Audi ઇન્ડિયાએ 2022ના પ્રથમ તબક્કામાં 49% વૃદ્ધિ નોંધાવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • બ્રાન્ડ માટે સતત વૃદ્ધિ: 2021માં 101% વૃદ્ધિ
  • વેચાણમાં સકારાત્મક વેગ:Audi ઇન્ડિયાએ પાછલા વર્ષના સમાન ગાળામાં 1181 યુનિટ ડિલીવર કર્યા હતા તેની સામે 1765 નવી કાર ડિલીવર કરી
  • ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સાથે આગળ વધી રહી છે: Audi ઇ-ટ્રોન 50, Audi ઇ-ટ્રોન 55, Audi ઇ-ટ્રોન સ્પોર્ટબેક 55, Audi ઇ-ટ્રોન જીટી અને Audi RS ઇ-ટ્રોન જીટી
  • નવા લોન્ચીઝ ઉપભોક્તાઓની મનોવૃત્તિને પ્રોત્સાહન આપે છેઃ Audi Q5 અને Audi Q7એ ગ્રાહકોને રોમાંચિત કરવાનું સતત રાખ્યુ છે
  • 2022માં પ્રોડક્ટ રેન્જ માટે સતત માગ અને મજબૂત ઓર્ડર બેન્ક

 

જર્મન લક્ઝરી કાર ઉત્પાદક AUDIએ આજે ઘોષણા કરી છે કે તેણે જાન્યુઆરી – જૂન 2022ના સમયગાળામાં 1765 એકમોનું છૂટક વેચાણ કર્યું છે, જે નવી પ્રોડક્ટ રજૂઆત અને ઓડી ઇ-ટ્રોન રેન્જ, Audi Q5, Audi Q7, Audi A4, Audi A6 અને S/RS મોડલની સતત માંગથી પ્રેરીત છે. Audi ઈન્ડિયાએ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 49%ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

Audi ઈન્ડિયાના વડા શ્રી બલબીરસિંહ ઢિલ્લોને જણાવ્યું હતું કે, “2022ના પ્રથમ છ મહિનામાં 49%ની તંદુરસ્ત વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. અમે અમારા ઈલેક્ટ્રિક વાહનો – Audi ઈ-ટ્રોન 50 અને 55, Audi ઈ-ટ્રોન સ્પોર્ટબેક અને Audi ઈ-ટ્રોન જીટી રેન્જ સાથે ઇલેક્ટ્રિક શ્રેણીમાં આગળ વધવાનું ચાલુ રાખીએ છીએ. Audi Q5, Audi Q7, Audi A4 અને Audi A6 સહિતનો અમારો પેટ્રોલ-સંચાલિત પોર્ટફોલિયો સારો દેખાવ કરી રહ્યો છે અને અમારા S/RS મોડલ 2022 માટે મજબૂત ઓર્ડર બેંક સાથે મજબૂત રહે છે. હવે અમે બધા અમારી સૌપ્રથમ સેડાન Audi A8 Lને ભારતમાં 12 જુલાઈ, 2022ના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છીએ.”

Audi ઇન્ડિયાએ તાજેતરમાં દેશમાં પંદર ગૌરવશાળી વર્ષની ઉજવણી કરવા સેગમેન્ટમાં સૌપ્રથમ પહેલની જાહેરાત કરી હતી. બ્રાંડે 01 જૂન, 2022 થી આ વર્ષે વેચાયેલી તમામ કાર માટે અમર્યાદિત માઇલેજ સાથે પાંચ વર્ષ માટે વોરંટી કવરેજ રજૂ કર્યું હતુ. વધુમાં, બ્રાન્ડે Audi ક્લબ રિવર્ડ્સ લોન્ચ કર્યા હતા – આ એક એવો પ્રોગ્રામ જે વિશિષ્ટ ઍક્સેસ, સેગમેન્ટમાં-પ્રથમ વિશેષાધિકારો અને યોગ્ય અનુભવો પ્રદાન કરે છે. તમામ હાલના માલિકો (ઑડી દ્વારા મંજૂર: વત્તા માલિકો સહિત) અને ઑડી ઇન્ડિયાના ભાવિ ગ્રાહકોને સેગમેન્ટમાં સૌપ્રથમ વખત વિશેષાધિકારો અને જરૂરિયાત અનુસારના અનુભવો પ્રદાન કરે છે.

Audi ઈન્ડિયા તેની પ્રિ-ઓન્ડ કાર બિઝનેસ Audi એપ્રુવ્ડઃ પ્લસનું ભારતમાં વ્યવસાયનું વિસ્તરણ ચાલુ રાખે છે. હાલમાં સોળ ઑડી એપ્રુવ્ડ: પ્લસ શોરૂમ સાથે દેશના તમામ મુખ્ય કેન્દ્રમાં કાર્યરત છે, ઑડી ઈન્ડિયા ઝડપથી વિસ્તરી રહી છે અને 2022 ના અંત સુધીમાં વીસ પ્રિ-ઓન્ડ કાર સુવિધાઓ હશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.