Appleને થયો જબરો ફાયદો, બોક્સમાં ઈયરફોન અને ચાર્જર ન આપવાથી થઈ રહી છે તગડી કમાણી.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

Appleએ આ વખતે iPhoneની સાથે બોક્સમાં ચાર્જર ન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જેને લઈ અમુક લોકો નારાજ થયા હતા, તો અમુક લોકો તેનાથી સંતુષ્ટ હતા. એપ્પલ કોઈપણ આઈફોનની સાથે બોક્સમાં ચાર્જર અને ઈયરફોન્સ આપશે નહીં. કંપનીએ દલીલમાં કહ્યું હતું કે, તેનાથી કાર્બન એમિશન ઘટાડી શકાય છે. ભલે એપ્પલે આ દલીલ આપી હોય, પણ બોક્સમાં ચાર્જર ન આપવાને કારણે કંપનીની કમાણીમાં જબ્બર વધારો થયો છે. લોકો અલગથી Type C ચાર્જર કે વાયરલેસ ચાર્જર ખરીદવા માટે મજબૂર બન્યા છે. એક રિપોર્ટ અનુસાર iPhone 12 સીરિઝ લોન્ચ થયા બાદથી જ Apple AirPodsના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે.

એપ્પલે બોક્સમાંથી વાયર્ડ ઈયરફોન હટાવી લીધા છે. પણ અમેરિકામાં કંપનીએ Beats બ્રાન્ડ હેઠળ Flex નેકબેન્ડ ઈયરફોન્સ લોન્ચ કરી દીધા છે. હવે તેના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020ના બીજા ત્રિમાસિકમાં Aipods TWS કેટેગરીમાં ટોપ સેલિંગ પ્રોડક્ટસ રહ્યા છે. કાઉન્ટરપોઈન્ટ પ્રમાણે ગ્લોબલ માર્કેટ શેર 35 ટકા થઈ ગયો છે. હવે દેખીતી વાત છે કે વાયર્ડ ઈયરફોન્સ ન આપવાને કારણે લોકો વાયર્ડ ઈયરફોન્સ ખરીદશે કે પછી Apple AirPods ખરીદશે. અને બીજી ધ્યાન દેવા વાત એ છે કે, iPhone 12ની સાથે MagSafe વાયરલેસ ચાર્જિંગ નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. એપ્પલ પોતાની વેબસાઈટ પર અલગથી 4500 રૂપિયાનું MagSafe Charger પણ વેચી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.