ગ્રીન બ્લિંકર તમારા સ્માર્ટફોનમાં દેખાય છે? તો સમજો થઈ રહી છે જાસૂસી!

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સ્માર્ટફોન કંપની એપલે તાજેતરમાં તેના ઓપરેટિંગ સોફ્ટવેરને અપગ્રેડ કર્યું છે. iOS 14માં એપલે તેના દરેક આઈફોન્સ માટે નવું સોફ્ટવેર રજૂ કર્યું છે. આ અપગ્રેડ સોફ્ટવેરમાં નવું ફીચર જાહેર કરવામાં આવ્યું છે. આ હેઠળ હવે જો કોઈ મંજૂરી વગર તમારા સ્માર્ટફોનનો કેમેરો અથવા સ્પીકર ઓન કરે છે તો આ સ્માર્ટફોનના ફ્રંટ કેમેરાની બાજુંમાં એક બ્લિંકર આપોઆપ ચાલુ થઈ જશે. જોકે, અત્યાર સુધી આનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ હવે આને ઓપરેશનલ કરવામાં આવ્યું છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ જો આઈફોનમાં લીલા કલરનું બ્લિંકર દેખાઈ રહ્યું છે તો સમજો કે તમારો કેમેરાએક્ટિવેટ કરવામાં આવ્યો છે. કોઈ એપ તમારી વીડિયો રિકોર્ડ કરી રહી છે. ઉપરાંત તે ફોટો પણ પાડી શકે છે. આ સિવાય જ્યારે ફોનમાં ઓરેન્જ બ્લિંકર દેખાય તો સમજો કે કોઈ એપ તમારી વોઇસ રિકોર્ડ કરી રહી છે.મીડિયા રિપોર્ટ મુજબ હવે એપલના નવા સોફ્ટવેર અપગ્રેડ હેઠળ યુઝર તેના ફોનના કેમેરા અને ઓડિયોને જાતે જ કંટ્રોલ કરી શકે છે. આ માટે મોબાઇલના કંટ્રોલ સેન્ટરમાં જવા જવાનું રહેશે. ત્યાં કોઈ એપને જો વીડિયો અથવા ઓડિયો રિકોર્ડ કરવાની પરમિશન આપવામાં આવી છે તો તેને બંધ કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.