વૉટ્સએપની નવી પ્રાઈવસી પોલિસી પર પ્રતિબંધ લગાવો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કેન્દ્ર સરકારે શુક્રવારે દિલ્હી હાઈકોર્ટને આગ્રહ કર્યો કે વૉટ્સએપને તેની નવી પ્રાઈવસી પોલિસી અને સેવા શરતો લાગુ કરતા રોકવામાં આવે. વૉટ્સએપની આ પોલિસી આગામી 15 મેથી તમામ યુઝર માટે ફરજિયાત થવા જઈ રહી છે. જ્યારે વૉટ્સ એપ નવી પોલિસી અંગે દાવો કરે છે કે નવી પોલિસીથી યુઝર્સની પ્રાઈવસી સાથે કોઈ સમાધાન નહીં થાય.

આ મામલે જુદા જુદા વર્ગોએ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચ સમક્ષ ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ નવી પોલિસીને રોકવા અપીલ કરી હતી.

ફેસબુકના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ વૉટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરાઈ છે. હાઈકોર્ટે આ મામલે મંત્રાલયથી જવાબ માગ્યો હતો. આ અરજી સીમા સિંહ, એમ.સિંહ અને વિક્રમ સિંહે દાખલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે નવી પ્રાઈવસી પોલિસીથી ભારતીય ડેટા સંરક્ષણ અને પ્રાઈવસીના કાનૂનો વચ્ચે મોટું અંતર પેદા થવાનો ડર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.