ભારતની પાવરફુલ મીની ટ્રક સુપર કેરી દ્વારા ચાર અભુતપૂર્વ વર્ષની ઉજવણી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

• દેશની પ્રથમ લાઇટ કમર્શિયલ મીની-ટ્રક પેટ્રોલ અને સીએનજીમાં ઉપલબ્ધ
• મીની-ટ્રક સેગમેન્ટમાં 20 ટકા બજાર હિસ્સા સાથે પ્રભુત્વ
• વર્ષ 2020માં અત્યાર સુધીમાં સુપર કેરીના વેચાણમાં પેટ્રોલ વેરિઅન્ટનો 75 ટકા હિસ્સો
• 70,000થી વધુ વિશ્વાસથી ભરપૂર માલીકો સાથે ગ્રાહકોનો વૈવિધ્યસભર આધાર

મારૂતિ સુઝુકીના વિશ્વાસ અને ભાગીદારીના મૂલ્યોને આધારે મારૂતિ સુઝુકીની સુપર કેરી સફળતાના ચાર વર્ષની ઉજવણી કરી રહી છે. મારૂતિ સુઝુકીએ વર્ષ 2016માં તેની પ્રથમ કમર્શિયલ વિહિકલ સુપર કેરી સાથે કમર્શિયલ વિહિકલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. આ પાવરફુલ મીનીટ ટ્રકે તેની બહુમુખી વ્યવસાયિક જરૂરિયાતો અને ઓલ-રાઉન્ડ લાક્ષણિકતાઓ સાથે 70,000થી વધુ માલીકોને કસ્ટમાઇઝ્ડ અનુભવ પ્રદાન કરીને સક્ષમ બનાવ્યાં છે.

આ સીમાચિહ્ન અંગે વાત કરતાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “શ્રેષ્ઠ માઇલેજ સાથે ભારતીય મીની-ટ્રક ગ્રાહકોની મહાત્વાકાંક્ષાઓ માટે વિશેષ પ્રકારે તૈયાર કરાયેલી સુપર કેરી હંમેશા સુનિશ્ચિત કર્યું છે કે કોઇપણ ભાર વધુ ન લાગે. સુપર કેરીમાં પેટ્રોલ સેલ્સના 75 ટકા બજાર હિસ્સા સાથે તે પ્રથમ એલસીવી મીની-ટ્રક છે, જે બીએસ6 પેટ્રોલ વેરિઅન્ટ સાથે પાવરફુલ 1196સીસી 4 સિલિન્ડર દમદાર એન્જિન ધરાવે છે. ચાર વર્ષની સફળતાની ઉજવણી કરતાં અમને અત્યંત ગર્વ છે કે સુપર કેરીએ ટૂંકા સમયમાં પોતાને વિશેષ સાબિત કરી છે અને લાઇટ કમર્શિયલ વિહિકલ માર્કેટમાં બીજા ક્રમની બેસ્ટ-સેલિંગ મીની-ટ્રક બની છે. 70,000થી વધુ ગ્રાહકોનો વૈવિધ્યસભર આધાર સુપર કેરીની સફળતાનો પુરાવો છે. અમે અમારા તમામ વિશ્વસનીય ગ્રાહકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેમણે આ સીમાચિહ્ન હાંસલ કરવામાં સહયોગ પ્રદાન કર્યો છે.”
ઉલ્લેખનીય છે કે મારૂતિ સુઝુકીએ વર્ષ 2016માં સુપર કેરી મીની ટ્રક લોંચ કરી હતી તથા વર્ષ 2017માં સુપર કેરીનું એસ-સીએનજી વેરિઅન્ટ લોંચ કરાયું હતું. કંપનીના મીશન ગ્રીન મિલિયન સાથે બીએસ6 અનુરૂપ એસ-સીએનજી વેરિઅન્ટ વર્ષ 2020માં લોંચ કરાયું છે. સુપર કેરી એસ-સીએનજી વેરિઅન્ટ બાય-ફ્યુઅલ એન્જિન સાથે 5 લીટર પેટ્રોલ ટેંક ધરાવે છે, જે આપાતકાલીન સ્થિતિમાં બેકઅપ ફ્યુઅલ વિકલ્પ આપે છે. 320 મારૂતિ સુઝુકી કમર્શિયલ આઉટલેટ્સ દ્વારા 235 શહેરોમાં વેચવામાં આવતી સુપર કેરીએ નાણાકીય વર્ષ 2019-20માં 15 ટકાનો નોંધપાત્ર બજાર હિસ્સો અને વર્ષ 2020માં અત્યાર સુધીમાં 20 ટકા હિસ્સો હાંસલ કર્યો છે. કેરીના માલીકો તેના બેસ્ટ-ઇન-સેગમેન્ટ પાવર, માઇલેજ, સરળ મેન્ટેનન્સ, આરામદાયકતા અને હાઇડેક લોડ ક્ષમતા બાબતે ખાતરી ધરાવે છે, જેનાથી તેમની નફાકારકતામાં વધારો પ્રાપ્ત કરવામાં મદદ મળે છે.

સુપર કેરીના ગ્રાહકોમાં માલીક-કમ ડ્રાઇવર્સ તથા ફ્લીટ અને કેપ્ટિવ માલીકોનું મિશ્રણ સામેલ છે, જેઓ મહાત્વાકાંક્ષી છે તેમજ નફાકારકતાની સાથે-સાથે વ્યવસાયમાં આદર અને ઓળખ ઇચ્છે છે. સુપર કેરી વ્યવહારુ ઓફરિંગ છે અને તેનો ઉપયોગ ઇ-કોમર્સ, કુરિયર, એફએમસીજી અને માલ-સામાનના વિતરણ સહિતની કામગીરી જેવાં વિવિધ ઉપયોગ માટે થાય છે. ઓલ-ઇન-વન પેકેજ ઓફર કરવાના ખ્યાલ સાથે સુપર કેરી ‘4 સાલ તરક્કી કે’ ના વારસાને આગળ ધપાવી રહી છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.