કેનન ઇન્ડિયાએ પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ, બિઝનેસિસ અને હોમ યુઝર્સ માટે ફોટો પ્રિન્ટર્સની લાઇન અપનું વિસ્તરણ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી PIXMA G670, PIXMA G570, imagePROGRAF PRO-300 અને PIXMA PRO-200 લાઇન લોંચ કરી, જેનો ઉદ્દેશ્ય ફોટો પ્રિન્ટિંગ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે

ટેક્નોલોજી અને ઇનોવેશનના પોતાના વારસા ઉપર ખરા ઉતરતાં અગ્રણી આઉટપુટ સોલ્યુશન પ્રોવાઇડર કેનન ઇન્ડિયાએ નવી PIXMA G570, PIXMA G670, imagePROGRAF PRO-300 અને PIXMA PRO-200 ના લોંચ સાથે ફોટો પ્રિન્ટર્સની પોતાની લાઇનઅપનો વિસ્તાર કર્યો છે.

બે નવા PIXMA G સીરીઝ 6-કલર ઇંક ટેંક પ્રિન્ટર્સ ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતાને અનલોક કરવા, ફોટોની આવરદા વધારવા તેમજ ફોટો સ્ટુડિયો, વ્યવસાયો, ઘરો અને રચનાત્મક કાર્યો માટે પ્રિન્ટિંગના નીચા ખર્ચ માટે તૈયાર કરવામાં આવી છે. કન્ઝ્યુમર ઇમેજિંગ પ્રોડક્ટ્સ ક્ષેત્રે દાયકાઓના અદ્યતન કલર સાયન્સનો લાભ ઉઠાવતા નવી G સીરીઝ ફોટો પ્રિન્ટર્સ ઇંક ટેંક પ્રિન્ટરની દુનિયામાં જીવંતતા અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ, ફોટો સ્કૂલ્સ અને રૂચિ ધરાવતા વ્યક્તિઓને પેપેર મીડિયા ઉપર વિવિધ રેન્જના અદ્ભુત ઇમેજિસ પ્રિન્ટ કરવા માટે સક્ષમ બનાવતા imagePROGRAF PRO-300 અને PIXMA PRO-200 કેનની અદ્યતન પ્રિન્ટિંગ ટેક્નોલોજી ધરાવે છે, જેનાથી A3+ સાઇઝમાં પ્રોફેશ્નલ ફોટ અને એક્ઝિબિશન-રેડી પ્રિન્ટ્સ તૈયાર કરી શકાય છે.

નવા પ્રિન્ટર્સના લોંચ અંગે વાત કરતાં કેનન ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ માનાબુ યામાઝાકીએ જણાવ્યું હતું કે, “દેશમાં મહામારીની અસર ચાલુ છે અને લગભગ દરેક વ્યક્તિ દૂર રહીને કામ કરી રહ્યાં છે ત્યારે કેનન ઇન્ડિયા એવાં સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે કટીબદ્ધ છે કે જે તેમના કામના અનુભવમાં વધારો કરી શકે. એક 360-ડિગ્રી ઇનપુટ-ટુ-આઉટપુટ સોલ્યુશન્સ પ્રોવાઇડર તરીકે અમે અમારી ઇમેજિંગ ટેક્નોલોજી ઉપર ગર્વ કરીએ છીએ કે જે ટ્રુ-ટુ-લાઇફ સોલ્યુશન્સ કેપ્ચર કરવા ડિઝાઇન કરાઇ છે તેમજ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ રંગબેરંગી, એબસ્ટ્રેક્ટ યાદોને સુંદર, ફ્રેમ કરી શકાય તેવા પિક્ચરમાં તબદીલ કરે છે. સ્માર્ટ પ્રિન્ટિંગ સોલ્યુશન્સ સાથે ગ્રાહકોને ખુશી પ્રદાન કરવાનું ચાલુ રાખતાં અમારા નવા પ્રિન્ટર્સના લોંચ ફોટો પ્રિન્ટર્સના અમારા પોર્ટફોલિયોને વધુ મજબૂત કરશે. અમને આશા છે કે ચાર નવા પ્રિન્ટર્સ અમારા ગ્રાહકોને એકદમ ઇનોવેટિવ, ખર્ચ કાર્યક્ષમ અને અસરકારક ઉકેલો સાથે તેમની પ્રિન્ટિંગની જરૂરિયાતો પૂર્ણ કરવા માટેનો ઉન્નત અનુભવ આપશે.”

નવી પ્રોડક્ટ વિશે વાત કરતાં કન્ઝ્યુમર સિસ્ટમ પ્રોડક્ટ્સ અને ઇમેજિંગ કમ્યુનિકેશન પ્રોડક્ટ્સના ડાયરેક્ટર સી. સુકુમારને જણાવ્યું હતું કે, “એક પ્રતિષ્ઠિત ઇમેજિંગ કંપની તરીકે કેનન ખાતે અમે અમારી પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ દ્વારા યુઝર્સ વચ્ચે ફોટો પ્રિન્ટિંગ કલ્ચરને આગળ વધારવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે અમારા ગ્રાહકોને યાદગીરી પ્રિન્ટ કરવામાં મદદરૂપ બનવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ, જેને તેઓ ઉન્નત કલર એક્સપ્રેશન સાથે આજીવન સંભાળી શકે. આ ફોટો પ્રિન્ટર્સ વ્યક્તિઓની સ્માર્ટ પ્રિન્ટિંગ સોલ્યુશન સંબંધિત ઉભરતી ફોટો પ્રિન્ટિંગની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. વધારાના યુઝર-ફ્રેન્ડલી ફીચર્સ અને નવીન ડિઝાઇન સાથે આ પ્રિન્ટર્સ નેક્સ્ટ લેવલ મોર્ડન ટેક્નોલોજી અને ખર્ચ કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.”

PIXMA G670 અને PIXMA G570

બીજા G પ્રિન્ટર્સની માફક નવા મોડલ અલ્ટ્રા લો-કોસ્ટ ઉપર પ્રિન્ટ કરે છે, તથા ખૂબજ સારું પરિણામ ડિલિવર કરે છે. પ્રિન્ટર સહિત ઇંકના ફુલ સેટ 4×6” પ્રિન્ટ્સની અંદાજે 3,800 શીટ ડિલિવર કરી શકે છે, જે પ્રિન્ટિંગના ખર્ચ બાબતે ચિંતા-મુક્ત પ્રિન્ટિંગ સુનિશ્ચિત કરે છે. પરંપરાગત ડિઝાઇનથી વિપરિત G570 અને G670 જાળવણીની સાથે-સાથે હાઇ પ્રિન્ટ વોલ્યુમની જરૂરિયાતોને પણ પૂર્ણ કરવા માટે સક્ષમ છે. બદલી શકાય તેવા કોમ્પોનન્ટ્સ સાથે મોડ્યુલર સ્ટ્રક્ચરને યુઝર્સ લાંબા ઉપયોગ બાદ બદલી શકે છે, નહીંતર સામાન્ય રીતે તેમને રિપ્લેસમેન્ટ માટે સર્વિસ સેન્ટરની મુલાકાત લેવી પડે છે.

નવી G સીરીઝમાં 6 કલર ઓલ ડાઇ ઇંક ટેંક સિસ્ટમ છે. સાયન, મેજન્ટા, યલો અને બ્લેક સાથે આ પ્રિન્ટર્સ નવી રેડ અને ગ્રે ઇંક પણ ધરાવે છે. રેડ ઇંકનો ઉમેરો ફોટોગ્રાફને બ્લડ-રેડ સનસેટથી ગ્લેમિંગ રેડમાં ઓટોમોબાઇલ્સથી સજ્જ કરે છે તેમજ આર્ટરિયલ ઇન્ટેન્સિટિ ઇન્જેક્ટ કરવી કમ્પોઝાઇટ ઇંક સાથે સંભવ નથી. ગ્રે ઇંક પ્રિન્ટ કર્યાં બાદ પ્રિન્ટમાં સતત મોનોક્રોમેટિક એક્યુરસી સુનિશ્ચિત કરે છે, જ્યારે કે બ્લેક ઇંક કોન્ટ્રાસ્ટનો ઉમેરો કરે છે તથા બેકગ્રાઉન્ડ સેપરેશન સાથે સબ્જેક્ટ ફોકસમાં સુધારો કરે છે.

સમય જતાં યાદો ધૂંધળી થઇ શકે છે, પરંતુ કેનન ફોટો પેપર્સ સાથે નવી ઇંક સિસ્ટમ બેજોડ પ્રિન્ટ આવરદા ડિલિવર કરે છે તેમજ યોગ્ય સ્ટોરેજની સ્થિતિમાં 100 વર્ષ સુધી ફોટો ફેડિંગઅપનો પ્રતિકાર કરી શકે છે. G670 પ્રિન્ટરની ટોચ ઉપર સ્કેન અને કોપી ફંક્શન ઉમેરે છે, જે માત્ર પ્રિન્ટિંગ ઓફર કરતાં G570 કરતા વિશેષ છે.

આકર્ષક ડિઝાઇન અને સરળ મેન્ટેન્સ
સ્ટેપ અપ અને ઇંક ફિલ્સમાં નો-સ્ક્વીઝ સ્પિલેજ-ફ્રી ઇંક બોટલ ડિઝાઇન આપમેળે જ જરૂરી માત્રામાં રીલીઝ થાય છે, જેનાથી સ્પિલઓવર્સ અને ઇંક સ્પલેટર ટાળી શકાયછે. પર્યાવરણ બાબતે જાગૃક રહેતાં તેની ખાસ પાવર-સેવિંગ વિશેષતા ચોક્કસ સમય સક્રિય ન રહેતાં આપમેળે પ્રિન્ટરને બંધ કરી દે છે તેમજ સ્માર્ટફોન અથવા લેપટોપમાંથી મોકલાયેલી પ્રિન્ટ સૂચનાઓ સ્લીમાંથી આપમેળે પ્રિન્ટરને ચાલુ કરી નાખે છે.

સ્માર્ટફોન અને સ્માર્ટ હોમ કનેક્ટિવિટીમાંથી વાયરલેસ પ્રિન્ટિંગ
ફ્રી કેનન PRINT Inkjet/SELPHYમોબાઇલ એપ યુઝર્સને મોબાઇલ ડિવાઇસમાંથી સીધા પ્રિન્ટ અથવા ઇમેજ સ્કેન કરવા માટે સક્ષમ બનાવે છે તેમજ તેઓ પ્રિન્ટર સેટિંગ્સ અને ડિવાઇસ એલર્ટ્સ પણ કંટ્રોલ કરી શકે છે. પિક્સમા ક્લાઉડ લિંક સર્વિસ યુઝર્સને તેમના પ્રિન્ટર્સ સોશિયલ નેટવર્ક્સ સાથે કનેક્ટ કરવા તથા રિમોટ પ્રિન્ટિંગ અને સ્કેનિંગ માટે ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરે છે.

વધુમાં ફ્રી કેનન પોસ્ટર આર્ટિસ્ટ લાઇટ પ્રોફેશ્નલ અને હોમ યુઝર્સ બંન્નેને 1,300 ટેમ્પલેટ્સ, ફોટો અને ક્લિપઆર્ટમાંથી સરળતાથી આકર્ષક ફ્લેયર્સ અને પોસ્ટર્સ બબનાવવા મદદરૂપ બને છે. પોસ્ટર આર્ટિસ્ટ લાઇટ સોફ્ટવેર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે જ ઉપલબ્ધ છે.

હેન્ડ્સ-ફ્રી એક્સપિરિયન્સ માટે નેક્સ્ટ-જનરેશન પ્રિન્ટર્સ સ્માર્ટ સ્પીકર્સ સાથે પણ કામ કરે છે અને તે વોઇસ-એક્ટિવેટેડ પ્રિન્ટિંગ માટે ગુગલ આસિસ્ટ અને એમેઝોન સાથે સુસંગત છે. તે યુઝર્સને અસરકારક રીતે વિવિધ કામ કરવા તેમજ કલરિંગ પેજ અને ઓરિગામી, કાર્ડ્સ અને શોપિંગ લિસ્ટમાંથી ડોક્યુમેન્ટને વોઇસ કમાન્ડ દ્વારા પ્રિન્ટ કરવા માટે સક્ષમ બનાવે છે.

Canon imagePROGRAF PRO-300અનેCanon PIXMA PRO-200

કેનન imagePROGRAF PRO-300 એ LUCIA PRO પિગમેન્ટ ઇંક સિસ્ટમ અન ક્રિસ્ટલ ફિડેલિટિ ડિજિટલ ઇમેજ પ્રોસેસિંગ વર્કફ્લોથી સજ્જ છે, જે કેપ્ચર કરાયેલી ઇમેજથી પ્રિન્ટ સુધી ઇમેજની સર્વોચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે તમામ પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્ટ માટે આદર્શ છે. પ્રિન્ટર કેનનના L-COA પ્રોસેસર ઉપર નિર્મિત છે, જે લાર્જ ઇમેજ ડેટાને સરળતાથી સંચાલિત કરે છે અને ઝડપ સાથે મહત્તમ ઇંક ડ્રોપલેટની ગણતરી કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને હાઇ સ્પીડ પ્રિન્ટિંગ સક્ષમ બનાવે છે. તેની ઓપ્ટિમલ લાર્જ જનરેટિંગ (ઓઆઇજી) સિસ્ટમ પ્રિન્ટના દરેક એરિયાનું વિશ્લેષણ કરીને પ્રિન્ટમાં સચોટ કલર સુનિશ્ચિત કરવા માટે બેસ્ટ ઇંક મિક્ષ્ચર પસંદ કરે છે.

કેનન PIXMA PRO-200વિશિષ્ટ 8-કલર ડાઇ ઇંક સિસ્ટમ સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રિન્ટિંગ ઓફર કરે છે, જે અદ્ભુત કોન્ટ્રાસ્ટ અને ઉન્નત બ્લેક્સ સાથે રેડ અન બ્લુ ઝોનમાં સમૃદ્ધ કલર એક્સપ્રેશન ડિલિવર કરે છે. પ્રિન્ટર ઉપર ઓપ્ટિમમ લાર્જ જનરેટિંગ (ઓઆઇજી) સિસ્ટમ પ્રિન્ટના દરેક વિસ્તારનું વિશ્લેષણ કરે છે તથા પ્રિન્ટમાં સચોટ રિપ્રેઝન્ટેશન માટે બેસ્ટ ઇંક મિક્ષ્ચર પસંદ કરે છે.

મેટ, સેમી-ગ્લોસ, સુપર હાઇ ગ્લોસથી લઇને A3+ સુધીના ફાઇન આર્ટ ગ્રેડ પેપર્સ માટે બંન્ને પ્રિન્ટર્સ જાડા પેપર્સનું સંચાલન કરવા માટે સજ્જ છે તથા સ્ટ્રેઇટ પાથ ફીડીંગ માટે મેન્યુઅલ ફીડ ટ્રે ધરાવે છે. તે પેનારોમિક ફોટો અને કસ્ટમ બોર્ડર માર્જીન્સના પ્રિન્ટિંગને પણ સપોર્ટ કરે છે. વધુમાં પ્રિન્ટર્સ કેનન પ્રોફેશ્નલ પ્રિન્ટ એન્ડ લેઆઉટ સિસ્ટમ સાથે સરળ વર્કફ્લો ઇન્ટિગ્રેશન ઓફર કરે છે, જે સચોટ લેઆઉટ કંટ્રોલ અને સોફ્ટ-પ્રૂફિંગ માટે પ્રોફેશ્નલ સ્ક્રીન-ટુ-પ્રિન્ટ વર્કફ્લો સક્ષમ બનાવે છે. યુઝર્સને ડ્રાઇવર અને પ્રિન્ટરમાં મહત્તમ પ્રિન્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે કસ્ટમાઇઝ મીડિયા ઓફર કરતાં પ્રિન્ટર્સ મીડિયા કન્ફિગરેશન ટુલ ઉપર સંચાલિત છે, જે કેનન અને થર્ડ પાર્ટી મીડિયા માટે મીડિયા મેનેજમેન્ટ સરળ બનાવે છે.

1 કિંમત અન ઉપલબ્ધતા
Model Number MRP Availability
PIXMA G670 24,801/- June 2021
PIXMA G570 18,789/- June 2021
PIXMA PRO-200 41,401/- June 2021
imagePROGRAF PRO-300 59,621/- June 2021


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.