એલ્યુરિયને ભારતમાં એનું વિશ્વમાં અગ્રણી વજન ઘટાડવાનું સમાધાન પ્રસ્તુત કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મેદસ્વીપણામાંથી મુક્તિ અપાવવા કટિબદ્ધ કંપની એલ્યુરિયને ભારતમાં એલ્યુરિયન સ્વેલોએબલ કેપ્સૂલ પ્રસ્તુત કરી છે – આ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડિરેક્ટરોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ દ્વારા નજર રાખતું ભારતીય રાષ્ટ્રીય સત્તામંડળ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા સંપૂર્ણપણે માન્યતાપ્રાપ્ત વજન ઘટાડવાની એકમાત્ર દવા છે.

ડૉ. શાંતનુ ગૌર સ્થાપિત એલ્યુરિયન એક લક્ષ્યાંક ધરાવે છેઃ મેદસ્વીપણામાંથી મુક્તિ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોતાનો અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ડૉ. ગૌરે વર્ષ 2009માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાંથી તેમનો મેડિકલ અભ્યાસ પૂર્ણ કરીને કંપનીની સ્થાપના કરી હતી. પોતાના પાર્ટનર અને હાર્વર્ડના પૂર્વ પ્રોફેસર ડૉ. રામ ચટ્ટની સાથે સંયુક્તપણે તેમણે એલ્યુરિયન પ્રોગ્રામ માટેનું વિઝન વિકસાવ્યું હતું. એલ્યુરિયન પ્રોગ્રામનું હાર્દ છે – એલ્યુરિયન સ્વેલોએબલ કેપ્સૂલઃ વજન ઘટાડવા માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર સ્વેલોએબલ, પ્રક્રિયા વિનાનું* ગેસ્ટ્રિક બલૂન. એલ્યુરિયન સ્વેલોએબલ કેપ્સૂલ એલ્યુરિયન આઇરિસ એઆઇ પ્લેટફોર્મ દ્વારા પાવર્ડ રિમોટ પેશન્ટ મોનિટરિંગ સોલ્યુશન એલ્યુરિયન વર્ચ્યુઅલ કેર સ્યૂટ સાથે જોડવામાં આવે છે. આ સોલ્યુશનમાં એલ્યુરિયન મોબાઇલ એપ, કનેક્ટેડ સ્કેલ અને હેલ્થ ટ્રેકર સામેલ છે.

ભારતમાં મેદસ્વીપણા પર નિયંત્રણ નેશનલ ફેમિલી હેલ્થના તાજેતરના સર્વે (2019-21)માં જાણકારી મળી હતી કે, ભારતમાં વર્ષ 2016થી વર્ષ 2021 વચ્ચે મેદસ્વી મહિલાઓનું પ્રમાણ 21 ટકાથી વધીને 24 ટકા તથા મેદસ્વી પુરુષોનું પ્રમાણ 19 ટકાથી વધીને 23 ટકા થયું છે. ભોજનની નુકસાનકારક આદતો, બેઠાળું જીવનશૈલીમાં વધારો તથા સલામત અને અસરકારક સારવારોનો અભાવ – આ તમામ પરિબળોએ મેદસ્વીપણામાં વધારામાં પ્રદાન કર્યું છે, જે ડાયાબીટિસ અને હૃદયરોગ જેવા ગંભીર પરિણામો તરફ દોરી શકે છે.
⦁ અંદાજે 16 અઠવાડિયાઓમાં એલ્યુરિયન પ્રોગ્રામ પર લોકોએ શરીરના કુલ વજનના સરેરાશ 10 ટકાથી 15 ટકાનો ઘટાડો કર્યો છે1
⦁ 95% વેઇટ લોસ 1 વર્ષ જળવાઈ રહ્યું છે2
⦁ પ્લેસમેન્ટમાં 15-મિનિટ આઉટપેશન્ટ વિઝિટ સંકળાયેલી છે, જે લંચ બ્રેક દરમિયાન સંપૂર્ણ પ્રાઇવેસી જાળવીને થઈ શકશે
⦁ એલ્યુરિયન પ્રોગ્રામ માટે લાયક થવા દર્દીઓએ ઓછામાં ઓછો 27નો બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્સ) ધરાવતા હોવા જોઈએ
⦁ એલ્યુરિયન પ્રોગ્રામ ભારતમાં હેલ્થ વીમા દ્વારા આંશિક રીતે રિઇમ્બર્સ થાય છે, જે એને લાખો લોકો માટે સુલભ સમાધાન બનાવે છે
⦁ 50થી વધારે દેશોમાં 100,000થી વધારે દર્દીઓની સારવાર એલ્યુરેયિન સ્વેલોએબલ કેપ્સૂલ સાથે થઈ છે
⦁ એલ્યુરિયન વજનમાં ઘટાડો, વજનમાં જાળવણી પ્રદાન કરે છે અને ટાઇપ 2 ડાયાબીટિસ રીમિશનમાં મદદરૂપ છે3

એલ્યુરિયન પ્રોગ્રામ એવા લોકો માટે અનુકૂળ છે, જેઓ એકલા ડાયેટિંગથી તેમના વજન ઘટાડવાના લક્ષ્યાંક હાંસલ કરવા સક્ષમ નથી અથવા ઇન્વેસિવ સર્જરી કે એન્ડોસ્કોપી* કરાવવા ઇચ્છતાં નથી કે કરાવી શકતાં નથી. વળી આ ડાયાબીટિસ, વંધ્યત્વ કે કાર્ડિયોવાસ્ક્યુલર રોગ સહિત વજન સાથે સંબંધિત સહબિમારીઓ માટે એક સારવાર તરીકે પણ ઉપયોગી બની શકે છે.
ક્લિનિકની ફક્ત 15-મિનિટની મુલાકાતમાં દર્દી એલ્યુરિયન સ્વેલોએબલ કેપ્સૂલ ગળે છે – આ એક સલામત અને કામચલાઉ વેગન કેપ્સૂલ છે, જે કેપ્સૂલની અંદર કેપ્સૂલ ધરાવતો ગેસ્ટ્રિક બલૂન ધરાવે છે. આ બલૂન સાથે કેથેટર જોડાયેલું હોય છે. એક વાર પેટમાં કેપ્સૂલ પહોંચ્યા પછી હેલ્થકેર વ્યવસાયિક કેથેટરનો ઉપયોગ કરીને બલૂનને 550એમએલના પ્રવાહી સાથે ફૂલાવે છે – જેમાં કોઈ સર્જરી, એન્ડોસ્કોપી કે એનેસ્થેશિયાની જરૂર નથી. બલૂન સાચી પોઝિશનમાં છે એ સુનિશ્ચિત કરવા એક સરળ એક્સ-રે લેવામાં આવે છે. પ્લેસમેન્ટ પછી અંદાજે નાની ટેટી જેટલી સાઇઝ ધરાવતો બલૂન દર્દીના પેટમાં જગ્યા રોકે છે, પેટ ભરાયેલું હોવાનો અહેસાસ આપે છે અને ભોજનની ઇચ્છામાં ઘટાડો કરે છે. બલૂન ભૂખની લાગણી ઓછી કરે છે અને અંદાજે 16 અઠવાડિયામાં આ બલૂન ઓટોમેટિક ખાલી થઈ જાય છે અને સ્વાભાવિક રીતે શરીરમાંથી બહાર નીકળી જાય છે.
એલ્યુરિયન 58થી વધારે દેશોમાં કામગીરી ધરાવતી એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ છે. એલ્યુરિયન પ્રોગ્રામથી 100,000થી વધારે દર્દીઓની સારવાર થઈ છે અને દુનિયાભરમાં 600 ક્લિનિક્સ સાથે જોડાણમાં એલ્યુરિયનના દર્દીઓએ સંયુક્તપણે એક મિલિયન કિલોથી વધારે વજન ઉતાર્યું છે.
એલ્યુરિયનના સ્થાપક અને સીઇઓ ડૉ. શાંતનુ ગૌરે કહ્યું કે, “ભારતીય મૂળના હોવાના નાતે એલ્યુરિયન માટે ભારત એક મહત્વપૂર્ણ દેશ છે. ભારતમાં મેદસ્વીપણા અને ડાયાબીટિસનો અંત લાવવામાં મદદરૂપ થવા ભારતને અમારી પરિવર્તનકારક ટેકનોલોજીની ભેટ ધરવી મારાં વ્યવસાયિક મિશનનો ભાગ છે. લોકો તેમના લગ્ન કરવા માટે વજન ઉતારવા માગતા હોય કે વ્યસ્ત અથવા તનાવયુક્ત જીવનશૈલીને કારણે વધી ગયેલા વજનમાંથી મુક્તિ મેળવવા ઇચ્છતાં હોય, કે પછી તાજેતરમાં સ્વાસ્થ્ય સંબંધિત બિમારીથી ડરતાં હોય, તેમની ફળદ્રુપતા વધારવાની જરૂર હોય, કે ઓપરેશન અગાઉ વજન ઉતારવાની જરૂર હોય – એલ્યુરિયન પ્રોગ્રામ સમગ્ર ભારતમાં લાખો દર્દીઓ માટે જવાબ કે સમાધાન બની શકશે. ”
એલ્યુરિયન પ્રોગ્રામનું હાર્દ છે – એલ્યુરિયન વર્ચ્યુઅલ કેર સ્યૂટ, જે એક “ડિજિટલ અમ્બ્રેલા”માં એલ્યુરિયન મોબાઇલ એપ, કનેક્ટેડ સ્કેલ અને હેલ્થ ટ્રેકરનું સંકલન ધરાવે છે, જે રિમોટ પેશન્ટ મોનિટરિંગ, ટેલીહેલ્થ અને કેર ટીમ સાથે સુરક્ષિત મેસેજિંગ પ્રદાન કરે છે. સોફ્ટવેર પ્લેટફોર્મ આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગથી સંચાલિત છે, જે કેર ટીમોને તેમના દર્દીઓ અને તેમના ડેટા સાથે આદાનપ્રદાન કરવાની સુવિધા આપે છે.
એલ્યુરિયન પ્રોગ્રામ ફક્ત ડાયેટ કે કસરતની સરખામણીમાં 2.5 ગણું વધારે વજન ઉતારવા તરફ દોરી શકે છે. વધુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, આ દર્દીઓને જીવનશૈલીમાં પરિવર્તનો કરવામાં મદદરૂપ થવા કામ કરે છે, જે બલૂન શરીરમાંથી નીકળ્યાં પછી તેઓ જાળવી રાખે છે.
મોહક બેરિયાટ્રિક્સના ડૉ. મોહિત ભંડારી બેરિયાટ્રિક અને એન્ડોસ્કોપિક વેઇટ-લોસ સર્જન છે તથા ભારતમાં એલ્યુરિયન પ્રોગ્રામ ઓફર કરવામાં પથપ્રદર્શક છે. તેમણે કહ્યું કે, “ભારતમાં મેદસ્વીપણું વધી રહ્યું છે, જેમાં દર ચાર શહેરી ભારતીયમાંથી ત્રણ વધારે વજન ધરાવે છે. અત્યાર સુધી 17,000 બેરિયાટ્રિક સર્જરીઓ સાથે એશિયા પેસિફિક રિજનમાં સૌથી વધુ અનુભવી બેરિયાટ્રિક સર્જનો પૈકીના એક તરીકે મારું માનવું છે કે, વજન મેનેજમેન્ટની પ્રક્રિયામાં શરમ અનુભવવાને બદલે સામાન્ય રીતે લેવાની જરૂર છે તથા એલ્યુરિયન પ્રોગ્રામ એ દિશામાં એક સકારાત્મક પગલું છે.”
એલ્યુરિયનના ચીફ મેડિકલ ઓફિસર અને સ્થાપક પાર્ટનર ડૉ. રામ ચટ્ટનીએ ઉમેર્યું કે,: “એલ્યુરિયન શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા કટિબદ્ધ છે અને તેમની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અભ્યાસોએ એલ્યુરિયન પ્રોગ્રામની અસરકારકતા અને સલામતીની4 પુષ્ટિ કરી છે, જે દર્દીઓને 16 અઠવાડિયાઓમાં1 અંદાજે તેમના શરીરના વજનમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો કરવામાં મદદ કરે છે.
એલ્યુરિયનના ચીફ કમર્શિયલ ઓફિસર બેનોઆ કાર્ડોનો કહ્યું કે: “તમામ બજારોમાં એલ્યુરિયનની સફળતાનો વિચાર કરો – જે અમારા પ્રોગ્રામના ફાયદા અને દર્દીની અપેક્ષાઓ વચ્ચે સુસંગતાનું પરિણામ છે – તેમજ ભારતમાં મેદસ્વીપણામાં વધારાને ધ્યાનમાં રાખીને અમને દેશમાં અમારા પ્રોગ્રામ સાથે સફળતા માટે સંભવિતતાનો વિશ્વાસ છે, જ્યાં અમારું બજાર સંશોધન દર્શાવે છે કે, 10 લાખથી વધારે લોકો પોતાના મેદસ્વીપણાથી ચિંતિત છે અને આ માટે પહેલ કરવા તૈયાર છે. આ સ્થિતિમાં તેઓ એલ્યુરિયન વિશે અવશ્ય વિચાર કરશે.”
એલ્યુરિયન વિશે:
એલ્યુરિયન ટેકનોલોજીસ દુનિયાનું પ્રથમ ફૂલ-સ્ટેક વેઇટ-લોસ પ્લેટફોર્મ ઊભું કરીને મેદસ્વીપણાનો અંત લાવવા સમર્પિત છે. આ પ્લેટફોર્મનું હાર્દ છે – એલ્યુરિયન પ્રોગ્રામ, જે 360-ડિગ્રી વેઇટ લોસનો અનુભવ આપે છે, જેમાં એલ્યુરિયન સ્વેલોએબલ કેપ્સૂલ સામેલ છે – જે વજન ઘટાડવા માટે વિશ્વનો પ્રથમ અને એકમાત્ર સ્વેલોએબલ, પ્રક્રિયારહિત* ગેસ્ટ્રિક બલૂન છે. આ એલ્યુરિયન વર્ચ્યુઅલ કેર સ્યૂટ સાથે ઉપયોગમાં લેવાય છે. કેર સ્યૂટમાં એલ્યુરિયન મોબાઇલ એપ, કનેક્ટેડ સ્કેલ અને હેલ્થ ટ્રેકર ઉપભોક્તા ટૂલ્સ સામેલ છે, જે દર્દીઓ અને કેર ટીમો એમ બંનેને વજનમાં ઘટાડા પર નજર રાખવાની સુવિધા આપે છે. ઉપરાંત એલ્યુરિયન ઇનસાઇટ્સ – આઇરિસ એઆઇ પ્લેટફોર્મ સાથે -નો ઉપયોગ ક્લિનિશિયન્સ આંતરિક કેર ટીમ સાથે સંવાદ તેમજ દર્દી સાથે સંપર્ક કરવા માટે કરે છે. એલ્યુરિયન વર્ચ્યુઅલ કેર સ્યૂટ સારવારની સંપૂર્ણ રેન્જ – ગેસ્ટ્રિક બલૂન્સ અને સર્જરીથી લઈને મેડિકલ અને પોષક હસ્તક્ષેપોમાં વજનમાં ઘટાડાની સારવારને કસ્ટમાઇઝ કરવા, નજર રાખવા અને વજનમાં ઘટાડાનું વ્યવસ્થાપન કરવા મદદરૂપ થવા એલ્યુરિયન પ્રોગ્રામ અલગથી પ્રોવાઇડર્સ માટે ઉપલબ્ધ છે.
એલ્યુરિયન વિશે વધારે જાણકારી મેળવો www.allurion.com.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.