બીએસએચ હોમ એપ્લાયન્સિસે પ્રીમિયમ વોશિંગ મશીનની નવી શ્રેણી લોંચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પ્રીમિયમ વોશિંગ મશીન સેગમેન્ટમાં વૃદ્ધિ સાધવાની પોતાની રણનીતિના ભાગરુપે બીએસએચ ઇન્ડિયાએ પ્રીમિયમ વોશિંગ મશીનની નવી અને અદ્યતન શ્રેણી લોંચ કરવાની જાહેરાત કરી છે. ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો અને લોન્ડ્રીની આદતો સાથે તાલ મિલાવતા નવી શ્રેણી ભારતમાં પ્રથમવાર વિશિષ્ટ ફીચર્સથી સજ્જ છે, જેમકે હોમ કનેક્ટ (8થી9 કિલોની શ્રેણીમાં), એન્ટી-રિંકલ ટેક્નોલોજી (6થી8 કિલો શ્રેણીમાં), ઓટોમેટેડ ઇન્ટેલિજન્ટ ડોઝ (આઇ-ડોઝ) 9થી10 કિલો શ્રેણીમાં તેમજ નવીન એક્ટિવ ઓક્સિજન ટેક્નોલોજી કે દુર્ગંધ દૂર કરે છે અને પાણીનો ઉપયોગ કર્યાં વિના કપડાને રિફ્રેશ કરે છે

બીએસએચ ઇન્ડિયાના પ્રીમિયમાઇઝેશનની રણનીતિનું નેતૃત્વ લોન્ડ્રી બિઝનેસ દ્વારા થઇ રહ્યું છે, જે ભારતમાં બીએસએચની ટોપ-લાઇન વૃદ્ધિમાં 66 ટકાથી વધુ યોગદાન આપે છે. વર્ષ 2015માં ચેન્નઇમાં વોશિંગ મશીન ફેક્ટરી લોંચ કર્યાં બાદ કુલ માર્કેટ કરતાં લોન્ડ્રી બિઝનેસ ઝડપથી વિકસ્યો છે, જેના મુખ્ય કારણ સ્થાનિક સ્તરે ઉત્પાદિત એપ્લાયન્સિસ, ગુણવત્તા અને પ્રોડક્ટ્સ પર્ફોર્મન્સ છે.

વોશિંગ મશીનની નવી શ્રેણી લોંચ કરવા અંગે વાત કરતાં બીએસએચ હોમ એપ્લાયન્સિસના એમડી અને સીઇઓ નિરજ બહલે જણાવ્યું હતું કે, અમે ભારતીય ગ્રાહકોની જરૂરિયાત મૂજબ અદ્યતન ટેક્નોલોજી ધરાવતા વોશિંગ મશીનની નવી શ્રેણી લોંચ કરતાં ઉત્સાહિત છીએ. સતત ઇનોવેશન અને ગ્રાહકોના જીવનને વધુ અનુકૂળ બનાવવા માટે સતત પરિવર્તન દ્વારા બીએસએચની વોશિંગ મશીન શ્રેણીએ સતત સફળતા હાંસલ કરી છે. અમે અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે પ્રયત્નશીલ છીએ તેમજ શ્રેણીને વધુ સુસંગત બનાવવા માગીએ છીએ, જેથી આ સેગમેન્ટમાં વધુ વિસ્તરણ કરી શકાય.

કંપની તેની ફર્સ્ટ ફોર ઇન્ડિયા – અદ્યતન ટેક્નોલોજી ધરાવતા વોશર ડ્રાયર સેગમેન્ટને પણ વિસ્તારવાની યોજના ધરાવે છે, જેના માટે બે નવી ક્ષમતાઓ (9/6 અને 10/6) લાઇન-અપ રજૂ કરાશે. આ સેગમેન્ટ બેથી ત્રણ ગણી વૃદ્ધિ સાધી રહ્યું છે અને તેના અંગે જાગૃકતામાં વધારો થઇ રહ્યો છે અને તે વર્તમાન અને નવા યુઝર્સ માટે મહત્વપૂર્ણ સેગમેન્ટ છે. બીએસએચ હોમ એપ્લાયન્સિસ વૈશ્વિક સ્તરે ડ્રાયર સેગમેન્ટમાં પ્રથમ ક્રમે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.