એમેઝોન દ્વારા ભારતમાં તેના ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામની આગામી ઉત્ક્રાંતિ રજૂ કરવામાં આવી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવી ઓફર ઊભરતા વેપાર સાહસિકો પોતાની ડિલિવરી કંપનીઓ બનાવી શકે તે માટે ઓપરેશન્સ અને લોજિસ્ટિક્સમાં એમેઝોનના અનુભવને એકત્ર લાવે છે

આજે એમેઝોન દ્વારા ભારતમાં તેનો ડિલિવરી સર્વિસ પાર્ટનર (ડીએસપી) પ્રોગ્રામની નવી ઉત્ક્રાંતિ રજૂ કરવામાં આવી રહી છે, જે ડિલિવરી અનુભવ બહુ ઓછો કે બિલકુલ નહીં હોય તેવા ઊભરતા વેપાર સાહસિકોને પણ તેમના પોતાના ડિલિવરી વેપારો વિકસાવવા અને રજૂ કરવા માટે મદદરૂપ થશે. આ નવા નાના વેપાર માલિકોને એમેઝોનના 20 વર્ષથી વધુ સંચાલન અનુભવ, કક્ષામાં અવ્વલ ટેકનોલોજી અને એમેઝોન પેકેજીસ સુરક્ષિત અને સફળતાથી પ્રદાન કરવા માટે આવશ્યક ખાસ મડાગાંઠ કરેલી સેવાઓ અને અસ્કયામતોની શ્રેણીને પીઠબળ આપીને ટેકો આપવામાં આવે છે.
અમને સેંકડો વેપાર માલિકો ડિલિવરી સર્વિસ પાર્ટનર પ્રોગ્રામ થકી વૃદ્ધિ પામી રહ્યા છે અને તેનો લાભ લઈ રહ્યા છે તે બદલ બેહદ ગૌરવની લાગણી થાય છે. પ્રોગ્રામની વૃદ્ધિ સાથે અમે અમારી ડીએસપી અને તેમના સહયોગીઓ માટે અનુભવ બહેતર બનાવવા માટે નવીનતા લાવ્યા છીએ. નવી ઓફર ઈન્ક્યુબેટર તરીકે કામકરશે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં ઊભરતા વેપાર સાહસિકો માટે ઝડપી વૃદ્ધિની તકો અભિમુખ બનાવશે, જેઓ વધારાની નોકરીની તકો અને તેમના પોતાના વેપાર સાહસિક પ્રવાસ માટે મજબૂત પાયો નિર્માણ કરવા સાથે તેમના સહયોગીઓ માટે ઉત્તમ કાર્ય વાતાવરણ નિર્માણ કરી શકશે, એમેઝોનના કસ્ટમર ફુલફિલમેન્ટ, એપીએસી, એમઈએનએ અને એલએટીએએમના વીપી અખિલ સકસેનાએ જણાવ્યું હતું.
એમેઝોન ઈન્ડિયાએ પ્રોગ્રામ થકી 40થી વધુ નવી ડીએસપીની પ્રથમ બેચ ઓન-બોર્ડ કરી દીધી છે અને ભવિષ્યમાં વેપાર સાહસિકો માટે વધુ તકો ખુલ્લી કરશે. ડીએસપી પ્રોગ્રામમાં આ નવી ઉત્ક્રાંતિ યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા, યુનાઈટેડ કિંગડમ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, આયરલેન્ડ, બ્રાઝિલ, નેધરલેન્ડ્સ અને હવે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે, જે નાના વેપારોને તેમના સ્થાનિક સમુદાયોમાં હજારો નોકરીની તકો ઊભી કરવામાં મદદરૂપ થશે.
ડિલિવરી નેટવર્ક વિકસાવવાનો સૌથી મોટો પડકાર તેમના સમુદાયો અને નાના વેપાર માલિકોને ઉતતમ કામગીરી કરવા માટે સમજે એવી ઉત્તમ ટીમો નિર્માણ કરવા માટે ડિલિવરી નેટવર્ક વિકસાવવાનોછે. તેઓ તેમના વેપારોને ફૂલવાફાલવા મદદરૂપ થતાં એકધાર્યા વોલ્યુમ, લોજિસ્ટિક્સ અનુભવ, ટેકનોલોજી અને કસ્ટમ સંસાધનો સાથે તેમને ટેકો આપે તે સાથે તેમના સમુદાયો ઉત્તમ સહયોગીઓ રોકે અને વિકસાવે છે. એમેઝોને ડીએસપી પ્રોગ્રામ લોન્ચ કર્યો ત્યારથી ડીએસપી માટે નવાં ખાસ ટૂલ્સ સાથે વૈશ્વિક સ્તરે ટેકનોલોજીમાં લગભગ 1 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ રોકાણને કારણે 2500 નાની લોજિસ્ટિક્સ કંપનીઓ ભાર આપી રહી છે અને દુનિયાભરમાં ડીએ માટે હજારો નોકરીઓ નિર્માણ કરી છે.
ડીએસપી પ્રોગ્રામ ભારતમાં સૌપ્રથમ લોન્ચ કરવામાં આવ્યો ત્યારથી તેણે એસએમબી માટે વૃદ્ધિની ક્ષિતિજો પૂરી પાડવામાં મદદ કરવા સાથે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં પહોંચવામાં તેને મદદ મળી છે. પ્રોગ્રામ ભારતમાં 300થી વધુ વેપાર સાહસિકો ધરાવે છે, જે હજારો સ્થાનિકો માટે નોકરીઓ નિર્માણ કરતાં 750 શહેરો અને નગરોમાં 1500થી વધુ ડિલિવરી સર્વિસ પાર્ટનર સ્ટેશન્સનું વ્યવસ્થાપન કરે છે. આ ઓફરના લોન્ચ સાથે એમેઝોન ઈન્ડિયાએ તેનું લાસ્ટ માઈલ નેટવર્ક અને પહોંચને વધુ મજબૂત બનાવ્યાં છે.
છેલ્લા 16 મહિનામાં દેશ જે પરિસ્થિતિમાંથી ગુજરી રહ્યો છે તે જોતાં નવીનતા અને સુચારુ સપોર્ટ સિસ્ટમ નાના વેપારોને ઊભરવા અને સ્થિતિસ્થાપકતા નિર્માણ કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. સંપૂર્ણ નવા અવકાશમાં સાહસ ખેડ્યું છે તેમને માટે આ ઓફરે મને સક્ષમ વેપાર માટે મજબૂત પાયો નિર્માણ કરવા સર્વ જરૂરી જ્ઞાન અને સાધનોથી મને સુસજ્જ કર્યો છે. આસાન ઓનબોર્ડિંગ પ્રક્રિયા, હાથોહાથની તાલીમ, એમેઝોનની ટેકનોલોજી અને લોજિસ્ટિક્સ નિપુણતા સાથે ઓન-ડિમાન્ડ સપરોટ સાથે હું મૂડીની બચત કરવા સાથે મારા પ્રવાસના આરંભથી જ નવો ચીલો ચાતરી શક્યો છું, એમ ડીએસપી પ્રોગ્રામના પાર્ટનર અંશુલ દુબેએ જણાવ્યું હતું.
એમેઝોન ઈન્ડિયાએ આ પ્રોગ્રામમાં વેપાર સાહસિકોની પ્રથમ બેચને ઓન-બોર્ડ કરી દીધી છે ત્યારે તે ઈચ્છુક ઉમેદવારોની અરજી કરવા અને અલગ અલગ પ્રદેશોમાં ખૂલવા માટે આવશ્યક અનુસાર પ્રોગ્રામનો હિસ્સો બનવા આમંત્રણ આપવાનું ચાલુ રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.