ઓપ્પો દ્વારા ઓલ-રાઉન્ડર A78 5G ફક્ત રૂ. 18,999માં રજૂ કરાયો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ઓપ્પો A78 5Gમાં  8GB વિસ્તારી શકાતા RAM સાથે 33W SUPERVOOCTM ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી સાથે વિશાળ 5000mAh બેટરી છે. A78 5G ColorOS 13 પર ચાલે છે, જે એન્ડ્રોઈડ 13 પર આધારિત હોઈ ઓપ્પોના ડાયનેમિક કમ્યુટિંગ એન્જિન સાથે આવે છે.
ઓપ્પો A78 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા છે, જેમાં 50MP મેઈન શૂટર અને 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે.

અગ્રણી વૈશ્વિક સ્માટ ડિવાઈસ બ્રાન્ડ ઓપ્પો દ્વારા ભારતમાં A78 5Gના લોન્ચની ઘોષણા કરવામાં આવી હતી. નવું ડિવાઈસ 5G ટેકનોલોજીઝમાં ઓપ્પોની નિપુણતા સાથે વિકસિત કરાયું છે, જે જિયો, વોડાફોન અને એરટેલ સહિત સર્વ ભારતીય સેવા પ્રદાતાઓ સાથે અભિમુખ છે (એસએ અને એનએસએ નેટવર્કસ પર).

33W SUPERVOOCTM ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીથી સમૃદ્ધ બેટરી
ઓપ્પો A78 5G ઉચ્ચ ક્ષમતાની 5,000mAh બેટરી સાથે આવ છે, જે ઓપ્પોની 33W SUPERVOOCTM ફાસ્ટ- ચાર્જિંગ ટેકનોલોજી સાથે આશરે 60 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થાય છે, જેને લીધે રોજબરોજ 23 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે.
હેન્ડસેટનું સુપર નાઈટ સ્ટેન્ડબાય અલ્ગોરીધમ રાત્રે વીજ ઉપભોગ ફક્ત 2 ટકા સુધી લાવવા માટે ઉપભોક્તાઓની નિદ્રાની શૈલીનું વિશ્લેષણ કરે છે. ઉપરાંત તેનું સુપરપાવર સેવિંગ મોડ બેટરી ચાર્જ કટોકટીઓ માટે ઊર્જા સંવર્ધન કરવા ઓછું હોય ત્યારે યુઝર એક્ટિવિટેડ કરી શકાય છે.

ColorOS 13 સાથે બહેતર કામગીરી
A78 5G ColorOS 13 પર ચાલે છે, જે એન્ડ્રોઈડ 13 પર આધારિત છે, જે ઓપ્પોના ડાયનેમિક કમ્પ્યુટિંગ એન્જિન સાથે આવે છે. આ પ્રોપ્રાઈટરી ટેકનોલોજી ઉપભોક્તાઓને લેગ વિના પાર્શ્વભૂમાં 18 એપ્સ સુધી ચલાવવાની સુવિધા આપે છે.
આસાન કામગીરી માટે ઓપ્પો A78 5Gમાં મિડિયા ટેક ડાયમેન્સિટી 700 ઓક્ટા- કોર પ્રોરેસર છે અને ઓપ્પોની RAM વિસ્તરણ ટેકનોલોજી થકી વધારાના 8GB સાથે 8GB RAMથી સમૃદ્ધ છે.

ઉપભોક્તાઓને 128GB સ્ટોરેજ પણ મળી શકે છે, જે 1TB સુધી મેમરી માટે સપોર્ટ સાથે microSD કાર્ડ સ્લોટ દ્વારા બહેતર બનાવવામાં આવ્યું છે.

હેન્ડસેટમાં કાર્યક્ષમ મલ્ટીટાસ્કિંગ માટે ફ્લેક્સ ડ્રોપ, ગૂગલ લેન્સ સાથે થ્રી- ફિંગર ટ્રાન્સલેટ અને ફોટો ઈન્ફોર્મેશન પ્રોટેકશન છે, જે ઉપભોક્તાઓને ખાનગી ડેટા લીક કરવાનું નિવારવા માટે ફોટો અને વિડિયો મેટાડેટા ઈરેઝ કરવાની સુવિધા આપે છે.
50MP કેમેરા સાથે અત્યંત સ્પષ્ટ ચિત્ર ઓપ્પો A78 5Gમાં ડ્યુઅલ રિયર કેમેરા છે, જેમાં 50MP મેઈન શૂટર અને પોર્ટ્રેઈટ્સમાં નેચરલ બોકેહ માટે 2MP ડેપ્થ સેન્સરનો સમાવેશ થાય છે.

ઉત્તમ પ્રકાશની સ્થિતિમાં 50MP સ્નેપશોટ્સ ઉપરાંત શૂટર ઓછા પ્રકાશના વાતાવરણમાં વધુ અચૂક કલર્સ અને બારીકાઈ સાથે 12.5MP પિક્સેલ- બિન્ડ ફોટોઝ મળી શકે છે.

ડિવાઈસમાં ઉચ્ચ ગુણવત્તાના પિક્ચર્સ  સાથે 8MP ફ્રન્ટ કેમેરા છે અને સ્માર્ટ ઈમેજિંગ ફીચર્સમાં AI પોર્ટ્રેઈટ રિટચિંગ, AI સીન એન્હાન્સમેન્ટ અને અલ્ટ્રા નાઈટ મોડનો સમાવેશ થાય છે.

આખો દિવસ મનોરંજન માટે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને AI આઈ કમ્ફર્ટ
A78 5G ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ રિયલ ઓરિજિનલ સાઉન્ડ ટેકનોલોજી સાથે આવે છે, જે સંગીત, હાઈ- ડેફિ. વિડિયોઝ અને ગેમ્સ માટે રોમાંચક સરાઉન્ડ સાઉન્ડ પૂરું પાડવા ડાયરેક દ્વારા ટેસ્ટેડ છે.

તેમાં અલ્ટ્રા વોલ્યુમ મોડ પણ છે, જેમાં ઉપભોક્તાઓ ઘોંઘાટિયા વાતાવરણમાં પણ સ્પીકરનો સ્તર સ્પષ્ટ અવાજ સાંભળવા માટે 200 ટકા સુધી ફેરવી શકે છે.

A78 5Gમાં આ ફીચરને સપોર્ટ કરતા એપ્સમાં સ્મૂધ અને ક્રિસ્પ વિઝ્યુઅલ્સ માટે 90Hz રિફ્રેશ સાથે 6.56- ઈંચ કલર- રિચ ડિસ્પ્લે છે.
આંખોને થક લાગવાનું ટાળવા માટે ઓપ્પો A78 5G એકધાર્યા આંખના રક્ષણ માટે અને સુરક્ષિત વ્યુઈંગ અનુભવ માટે ઓલ- ડે AI આઈ કમ્ફર્ટ સાથે આવે છે.

ઓપ્પો ગ્લો સાથે પ્રીમિયમ ડિઝાઈન
ઓપ્પો  A78 5Gમાં કેમેરા મોડ્યુલ આસપાસ પોલિશ્ડ રિંગ સાથે આકર્ષક ડિઝાઈન છે અને  બ્રિલિયન્ટ લાઈટ્સની પેટર્ન બેકપ્લેટમાં વિસ્તારાઈ છે. તેની ઓપ્પો ગ્લો ટ્રીટમેન્ટ ઝાકઝમાળભી મેટ્ટી. ડાઘ રહિત ફિનિશ પેદા કરે છે.
સ્માર્ટફોન ફક્ત 188 ગ્રા વજન અને 7.99 મિમિ પાતળો હોઈ ગ્લોઈંગ બ્લુ અને ગ્લોઈંગ બ્લેક કલર વિકલ્પોમાં સનબીમ પેટર્નથી સમૃદ્ધ છે. દરેક ડિવાઈસ તેના ટકાઉપણાની ખાતરી રાખવા માટે 320થી વધુ ગુણવત્તાનાં પરીક્ષણો અને 130 તીવ્ર વિશ્વસનીયતાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાય છે.

કિંમત અને ઉપલબ્ધતા
ઓપ્પો A78 5G (8GB RAM+128GB સ્ટોરેજ) 18 જાન્યુઆરી, 2023થી ભારતમાં મુખ્ય રેખાના રિટેઈલ આઉટલેટ્સ, ઓપ્પો ઈ-સ્ટોર અને Amazon પર INR 18,999માં મળશે. ગ્રાહકો આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, બીઓબી, આઈડીએફસી, વનકાર્ડ અને એયુ ફાઈનાન્સ બેન્કસ પાસેથી 10 ટકા સુધી કેશબેક અને છ મહિનાના એનસીઈએમાઈએ ઉપલબ્ધ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.