એમેઝોને બોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાને લઇને પોતાની ડિજિટલ પેમેન્ટ બ્રાન્ડ એમેઝોન પે માટે નવું અભિયાન: ‘બિલપેમેન્ટ કા સ્માર્ટર વે’ શરૂ કર્યું
રાષ્ટ્રીય, 18 ઑગસ્ટ 2023: એમેઝોન દ્વારા બહુમુખી પ્રતિભાશાળીબોલિવૂડ સ્ટાર આયુષ્માન ખુરાનાને લઇને પોતાની બ્રાન્ડ એમેઝોન પે માટેનુંનવું અભિયાન – ‘બિલ પેમેન્ટ્સ કા સ્માર્ટર વે’ શરૂ કરવામાં આવ્યું છે. કેવીરીતે ગ્રાહકો તેમના તમામ બિલને એક જ જગ્યાએ મેનેજ કરવાની વધુ સ્માર્ટ, નવા જમાનાની રીતનો આનંદ માણી શકે છે – જેનાથી તેમના બિલ માટેસમયસર રિમાઇન્ડર તેમને વિલંબ પર લાગતા દંડ અને પેનલ્ટી ટાળવામાંમદદ મળે છે તે વિચાર પર આ અભિયાનમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ગ્રાહકો એમેઝોન પે બેલેન્સ અને એમેઝોન પે લેટરનો ઉપયોગ કરીને અનુકૂળઅને સુપર-ફાસ્ટ 1-ક્લિક બિલ પેમેન્ટનો અનુભવ પણ માણે છે અને માત્ર 5 સેકન્ડથી ઓછા સમયમાં બિલ ચુકવે છે. ગ્રાહકો પાસે તેમના રિચાર્જ અનેબિલ માટે UPI અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચુકવણી કરવા જેવા તેમનીપસંદગીના પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે. આ અભિયાનથી, એમેઝોન પેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના દૈનિક ટ્રાન્ઝેક્શનો માટે ઓફરો/રિવોર્ડ્સ આપવાની સાથે જ તેમના બિલ પેમેન્ટ અને રિચાર્જ માટે ત્વરિત અને અવરોધરહિત અનુભવ આપવાનો છે.
પ્રોડક્ટ વિશે બોલતા, યુઝર ગ્રોથના ડાયરેક્ટર અને એમેઝોન પે ઇન્ડિયાના CMO અનુરાધા અગ્રવાલે જણાવ્યું હતું કે, “આજની ઝડપીદુનિયામાં, બિલ મેનેજ કરવા, દરેકની ચુકવણીની નિર્ધારિત તારીખો યાદ રાખવી, છુપાયેલા ચાર્જ/દંડ તેમજ ચુકવણી માટે શ્રેષ્ઠ રીતો પસંદ કરવી, આ બધુ જ કરવામાં ખૂબ સમય ખર્ચાઇ જાય છે અને આ અનુભવ બોજારૂપલાગે છે. ‘બિલ પેમેન્ટ્સ કા સ્માર્ટર વે’ ગ્રાહકો માટે રિચાર્જ અને બિલનીચુકવણીના અનુભવને સરળ અને આધુનિક બનાવવાનો અમારો પ્રયાસ છે.
એમેઝોન પે આવા રોજિંદા ટ્રાન્ઝેક્શનને સરળ, વધુ સુરક્ષિત, ઝડપી અનેઆ રીતે તેને ‘સ્માર્ટ’ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. ગ્રાહકોની સમસ્યાઓનુંનિરાકરણ લાવે, બજારમાં નવતર હોય અને ગ્રાહકોને ચુકવણીનો અજોડઅનુભવ માણવા પ્રોત્સાહિત કરે તેવા આ પ્રકારના સર્વગ્રાહી અભિયાનોઅને ઉકેલો લાવવાનું અમે ચાલુ રાખીશું.”
આ અભિયાન વિશે બોલતા, IN & EM પ્રાઇમ એન્ડ માર્કેટિંગના ડાયરેક્ટર રવિ દેસાઇએ જણાવ્યું હતું કે “અમારું અભિયાન ‘બિલ પેમેન્ટ્સકા સ્માર્ટર વે’માં એક બુદ્ધિશાળી વિચાર કેવી રીતે બિલના પેમેન્ટ જેવારોજબરોજના કાર્યોનો પૂરા કરવાના આપણા અભિગમમાં પરિવર્તન લાવે છે તેનું આકર્ષક નિરૂપણ કર્યું છે. મૂળ વિચાર એમેઝન પે દ્વારા બિલની ચુકવણી જેવા નિયમિત કાર્યો માટે પૂરા પાડવામાં આવતા કાર્યક્ષમ ઉકેલોને રમૂજ સાથે સર્જનાત્મક રીતે જીવંત કરવાનો છે.
જે સમગ્ર પ્રમોશનલ સ્ટોરીલાઇનમાં જોઇ શકાય છે. તે ઝંઝટભર્યા ચુકવણીના અનુભવમાંથી મુક્તિ દર્શાવે છે, કારણ કે તેમાં બિલની ચુકવણી અને દૈનિક કાર્યો પ્રત્યેના અભિગમ માટેની વધુ સ્માર્ટ રીતની શોધનું નોંધનીય વર્ણન કરેલું છે. ગ્રાહકોએ અનિવાર્યપણે સંખ્યાબંધ એપમાં સાઇન અપ કરીને તેમના બિલની ચુકવણી કરવી પડે છે, છતાં અનેકવાર તેઓ ભૂલ જવાના કારણે અગવડતા અનુભવે છે. અમારો ઉદ્દેશ તેમને આ હલબલાવીને આ જડતામાંથી બહાર લાવવાનો અને તેમને આવા રોજિંદા પેમેન્ટ તેમજ બીજા ઘણા કાર્યો કરવા માટે વધુ સ્માર્ટ ઉકેલ તરીકે એમેઝોન પે અપનાવવા માટે વિચાર કરવાનું કહેવાનો છે.”