![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Audi-Q7-Limited-Edited-Barrique-Brown-rolling-out-of-the-SAVWIPL-Aurangabad-plant.jpg)
ઓડી ઇન્ડિયાએ તહેવારની સિઝન માટે ઓડી Q7 લિમીટેડ એડિશન લોન્ચ કરી
જર્મન લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ આજે આગામી તહેવારની ઉજવણી માટે ઓડી Q7ની લિમીટેડ એડિશન લોન્ચ કરી હોવાની ઘોષણા કરી છે. નવી ઓડી Q7 ટેકનોલોજી વેરિયાંટ અને એક્સક્લુસિવ બેરિક બ્રાઉન કલરમાં ફક્ત ૫૦ યુનિટમાટે ઉપલબ્ધ રહેશે. ઓડી ઊ૭ ટેકનોલોજી વેરિયાંટની એક્સ શોરુમ કિંમત રૂ. ૮૮,૦૮,૦૦૦ છે. ઓડી ઇન્ડિયાના વડા બલબીર સિંઘ ઢિલ્લોનએ જણાવ્યું હતુ કે,“નવી ઓડી Q7 એક્સક્લુસિવ કલર બેરિક બ્રાઉન તદ્દન અલગ પડે છે અને દરેકનું ધ્યાન ખેંચે છે. આગામી તહેવારની સિઝન સાથે, અમારા ગ્રાહકો જે લોકો નવી લિમીટેડ એડિશન ઓડી ઊ૭ ધરાવે છે તેમને ‘બહુ થોડામાં એક્સક્લુસિવીટી’નો વિકલ્પ આપવા માગીએ છીએ. ઓડી Q7નું સર્વોતમુખી પર્ફોમન્સ ઓન અને ઓફ રોડ પર કી ટ્રેઇટ છે જે તેને અન્યોથી અલગ પાડે છે