બજાજ ઓટો દ્વારાપ્લેટિના 110 ABS લોન્ચ કરાઈ, જે ભારતની ABSસાથેની પ્રથમ 100 – 115 cc કમ્યુટર મોટરસાઈકલ છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

⦁ પ્લેટિના 110 ABS 100 – 115 ccસેગમેન્ટમાં ભારતની પ્રથમ અને એકમાત્ર મોટરસાઈકલ ABSબ્રેકિંગની સંપૂર્ણ સુરક્ષા સાથે આવે છે.
⦁ પ્લેટિનામાં ABSબ્રેકિંગ અચૂક બ્રેકિંગ, ટૂંકું બ્રેકિંગ અંતર અને બહેતર નિયંત્રણ તથા સ્થિરતા પૂરી પાડે છે.
⦁ સર્વોત્તમ કમ્ફર્ટ અને લાજવાબ વાસ્તવિક માઈલેજ જેના માટે પ્લેટિના બ્રાન્ડ જાણીતી છે તેનું પાલન પ્લેટિના ABSમાં પણ સચોટપણે જાળવી રખાયું છે.
⦁ તે રૂ.72,800 માં ઉપલબ્ધ થશે (એક્સ-શોરૂમ ગુજરાત)

દુનિયાની સૌથી મૂલ્યવાન ટુ-વ્હીલર અને થ્રી- વ્હીલર કંપની બજાજ ઓટોએ સેગમેન્ટમાં પ્રથમ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) સાથે પ્લેટિના 110 ABSલોન્ચ કરી છે. ભારત દુનિયાભરમાં માર્ગ દુર્ઘટનાની સર્વોચ્ચ સંખ્યા માટે ઓળખાય છે અને આમાંથી લગભગ અડધોઅડધ દુર્ઘટનાઓમાં 2-વ્હીલર સંકળાયેલી હોય છે. ભારતમાં વેચાતી દરેક બીજી મોટરસાઈકલ 100 – 115 cc કમ્યુટર મોટરસાઈકલ હોય છે અને તેથી આ સેગમેન્ટમાં ABS બ્રેકિંગની રજૂઆત આ કમ્યુટર રાઈડરો માટે માર્ગ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ પગલું છે.

નવી પ્લેટિના 110 ABSસાથે સુસજ્જ હોવાથી બ્રેકિંગ અંતર ઓછું કરીને સુરક્ષા વધારે છે અને કોઈ પણ પડકારજનક બ્રેકિંગની સ્થિતિમાં ઉત્તમ સ્થિરતા પૂરી પાડે છે. ઉપરાંત રખડતાં જનાવરો, ખાડાઓ, લપસણી અને અસમતલ સપાટીઓ અચાનક આવી જવા પર પ્લેટિનામાં ABSકટોકટીમાં બ્રેકિંગની સ્થિતિઓમાં સંપૂર્ણ નિયંત્રણની ખાતરી રાખે છે.

પ્લેટિના 110 ABS અગાઉના પ્લેટિના મોડેલની જેમ ‘કમ્ફર્ટેક’ના વધારાના લાભો સાથે આવે છે, જેમાં આરામદાયક બેઠક, લાંબા આગળ અને પાછળ સસ્પેન્શનનો સમાવેશ થાય છે, જે આરામદાયક, આંચકામુક્ત સવારીની ખાતરી રાખે છે. DRL સાથે હેડલાઈટ્સ રાઈડરને સ્પષ્ટ દ્રષ્ટિગોચરતા પૂરી પાડે છે, જેને લીધે સુરક્ષાનું પરિબળ વધુ બહેતર બને છે. નવું ડિજિટલ સ્પીડોમીટરABS ઈન્ડિકેટર, ગિયર ઈન્ડિકેટર અને ગિયર ગાઈડન્સ ફીચર ધરાવે છે.

આ લોન્ચ વિશે બોલતાં બજાજ ઓટોના મોટરસાઈકલ્સના પ્રેસિડેન્ટ શ્રીસારંગ કનાડેએ જણાવ્યું હતું કે, “રાઈડિંગ સ્થિતિઓ પર અમારાં આંતરિક અધ્યયનોમાં એવું જોવા મળ્યું છે કે કમસેકમ 91 ટકા કમ્યુટર મોટરસાઈકલ રાઈડરો અચાનક બ્રેક મારવો પડે તેવા કમસેકમ એક ભયભીત સંજોગનો સામનો કરે છે. નવી પ્લેટિના 110 ABS સાથેઅમે રાઈડરોને અણદેખીતા બ્રેકિંગ સંજોગોમાં સંપૂર્ણ નિયંત્રણ ઓફર કરે છે. અમને વિશ્વાસ છે કે રાઈડિંગની મુશ્કેલ સ્થિતિનો સામનો કરતા હોય તેવા રાઈડરો પોતાને માટે અને પોતાના વહાલાજનોની પણ સુરક્ષા માટે સેગમેન્ટમાં અવ્વલ બ્રેકિંગ ટેકનોલોજી સાથે પ્લેટિના 110 ABS વસાવવાનોવિચારકરશે.”
પ્લેટિના 110 ABSની કિંમત Rs. 72,800,(એક્સ-શોરૂમ ગુજરાત)115.45 cc એન્જિન દ્વારા પાવર્ડ છે. તે 7000 rpmએ 8.6 PSપાવર અને 5000 RPMએ 9.81 Nmનું ટોર્ક પ્રદાન કરે છે. નિર્ભરક્ષમ કામગીરી, સ્પર્ધાત્મક માઈલેજ અને મજબૂત નિર્માણ સાથે સંપૂર્ણ પ્લેટિના 110 ABSત્રણઆકર્ષકરંગોઈબોનીબ્લેક, કોકટેઈલવાઈનરેડઅનેસફાયરબ્લુસાથેઆવેછે.

ઉત્પાદનની વિશિષ્ટતાઓ
⦁ ABS (એન્ટી- લોક બ્રેકિંગ સિસ્ટમ)- તેના સેગમેન્ટમાં પ્રથમ વખત
⦁ અચાનક બ્રેક મારવાની સ્થિતિમાં સારી સ્થિરતા અને નિયંત્રણ માટે
⦁ ઈમરજન્સી બ્રેકિંગદરમિયાન ટૂંકા બ્રેકિંગ અંતર માટે
⦁ ડિજિટલ સ્પીડોમીટર
⦁ કાર્યક્ષમ સવારી માટે ગિયર સંકેત અને ગિયર માર્ગદર્શન
⦁ સંકલિત DRL સાથે હેડલેમ્પ જે સ્પષ્ટ દ્રશ્યતા પ્રદાન કરે છે અને શૈલી ઉમેરે છે.
⦁ આગળ અને પાછળનું (નાઈટ્રોક્સ સાથે) સસ્પેન્શન, જે ખાડાઓમાં ઓછા ધક્કા આપે છે.
⦁ લાંબી ગાદીવાળી સીટ જે સવાર અને સવારીને આરામ આપે છે.

Product Image

Technical Specifications (Platina110 ABS)
Engine Type Nature air cooled, DTS-i
Engine Capacity (cc) 115.45
Bore x Stroke (mm) 50 X 58.8
Power (KW @ RPM) 6.33 @ 7000
Power (PS @ RPM) 8.6 @ 7000
Torque (Nm @ RPM) 9.81 @ 5000
Top Speed (Kmph) 90
Transmission Type 5 Speed (All Down Shift)
Frame Structure Tubular Single Down Tube with Lower Cradle frame
Brake Type – Front 240 mm disc with single channel ABS
Brake Type – Rear 110 mm drum with CBS
Fuel Tank Capacity (Litres) 10.5
Digital Speedometer ABS indication, gear indication, & gear guidance


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.