, 23 ડિસેમ્બર, 2020: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સે અલ્ટ્રા T.7 રજૂ કરી છે, જે અત્યંત એડવાન્સ્ડ લાઇટ કોમર્શિયલ વ્હિકલ (એલસીવી) છે, જે ખાસ કરીને શહેરી વાહનવ્યવહાર માટે તદ્દન નવીસ્લિક અલ્ટ્રા કેબિન સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ભારે પ્રશંસાપાત્ર અલ્ટ્રા કેબિનની સ્લિકર વર્શન માટે તૈયાર કરવામાં આવી છે, જેથી 190mm પહોળી કેબિનના ઇષ્ટતમ પરિમાણ સાથે શ્રેષ્ઠ કક્ષાનો આરામ અને ચોક્સાઇ પૂરી પાડી શકાય તેમજ ટર્નએરાઉન્ડ સમયમાં ઘટાડો કરી શકાય. ઘટાડેલો ટર્નએરાઉન્ડ સમય ટ્રક માલિકો માટે ઊંચી કમાણીની તકની ખાતરી આપે છે અને નફાકારકતા માટે લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં વધુ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. અલ્ટ્રા T.7 રેન્જ વિવિધ ડેક ડિઝાઇન સાથે મોડ્યૂલર પ્લેટફોર્મ સાથે અને 4 ટાયર અને 6 ટાયરના સંયોજનમાં આવે છે જેથી બહોળા ઉપયોગો માટે અનુકૂળ છે.
અલ્ટ્રા T.7ટેકનોલોજીકલી એડવાન્સ્ડ 4SPCR એન્જિન અને 1ચડીયાતા 1000 hp પાવર અને 200થી 2,200 rpmમાંથી 300Nmના ટોર્કસાથે ઉપલબ્ધ છે. તે વધુ સારી મજબૂતાઇ અને રેડીયલ ટ્યૂબલેસ ટાયર્સ માટે મજબૂત મોડ્યૂલર ચેસિસ ડિઝાઇનના અંડરપિનીંગ્સ ધરાવે છે, જે વિસ્તરિત ફ્યૂઅલ કરકસરતા પૂરી પાડે છે. વધુમાં, ટાટા અલ્ટ્રા T.7ની ડિઝાઇન ટાટા મોટર્સના ‘પાવર ઓફ 6’ની વિચારધારાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જે ચડીયાતા કાફલા નફાકારકતા, વ્હિકલ પર્ફોમન્સ, ડ્રાઇવીંગ સરળતા, સુગમતા અને કનેક્ટિવીટી સાથે સુરક્ષા અને તે પણ નીચી કોસ્ટ ઓફ ઓપરેશન્સ (CoP) સાથે પૂરી પાડે છે. તેને વિસ્તરિત વાસ્તવિક વિશ્વ અને અને વિવિધ પડકારજનક પ્રદેશો અને સ્થિતિમાં પાઇલોટ ટેસ્ટીંગ દ્વારા માન્યતા આપવામાં આવી છે. ટાટા મોટર્સ એકમાત્ર કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક છે જે ત્રણ વિશિષ્ટ અને અલગ કેબિન વિકલ્પની પસંદગીની શક્તિ તેના I&LCV ગ્રાહકોને ઓફર કરે છે – જેમાં અલ્ટ્રા, SFC અને LPTરેન્જની ટ્રક્સનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ટિપ્પણી કરતા ટાટા મોટર્સના ILCV પ્રોડક્ટ લાઇના વાઇસ પ્રેસિડન્ટ શ્રી વી.સીતાપતીએ જણાવ્યુ હતુ કે, “અદ્યતન અલ્ટ્રા T.7 ટાટા મોટર્સની રજૂઆત સાથે લઘુત્તમ ઓપરેશન ખર્ચ પર વિવિધ ઉપયોગો માટે પ્રોડક્ટ્સની વૈવિધ્યતા પૂરી પાડવા માટે નવીન ઓટોમોટીવ ઉત્પાદનની નવી ઊંચાઇએ પહોંચવાની પોતાની બાંયધરીને વધુ સુદ્રઢ બનાવે છે. અલ્ટ્રા T.7, તેની અગ્રણી અને એવોર્ડ વિજેતા ડિઝાઇન સાથે, આરામ અને ચોક્સાઇ એમ બન્ને વિશ્વની શ્રેષ્ઠતા લાવવા માટેની ક્ષમતા ધરાવે છે – જ્યારે તેના માલિકોને સૌથી વધુ નફાકારકતા પૂરી પાડવાનો હેતુ ધરાવે છે. ઉદ્યોગમાં શ્રેષ્ઠ ઓપરેટિંગ કરકસરતા, ચડીયાતા ફ્યૂઅલ કાર્યક્ષમતા અને શક્તિ, લાંબા ટાયર આયુષ્ય સાથે તે કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ ધરાવે છે.”
વિસ્તરિત સુરક્ષા માટે ક્રેશ ટેસ્ટેડ કેબિન અને શક્તિશાળી એર બ્રેક્સથી સજ્જ, એડજસ્ટ કરી શકાય તેવી સિટીંગ પોઝીશન્સ, ટિલ્ટ અને ટેલિસ્કોપિક પાવર સ્ટિયરીંગ અને આરામ માટે ડેશ-માઉન્ટેડ ગિયર શિફ્ટર સાથે અલ્ટ્રા T.7માં લાક્ષણિક સ્ટાઇલીંગ સાથે આરામના મિશ્રણનો સમાવેશ થાય છે,જે અત્યંત નોંધપાત્ર નીચુ NVH સ્તર પૂરુ પાડે છે અને થાક વિનાનો ડ્રાઇવીંગ અનુભવ પૂરો પાડે છે. તે મ્યુઝિક સિસ્ટમના સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ, યુએસબી ફાસ્ટ ચાર્જીંગ, વિશાળ સ્ટોરેજ જગ્યા અને ટાટા મોટર્સના નેક્સ્ટ-દેન કનેક્ટેડ વ્હિકલ ઉકેલ સાથે આવે છે જે ફ્લીટ એજ સુધીના કાફલા સંચાલનમાં મદદ કરે છે. તેમાં ક્લિયર-લેન્સ હેડલેમ્પ્સ અને એલિડી ટેઇલ લેમ્પ્સનો સમાવેશ થાય છે જે રાત્રે નોંધપાત્ર રીતેવિઝીબિલીટીમાં સુધારો કરે છે.
અલ્ટ્રા T.7 ઇ-કોમર્સ પ્રોડક્ટ્સ, એફએમસીજી, ઔદ્યોગિક ઉત્પાદન, કન્ઝ્યુમર ડ્યોરેબલ્સ, ઇલેક્ટ્રોનીક્સ, આવશ્યક ચીજવસ્તુઓ અને એલપીજી સિલીડંર્સના વહન માટે આદર્શ વ્હિકલ છે. રજૂ કરાયેલ T.7ના વિવિધ વેરિયાંટ્સ રસી, ફાર્માસ્યુટિકલ્સ, પેરિશેબલ માલ, ફૂડ ચીજો જેમ કે ઇંડા અને દૂધ તેમજ ખેત પેદાશોના વહન માટે અત્યંત યોગ્ય છે. અલ્ટ્રા T.7સંપૂર્મ બિલ્ટ સોલ્યુશન્સના વિસ્તૃત સેટ સાથે આવે છે, જે ગ્રાહકોને વધુ સારી ધિરાણ શરતો, રાષ્ટ્રભરમાં સર્વિસ ટેકા અને ઊંચી પુનઃવેચાણ કિંમત જેવા એક કરતા વધુ લાભ સાથે વન-સ્ટોપ સોલ્યુશન્સ પૂરા પાડે છે. આ આકર્ષક ઓફર્સ ઉપરાંત ટાટા મોટર્સ I&LCV રેન્જ 3 વર્ષની/ 3 લાખ કિલોમીટર્સની વોરંટી સાથે આવે છે તેમજ સંપ્રૂણ સેવા 2.0 અને ટાટા સમર્થ પણ ઓફર કરે છે – જે કંપનીની કોમર્શિયલ વ્હિકલ ડ્રાઇવર કલ્યાણ તરફેની, અપટાઇમ ગેરંટી, ઓન સાઇટ સર્વિસ અને જરૂરિયાત અનુસારના વાર્ષિક નિભાવ અને કાફલા સંચાલન ઉકેલોની બાંયધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.