એમેઝોન બિઝનેસે ઑન-ધ-ગો ખરીદીની સુવિધા પૂરી પાડવા નવી એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ લૉન્ચ કરી 

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એમેઝોન બિઝનેસે બિઝનેસ કસ્ટમર્સની ખરીદીના અનુભવને વધારે બહેતર બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી નવી એન્ડ્રોઇડ અને iOS સિસ્ટમ ઉપર સંચાલિત એપ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી અને વિશિષ્ટ એપની શરૂઆત સાથે, ગ્રાહકો હવે તેમના વ્યવસાય ચલાવવા માટે જરૂરી સપ્લાયનો ઓર્ડર કરવા ડેસ્કટોપ/લેપટોપની ઉપલબ્ધી માટે રાહ જોયા વગર સરળતાથી ખાસ બિઝનેસ માટે તૈયાર કરવામાં આવેલી ઑન-ધ-ગો સુવિધા મેળવી શકે છે.

આ લૉન્ચ અંગે જાણકારી આપતાં એમેઝોન બિઝનેસના ડિરેક્ટર સુચિત સુભાષે જણાવ્યું હતું કે, “એમેઝોન ખાતે અમે અવિરતપણે નવીન શોધ કરવા ગ્રાહકલક્ષી અભિગમ અનુસરીએ છીએ અને ગ્રાહકોને શોપિંગનો શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાનો પ્રયાસ કરીએ છીએ. એમેઝોન બિઝનેસ એપની શરૂઆત બિઝનેસ ગ્રાહકોના શોપિંગ અનુભવ વધુ સરળ અને મુશ્કેલ રહીત બનાવવાના ભાગરૂપે કરવામાં આવી છે. નવી લૉન્ચ કરવામાં આવેલી એમેઝોન બિઝનેસ એપ દ્વારા, અમે ઑન-ધ-ગો સ્પર્ધાત્મક કિંમતો, પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણીમાંથી ઉપલબ્ધી, બલ્ક ડિસ્કાઉન્ટ અને બિઝનેસ એક્સક્લુઝિવ ફિચર્સ પૂરા પાડીને વિવિધ લાભો પૂરા પાડવા માટે સક્ષમ બની શકીશું. માત્ર આટલું જ નહીં, આ એપ ગ્રાહકોને સમયસર રિમાઇન્ડર્સ અને અપડેટ્સ દ્વારા તેમના અનુભવને વધુ સારો બનાવીને વ્યવસાયોને મદદ પૂરી પાડશે અને આ રીતે તેઓ વધારે અસરકારક રીતે અન્ય કામગીરીઓ કરવા અને ખરીદી પ્રક્રિયા કરવા તેમનો સમય બચાવી શકશે.”

એમેઝોન બિઝનેસ એપની પ્રારંભ પહેલા, બિઝનેસ ગ્રાહકોએ એમેઝોન એપ પરથી તેમના વ્યક્તિગત એકાઉન્ટમાંથી લોગઆઉટ કરવાની અને તેમના મોબાઇલમાંથી બિઝનેસ સંબંધિત ખરીદીઓ માટે તેમના એમેઝોન બિઝનેસ એકાઉન્ટમાં લોગિન કરવાની જરૂર રહેતી હતી. વધુમાં, બિઝનેસ સંબંધિત કામગીરીઓ જેવી માત્ર બિઝનેસ એકાઉન્ટ લોગિન, વપરાશકર્તાઓને ઉમેરવા માટે સક્ષમ બનવા બિઝનેસ સેટિંગ્સની 1-ક્લિકમાં ઉપલબ્ધી, GSTIN વિગતોનું સંચાલન, પરસ્પર વહેંચાયેલી ચૂકવણીઓ સેટ કરવા અને ઑર્ડરની મંજૂરી જેવી કામગીરી માત્ર ડેસ્કટોપ/લેપટોપ ઉપર જ હાથ ધરી શકાતી હતી અને તેને એમેઝોન ઇન્ડિયા એપ ઉપર હાથ ધરી શકાતી નહોતી. નવી શરૂ કરવામાં આવેલી એપ દ્વારા આ તમામ મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે અને હવે ગ્રાહકોને સીધી જ મોબાઇલ પરથી આ બિઝનેસ સુવિધાઓ મેળવવાની સુગમતા પૂરી પાડીને બિઝનેસ ગ્રાહકોની વિશેષ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ગ્રાહકો હવે તેમના બિઝનેસ અને વ્યક્તિગત શોપિંગને એક જ એપ ઉપર બે એકાઉન્ટ વચ્ચે ફેરબદલ કરવાની જરૂરિયાત વગર અલગ રાખી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.