11.6 ઈંચની સ્ક્રીન અને રગ્ડ ડિઝાઈન વાળું આસુસનું ‘CX1101’ ક્રોમબુક લોન્ચ થયું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

તાઈવાનની ટેક કંપની આસુસે ભારતમાં તેનું લેટેસ્ટ ક્રોમબુક લોન્ચ કર્યું છે. તેનો મોડેલ નંબર ‘CX1101’ છે. એન્ટિ ગ્લેયર HD ડિસ્પ્લેથી સજ્જ આ લેપટોપને રગ્ડ ડિઝાઈન માટે MIL-STD 810H સર્ટિફિકેટ મળ્યું છે. આ લેપટોપની કિંમત મિડ રેન્જ સ્માર્ટફોન જેટલી જ છે.

કિંમત અને અવેલેબિલિટી
આ ક્રોમબુકની પ્રારંભિક કિંમત 19,999 રૂપિયા છે. 15 ડિસેમ્બરથી ફ્લિપકાર્ટ પર તેનો સેલ શરૂ થશે. 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1009 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. અર્થાત માત્ર 18,990 રૂપિયામાં લેપટોપની ખરીદી કરી શકાશે.

આસુસ ક્રોમબુક CX1101નાં સ્પેસિફિકેશન

આ લેપટોપમાં 11.6 ઈંચની એન્ટિ ગ્લેયર HD LCD ડિસ્પ્લે મળે છે. આ ડિસ્પ્લેની બ્રાઈટનેસ 220 નિટ્સ છે. તેનું રિઝોલ્યુશન 1366×768 પિક્સલ છે. તેમાં ડ્યુઅલ કોર ઈન્ટેલ સેલેરોન N4020 પ્રોસેસર, 4GB LPDDR4 રેમ અને 64GB eMMC સ્ટોરેજ મળે છે.

આ લેપટોપ ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
ક્રોમબુકને રગ્ડ ડિઝાઈનનું સર્ટિફિકેશન મળ્યું છે. તેમાં મેટલ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ક્રીન લિડને 180 ડિગ્રી સુધી રોટેટ કરી શકાય છે.

આ ક્રોમબુકમાં 3 સેલથી સજ્જ 42Whr બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જ પર લેપટોપ 13 કલાકનું બેકઅપ આપે છે. તે 45W USB-Type C ચાર્જિંગ સપોર્ટ કરે છે.
લેપટોપમાં વીડિયો કોલિંગ માટે 720p HDનો ફ્રન્ટ કેમેરા છે. સારી ઓડિયો ક્વોલિટી માટે તેમાં બિલ્ટ ઈન માઈક્રોફોન અને બિલ્ટ ઈન સ્ટીરિયો 2W સ્પીકર્સ છે.
કનેક્ટિવિટી માટે લેપટોપમાં 2 USB 3.2 Type-C પોર્ટ, 2 USB 3.2 Type-A પોર્ટ, માઈક્રો SD કાર્ડ રીડર, 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન મળે છે. લેપટોપનું ડાયમેન્શન 291.6×200.9×19.5mm અને વજન 1.24 કિલોગ્રામ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.