બીએમડબલ્યુ મોટરેડ ઈન્ડિયા દ્વારા  સુરતમાં તેના નવા ડીલર પાર્ટનર તરીકે ગેલપ્સ મોટરેડની નિયુક્તિ.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સુરત. બીએમડબલ્યુ મોટરેડ દ્વારા સુરત, ગુજરાતમાં તેના નવા ડીલર પાર્ટનર તરીકે ગેલપ્સ મોટરેડની નિયુક્તિ કરી છે. ગેલપ્સ મોટરેડ હવે અમદાવાદ અને સુરતમાં બીએમડબલ્યુ મોટરેડનું પ્રતિનિધિત્વ કરશે. ડીલરશિપ સુવિધા જી /4અને  જી /5, ધ લેનોરા, વેસુ, મજૂરા, સુરત, ગુજરાતમાં સ્થિત છે. ડીલરશિપની આગેવાની શ્રી તનુજ પુગલિયા, ડીલર પ્રિન્સિપાલ, ગેલપ્સ મોટરેડ કરશે.

શ્રી વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા કહે છે, “બીએમડબલ્યુ મોટરેડ અનનય પ્રોડક્ટો સાથે આજીવન અભૂતપૂર્વ અવસરનું વચન પ્રદાન કરે છે. અમારી આખરી રાઈડિંગ મશીન્સ સર્વ પ્રકારના રાઈડિંગ શોખીનો માટે ઘડવામાં આવી છે. અમને સુરતમાં અમારા નવા ડીલર તરીકે  અમારી વિશ્વસનીય ભાગીદાર તરીકે ગેલપ્સ મોટરેડની નિયુક્તિ કરવાની ખુશી છે. નવું એકમ પ્રદેશમાં અમારા રાઈડરોના સમુદાયનો અનુભવ બેજોડ બનાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

શ્રી તનુજ પુગલિયા, ડીલર પ્રિન્સિપાલ, ગેલપ્સ મોટરેડ કહે છે, “અમને બીએમડબલ્યુ  મોટરેડ સાથે લાંબા ગાળાના સંબંધોમાં ગૌરવની લાગણી થાય છે અને અમારી કામગીરી સુરતમાં વિસ્તારવા માટે ભારે રોમાંચિત છીએ. અમને ગુજરાતની બજારમાં વધતી સંભાવનાનો લાભ લેવાની ખુશી છે. સુરતમાં ગેલપ્સ મોટરેડ ડીલરશિપનું લોન્ચ બેજોડ સેલ્સ, આફ્ટરસેલ્સ અનુભવ રાઈડિંગ શોખીનોને પ્રદાન કરશે. ઉપરાંત અમે મજબૂત રાઈડિંગ સમુદાય નિર્માણ કરવા, રાઈડિંગ માટે પ્રેમની ઉજવણી કરવા નહીં ખોજ કરાયેલાં હોય તેવાં સ્થળે જવા અને ‘મેક લાઈફ અ રાઈડ’પર ભાર આપીશું.”

ડીલરશિપ ફેસિલિટી 2,000sq.ftમાં ફેલાયેલી છે. શોરૂમમાં 9 મોટરસાઈકલ પ્રદર્શિત કરવામાં આવી છે, કસ્ટમર લાઉન્જ કેફી અને વ્યાપક શ્રેણીની બીએમડબલ્યુ મોટરેડ એસેસરીઝ અને લાઈફસ્ટાઈલ મર્ચન્ડાઈઝ છે. આફ્ટરસેલ્સ ફેસિલિટી સંપૂર્ણ વેહિકલ સર્વિસ માટે 3 મેકેનિકલ બેઝ ધરાવે છે. ગેલપ્સ મોટરેડ સેલ્સ, સર્વિસ, સ્પેર- પાર્ટસ આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રદાન કરે છે અને અને બધી પ્રક્રિયાઓમાં બિઝનેસ સિસ્ટમ ગ્રાહકોને પૂર્વ અને પશ્ચાત કક્ષામાં ઉત્તમ માલિક અનુભવ પ્રાપ્ત થાય તેની ખાતરી રાખે છે.

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.