ઓડી ઇન્ડિયાએ સફળ 2021ની ઉજવણી માટે A4 પ્રિમીયમ રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • હાલમાં જેની ઓફર કરાઇ રહી છે તેવા બે વેરિયાંટ્સમાં ઉમેરણ(પ્રિમીયમ પ્લસ અને ટેકનોલોજી)
  • 0 લિટીર TFSI પેટ્રોલ એન્જનથી સજ્જ, જે 140 kW (190 hp) અને 320 Nmનો ટોર્ક પેદા કરે છે
  • ઓડી A4 40 TFSI 3 સેકંડ્ઝમાં પ્રતિ કલાક 100 કિમીની ઝડપ પકડે છે
  • 65 cm MMI સેન્ટ્રલ ટચસ્ક્રીન
  • ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમમાં ઓડી સાઉન્ડ સિસ્ટમ, ઓડી સ્માર્ટફોન ઇનટરફેસ, ઓડી ફોનબોક્સ લાઇટ સાથે વાયરલેસ ચાર્જીંગ
  • સિંગલ ઝોન ઓટો એરકન્ડીશનીગ, 6 એરબેગ્સ અને સિંગલ કલર એમ્બીયન્ટ લાઇટીંગ
  • એક્સ શોરૂમની કિંમત રૂ. 39,99,000

 

જર્મન કાર ઉત્પાદક ઓડીએ સફળ 2021ની ઉજવણી કરવા આજે નવા ઓડી A4ઓડી A4 પ્રિમીયમના નવા વેરિયાંટની આજે ઘોષણા કરી હતી. ઓડી A4, તેની પાંચમી જનરેશનમાં નવીડિઝાઇન અને શક્તિશાળી 2.0 લિટર પેટ્રોલ એન્જિન ધરાવે છે, જે 140 kW (190 hp)નો પાવર અને 320 Nmનો ટોર્ક પેદા કરે છે.

 ઓડી A4 પ્રિમીયમ પ્રવર્તમાન લાઇનઅપમાં ઉમેરણ છે જેમાં A4 પ્રિમીયમ પ્લસ અને A4 ટેકનોલોજી વેરિયાંટસનો સમાવેશ થાય છે. ઓડી A4 પ્રિમીયમની એક્સ શોરૂમ કિંમત 39,99,000 છે. 

“ઓડી A4ને જાન્યુઆરીમાં લોન્ચ કરી ત્યારથી જ સુંદર પ્રતિસાદ પ્રાપ્ત કર્યો છે – આ એક એવી કાર છે જે બ્રાન્ડ માટે ઐતિસાહિક રીતે જ વોલ્યુમ સેલર પૂરવાર થઇ છે. 2021માં બ્રાન્ડની સફળતાને ઉજવવા માટે નવા વેરિયાંટ ઓડી A4 પ્રિમીયમને રજૂ કરતા ખુશ છીએ. આ સમય ઉજવણીનો છે અને અમે ત્રણ ટ્રીમ લેવલ્સમાંથી ગ્રાહકોને પસંદગી આપી શકવા માટે સક્ષમ છીએ તેનાથી વધુ ખુશ કેવી રીતે થઇ શકીએ. મને આત્મવિશ્વાસ છે કે આ બાબત વધુને વધુ ગ્રાહકોને કાયમ વૃદ્ધિ પામતા ઔડી પરિવારમાં ખેંચી લાવશે.”

ઓડી A4 પ્રિમીયમ તેની મલ્ટી ડાયમેન્શનલ ડિઝાઇન સાથે દરરોજના ડ્રાઇવીંગ માટે યોગ્ય છે અને રોમાચંક, આનંદિત ડ્રાઇવ આપે છે. આરામ, સુરક્ષા અને વ્યવહારુતા માટે તૈયાર કરાયેલ આ કાર એક કરતા વધુ પાવર, ટેકનોલોજી અને કાર્યક્ષમતાના અદ્યતન ફીચર્સથી સજ્જ છે.

ઓડી A4 પ્રિમીયમના ઇક્વીપમેન્ટની યાદીમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • સિગ્નેચર ડે ટાઇમ રનિંગ લાઇટ સાથે
  • એલઇડી રીઅર કોમ્બિનેશન લાઇટ્સ
  • ગ્લાસ સનરૂફ
  • ઓડી સાઉન્ડ સિસ્ટમ
  • ઓડી સ્માર્ટફોન ઈન્ટરફેસ
  • વાયરલેસ ચાર્જિંગ સાથે ઓડી ફોન બોક્સ લાઇટ
  • પાર્કિંગ એઇડ પ્લસ અને રીઅર વ્યુ કેમેરા
  • ઓડી ડ્રાઇવ સિલેક્ટ ›
  • સિંગલ ઝોન ડીલક્સ ઓટોમેટિક એર કન્ડીશનીંગ
  • 65 cm સેન્ટ્રલ MMI ટચ સ્ક્રીન
  • કલર ડિસ્પ્લે સાથે ડ્રાઈવર માહિતી સિસ્ટમ
  • એમ્બિયન્ટ લાઇટિંગ – સિંગલ કલર
  • 6 એરબેગ્સ
  • ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ આગળની બેઠકો
  • એલ્યુમિનિયમ એલિપ્સમાં ઇનલેઝ
  • ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ, ઓટો ફોલ્ડિંગ અને એન્ટિ-ગ્લેયર સાથે હિટેડ એક્સટેરીયર મિરર્સ
  • લેધર/લેધરેટ અપહોલ્સ્ટરી ›
  • આગળની બેઠકો માટે 4-વે લુંબર સપોર્ટ ›
  • ઓટોમેટિક એન્ટિ-ગ્લેયર એક્શન સાથે ફ્રેમલેસ ઇન્ટિરિયર મિરર્સ ›
  • સ્પીડ લિમિટર સાથે ક્રુઝ નિયંત્રણ

ઓડી A4ની હાલમાં ત્રણ ટ્રીમ્સમં ઓફર કરવામાં આવી રહી છે: પ્રિમીયમ, પ્રિમીયમ પ્લસ અને ટેકનોલોજી અને ગ્રાહકો પાંચ એક્સટેરીયર કલર્સ અને બે ઇન્ટેરિયર કલર્સમાંથી પસંદગી કરી શકે છે

 

વેરિયાંટ કિંમત
ઓડી A4 પ્રિમીયમ રૂ. 39,99,000 એક્સ શોરૂમ
ઓડી A4 પ્રિમીયમ પ્લસ રૂ. 43,69,000 એક્સ શોરૂમ
ઓડી A4 ટેકનલોજી રૂ. 47,61,000 એક્સ શોરૂમ

 

 

ઓડી ગ્રુપ, તેની બ્રાન્ડ્સ ઓડી, ડુકાટી અને લેમ્બોર્ગિની સાથે, પ્રીમિયમ સેગમેન્ટમાં ઓટોમોબાઈલ અને મોટરસાઈકલના સૌથી સફળ ઉત્પાદકોમાંનું એક છે. તે વિશ્વભરના 100થી વધુ બજારોમાં હાજર છે અને 12 દેશોમાં 19 સ્થળોએ ઉત્પાદન કરે છે. ઓડી AG ની 100 ટકા પેટાકંપનીઓમાં ઓડી સ્પોર્ટ GmbH (નેકરસુલમ, જર્મની), ઓટોમોબિલી લેમ્બોર્ગિની S.p.A. (Sant’Agata Bolognese, Italy), અને ડૂકાટી મોટર હોલ્ડિંગ S.p.A. (બોલોગ્ના/ઇટાલી)નો સમાવેશ થાય છે.

2020માં, ઓડી ગ્રૂપે ગ્રાહકોને ઓડી બ્રાન્ડની લગભગ 1.693 મિલિયન ઓટોમોબાઈલ, લેમ્બોર્ગિની બ્રાન્ડની 7,430 સ્પોર્ટ્સ કાર અને ડુકાટી બ્રાન્ડની 48,042 મોટરસાયકલો ડિલીવર કરી છે. 2020ના નાણાકીય વર્ષમાં, ઓડી AG એ 50.0 અબજ પાઉન્ડની કુલ આવક અને 2.7 અબજ પાઉન્ડની વિશેષ વસ્તુઓ પહેલાં ઓપરેટિંગ નફો હાંસલ કર્યો હતો. હાલમાં, સમગ્ર વિશ્વમાં 87,000 લોકો કંપની માટે કામ કરે છે, જેમાંથી 60,000 જર્મનીમાં છે. નવા મોડલ્સ, નવીન ગતિશીલતા ઓફરિંગ અને અન્ય આકર્ષક સેવાઓ સાથે, ઓડી ટકાઉ, વ્યક્તિગત પ્રિમીયમ મોબિલીટી પૂરી પાડનાર પ્રદાતા બની ગઇ છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.