હાયર ઈન્ડિયાના ઇન્વર્ટર કમ્પ્રેસરની સાથે ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર્સ ઉદ્યોગની સૌથી વિશાળ 5-સ્ટાર શ્રેણી રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હોમ અપ્લાયંસેસ તથા કંઝ્યુમર ઇલેકટ્રોનિક્સમાં ગ્લોબલ લીડર તથા સતત 12 વર્ષથી વિશાળ અપ્લાયંસેસમાં વિશ્વની નંબર વન બ્રાંડ હાયરે 5 સ્ટાર શ્રેણીમાં ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર્સના 14 નવા વેરિયેંટ રજૂ કર્યા છે, જે અપ્લાયંસેસની વિસ્તૃત શ્રેણીમાં પ્રીમિયમ ઉત્કૃષ્ટતાનો સમાવેશ કરશે. આ નવી શ્રેણી 195 લીટર ક્ષમતામાં 6 ગ્લાસ, 6 ફ્લોરલ તથા 2 પ્લેન મોડિફિકેશનની સાથે મળશે. આ 5 સ્ટાર સર્ટિફાઇડ રેફ્રિજરેટર સર્વશ્રેષ્ઠ એસ્થેટિક્સ તથા શાનદાર સ્પેસ મેનેજમેંટની સાથે શ્રેષ્ઠ પ્રદર્શન પ્રદાન કરે છે.
ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજી પ્રદાન કરવા માટે સમર્પિત આ રેફ્રિજરેટર ઇન્વર્ટર કમ્પ્રેસરની સાથે આવે છે, જે વીજળીની ખૂબ જ બચત કરે છે. નવી 5 સ્ટાર શ્રેણી દિવસ દીઠ 0.3 યૂનિટથી ઓછી વીજળી ખપત લે છે. આથી ગ્રાહકો 60 ટકા પૈસા બચાવી શકે છે, એટલે કે 10 વર્ષના ગાળામાં અન્ય સ્પર્ધક ફ્રિજની સરખામણીમાં રૂ.13,860++ની બચત કરી શકે છે.
શ્રેણીની કોઇપણ અન્ય બ્રાંડની સરખામણીમાં હાયર ગ્રાહકોને સૌથી વિસ્તૃત શ્રેણી પ્રદાન કરી રહી છે. આ રેફ્રિજરેટર્સમાં ગ્લાસ, સ્ટીલ તથા ફલોરલ ફિનિશમાં સૌથી વિશાળ કલરફૂલ શ્રેણી ઉપલબ્ધ છે, જે કોઇપણ આધુનિક ભારતીય કિચનના ઇંટીરિયરની સુંદરતાને વધારશે અને ગ્રાહકોની વ્યક્તિગત સ્ટાઇલને આકર્ષક બનાવશે. આ નવી શ્રેણીમાં મેચિંગ બેસ સ્ટેંડ ગ્લાસ ડેકોની સાથે આકર્ષક કલરફૂલ ગ્લાસ ડોર પેટર્ન જેવા કે, ઓશન, ટાઈડ, ગ્લોરી તથા મિરર છે. ફ્લોરલ એડિશનમાં અદ્રિતીય ફ્લાવર ડિઝાઇન આકર્ષક રંગો જેવાં કે રેડ ક્રેન, મેરીન ક્રેન તથા મેરીન મોનાર્કમાં ઉપલબ્ધ છે. સુંદરતા વધારવા માટે આ શ્રેણીમાં ચિક પ્લેન ડિઝાઇન જેવી કે બ્રશ લાઈન સિલ્વર તથા ટાઈટેનિયમ સ્ટીલ પણ છે.
આ ઉપરાંત, આ રેફ્રિજરેટર્સમાં હાયર ફ્લેગશિપ વન અવર આઈસિંગ ટેક્નોલોજી છે, જે માત્ર 60 મિનિટમાં બરફ જમાવી દે છે. પ્રભાવશાળી કૂલિંગ માટે આ રેફ્રિજરેટર્સમાં મોટા પીયૂવી ઇંસુલેશન તથા લાંબી કંડેંસર કોઇલ છે, જેનાથી આહાર તાજો જળવાઇ રહે છે અને વીજળીની ખાસી બચત પણ થાય છે.
આ લોન્ચ વિશે શ્રી એરિક બ્રેગેંઝા, પ્રેસિડેંટ, હાયર એપ્લાયંસેસ ઈન્ડિયાએ જણાવ્યું, “હાયર ઈડિયામાં અમે ગ્રાહકોને ન માત્ર આત્યાધુનિક ટેક્નોલોજીના નવીન ઉત્પાદન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ તેમને સુંદર ડિઝાઇનના ઉત્પાદન, વિસ્તૃત શ્રેણીમાં પ્રસ્તુત કરીએ છીએ. ડાયરેક્ટ કૂલ રેફ્રિજરેટર્સની અમારી નવી શ્રેણીના લોન્ચની સાથે અમે સ્પેસ, સ્ટાઈલ, ટેક્નોલોજી તથા વીજળીની બચત સાથે સમાધાન કર્યા વિના ‘વેલ્યૂ ફૉર મની’ રેફ્રિજરેટર રજૂ કરી રહ્યાં છે. અમારી વર્તમાન શ્રેણીમાં આ 14 વેરિયેંટ સામેલ કરીને અમે સુંદર ડિઝાઇનના ઉત્પાદનોની પોતાની શ્રેણીનો વિસ્તાર કરી રહ્યાં છે, જે અમારા ગ્રાહકોની વિકસિત થતી જરૂરિયાતો અને આવશ્યકતાઓને પૂરી કરશે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.