રિયલમી ટેકલાઇફ તરફથી ડિઝોએ નેચરલ લાઇટ ડિઝાઇન સાથે લૉન્ચ કર્યા સ્ટાઇલિશ ડિઝો બડ્સ;  વિશેષ કિંમત માત્ર રૂ. 1,299

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતઃ રિયલમી ટેકલાઇફ ઇકોસિસ્ટમ હેઠળની બ્રાન્ડ ડિઝોએ ભારતમાં આધુનિક, સ્ટાઇલિશ અને ઉબેર-કૂલ ડિઝો બડ્સ ઝેડના લૉન્ચ સાથે તેના સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરે છે. નવીનતમ ટીડબલ્યુએસ ઇયરબડ્સે તેને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ્સમાં સ્થાન આપ્યું છે અને ખાસ નેચરલ લાઇટ ડિઝાઇન સાથે આવે છે, જે યુઝર્સની સ્ટાઇલને પૂરક બનાવવા માટે આકર્ષક ઇફેક્ટ અને આકર્ષક લૂક આપે છે. રોમાંચક વિશેષતાઓથી ભરપૂર પાવર જે ચોક્કસપણે સંગીત પ્રેમીઓ અને ટેક શોખીનોને એક ગતિશીલ ધ્વનિ અનુભવ અને શૈલી પ્રદાન કરી અપીલ કરશે, જે દરેક વ્યક્તિના અલગ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે.

 ગ્રાહકો તેમની દૈનિક જીવનશૈલીમાં ઉપયોગ કરી શકે તેવા AIoT સોલ્યુશન્સનો પોર્ટફોલિયો બનાવવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ડિઝોએ 25 મે, 2021ના રોજ તેના ભારત સાથેસાથે વૈશ્વિક લોન્ચ પછી ભારતમાં 11 પ્રોડક્ટ્સ લોન્ચ કરી દીધી છે. નજીકના ભવિષ્યમાં બ્રાન્ડનું સ્માર્ટ એન્ટરટેઇનમેન્ટ સ્પેસ, ખાસ કરીને વેરેબલ કેટેગરીમાં મજબૂત ફોકસ હશે.

લોન્ચ પ્રસંગે અભિલાષ પાંડા, સીઈઓ, ડિઝો ઈન્ડિયાએ જણાવ્યું, “અમારી નવીનતમ ઓફરમાં નવીન ડિઝાઇન અને હાઇ-ટેક સુવિધાઓથી ભરપૂર- ડિઝો બડ્સ ઝેડ સંગીતના શોખીનો અને દેશના યુવા ફેશનિસ્ટા માટે ખુશીની વાત છે. ફરી એકવાર, અમે અમે લોન્ચના માધ્યમથી ટીડબલ્યુએસ સેગમેન્ટમાં અગ્રણી બનવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, અને અમને વિશ્વાસ છે કે અન્ય તમામ શક્તિશાળી કાર્યક્ષમતાઓ સાથે ઇયરબડ્સ પર ખાસ નેચરલ લાઇટ ડિઝાઇન સાથે લાગુ કરવામાં આવે છે, – ડિઝો બડ્સ ઝેડ ઓડિયો અનુભવને સંપૂર્ણ પૂર્ણતાના નવા સ્તર પર લઈ જશે.”

માથુ ઘૂમાવી દે તેવી ડિઝાઇન

સૌપ્રથમ નેચરલ લાઇટ ડિઝાઇન ઇયરબડ્સની સુંદરતાને એવી રીતે બહાર લાવે છે કે તે માથું ઘૂમાવી દેવાની ખાતરી કરે છે. તેની ડિઝાઇન પર જ્યારે પ્રકાશ પડે છે, ત્યારે તે બહુવિધ પ્રતિબિંબીત સ્તરો વચ્ચે ઉછળે છે, જે તેને ચમકતા રંગો અને આકર્ષક દેખાવ આપે છે. પારંપરિક રીતે પિયાનો ફિનિશ માટે ઉપયોગ કરવામાં આવે છે, ડિઝાઇન સામાન્ય પ્રિન્ટિંગની સરખામણીમાં ત્રણ ગણી મોંઘી છે, છ જટિલ પ્રક્રિયાઓ અને ચાર પ્રતિબિંબિત સ્તરોનો ઉપયોગ કરે છે, જે 300+ રંગ વિકલ્પોમાંથી પસંદ કરવામાં આવે છે.

 અલ્ટ્રા-લાઇટ અને ગમે ત્યાં લઇ જવા માટે આરામદાયક

ડિઝો બડ્સ ઝેડ ઇયરબડ્સ માત્ર 3.7 ગ્રામ છે, જે તેને અલ્ટ્રા-લાઇટ અને ઉપયોગના વિસ્તૃત કલાકો માટે આરામદાયક બનાવે છે અને ચાર્જિંગ કેસ માત્ર 36 ગ્રામ છે, જેને સરળતાથી ગમે ત્યાં અને દરેક જગ્યાએ લઈ જાય છે. આકર્ષક ઇયરબડ્સ આરામદાયક એર્ગોનોમિક ફિટ, અસાધારણ પકડ હોવાનો દાવો કરે છે અને આશ્ચર્યજનક અને અવિરત અવાજની ગુણવત્તા પ્રદાન કરે છે.

ટેક્નોલોજી સમાન રીતે મજબૂત ફોકસ છે

ટેક-સ્પેક્સની વાત કરીએ તો, તાજેતરની DIZO Buds Z 10 એમએમ બાસ બૂસ્ટ+ અલ્ગોરિધમની સાથે ડાયનેમિક ડ્રાઈવરથી સજ્જ છે, જેને ડિઝો દ્વારા નિપુણતા પ્રાપ્ત છે અને રિયલમી એન્જિનીયર્સને ટોચની ઓડિયો બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો 10થી વધુ વર્ષોનો અનુભવ છે. ડ્રાઇવર સાથે ઇયરબડ્સમાં વપરાયેલ TPU+PEEK પોલિમર કમ્પોઝિટ ડાયાફ્રેમ ડીપ બાસ સાથે સ્પષ્ટ અને કુદરતી શ્રવણ અનુભવ સુનિશ્ચિત કરે છે. તે મહત્વપૂર્ણ કોલ્સને કરવા માટે ખૂબ જ જરૂરી એન્વાર્યમેન્ટલ નોઇઝ કેન્સલેશન (ઇએનસી) તકનીક ખૂબ જ ઉપયોગી છે, જે આપને મોટેથી અને સ્પષ્ટ રીતે સાંભળવા દે છે. ગેમ મોડ ગેમર્સ અને બિંગ-વોચર્સ માટે એક ટ્રીટ તરીકે આવે છે, કારણ કે તે તમને લેટન્સીને 88 એમએસ જેટલી નીચે લાવવાની શક્તિ આપે છે, જે ગેમ્સ રમવા અથવા મૂવી જોવા માટે આદર્શ છે.

 બેટરી કે જે પૂરક છે

ડિઝો બડ્સ ઝેડમાં દરેક ઇયરબડ્સમાં 43mAhની ઇનબિલ્ટ બેટરી છે, જે તમને 4.5 કલાક નોન સ્ટોપ પ્લેબેક આપે છે અને ચાર્જિંગ કેસમાં 380mAh ની બેટરી તમને કુલ 16 કલાક મ્યુઝિક પ્લેબેક સમયનો આનંદ લેવા માટે પરવાનગી આપે છે. ઉપરાંત, 10 મિનિટનો ટાઇપ-સી ડિફોલ્ટ ચાર્જિંગ તમને 1.5 કલાકનો પ્લેબેક સમય આપી શકે છે.

સંબંધિત પ્રમાણપત્રો સાથે ઝડપી અને સરળ કનેક્ટિવિટી

ડિઝો બડ્સ ઝેડ ઇન્સ્ટન્ટ કનેક્શન અને ઝડપી ટ્રાન્સમિશન સ્પીડ માટે બ્લૂટૂથ V5.0 કનેક્ટિવિટીનો ઉપયોગ કરે છે. ઇન્ટેલિજેન્ટ ટચ કંટ્રોલ્સ તમને કોલ્સનો જવાબ આપવા, સમાપ્ત કરવા અથવા નકારવા, ચલાવવા, થોભાવવા અથવા બદલવા અને ગેમિંગ મોડમાં પ્રવેશ કરવા અથવા બહાર નીકળવામાં મદદ કરે છે અને સૌથી અગત્યનું એ છે કે તે ઘણા કસ્ટમાઇઝેશન વિકલ્પો માટે પ્લે સ્ટોર પર ઉપલબ્ધ રીયલમી લિંક એપ દ્વારા પણ સપોર્ટેડ છે. અંતમાં, આઇપીએક્સ 4 વોટર રેઝિસ્ટન્ટ સર્ટિફિકેટ તેને જીમમાં તીવ્ર વર્કઆઉટ અથવા પાર્કમાં તીવ્ર દોડ માટે સંપૂર્ણ યોગ્ય બનાવે છે.

 ગુણવત્તા અત્યંત મહત્વપૂર્ણ છે

ડિઝો અને રિયલમીએ ડિઝો બડ્સ ઝેડ પર ગહન પરીક્ષણો પણ હાથ ધર્યા છે, જેમાં 20,000X ચાર્જિંગ કેસ ઓન/ઓફ ટેસ્ટ, 5000X  ચાર્જિંગ પ્લગિંગ ટેસ્ટ, 2000X યુએસબી સ્વિંગ ટેસ્ટ, 650C/ 95%RH ઉચ્ચ તાપમાન અને ઉચ્ચે ભેજ પરીક્ષણ અને 400C/750C પર 96એચ સ્ટોરેજ ટેસ્ટને સમાવેશ થાય છે.

કિંમત, ઉપલબ્ધતા અને ઑફર્સ

ડિઝો બડ્સ ઝેડને તેની ક્લાસિક નેચરલ લાઇટ ડિઝાઇન અને આકર્ષક સુવિધાઓએ તેને ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સ્પેશિયલ્સમાં સ્થાન અપાવ્યું છે. ડિઝો  દ્વારા પ્રસ્તુત નવીનતમ સ્ટાઇલિશ ઇયરબડ્સ ત્રણ અદભૂત રંગોમાં આવે છે – ઓનીક્સ, લીફ અને પર્લ અને તેની કિંમત માત્ર 1,999 રૂપિયા છે. એટલું જ નહીં, આ ઇયરબડ્સ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ પર અને ટૂંક સમયમાં પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 1,299 રૂપિયાની ખાસ કિંમતે વેચવામાં આવશે.

હાલમાં જ બે સ્માર્ટવૉચ – ડિઝો વૉચ 2 અને ડિઝો વૉચ પ્રોના લૉન્ચ કરાઇ છે – જેનું પ્રથમ વેચાણ 22 સપ્ટેમ્બરથી શરૂ થયુ છે અને કેટલાંક પહેલાના ઑડિયો વેરેબલ્સ લોન્ચ થયા, જેવા કે ડિઝો ગોપોડ્સ, ડિઝો ગોપોડ્સ ડી અને ડિઝો ગોપોડ્સ નીયો અને ડિઝો વાયરલેસ બ્રાન્ડ્સ તમામ માટે ‘સ્માર્ટ ટેક લાઇફ’ ઑફર કરવાની આકાંક્ષા ધરાવે છે અને ગ્રાહકોને “બિ ડિફરંટ” રહેવાની વિનંતી કરે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.