એથર એનર્જીએ ગ્રાહકો માટે વધુ ઉપભોગ્ય બનાવવા માટે બજાજ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક સ્કુટર બ્રાન્ડ એથર એનર્જીએ EV ટુ-વ્હીલર્સના ગ્રાહકોને સરળ ધિરાણ વિકલ્પો પ્રદાન કરવા માટે બજાજ ફિનસર્વ લિમીટેડ (BFL)ના એક ભાગ એવી બજાજ ફાઇનાન્સ લિમીટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. EV ઉદ્યોગો છેલ્લા બેથી વર્ષમાં અસાધારણ વૃદ્ધિ અનુભવી છે. ભારતની અનેક અગ્રણી અને વૈવિધ્યકૃત્ત નાણાંકીય સેવા જૂથ સાથે  આ ભાગીદારી દ્વારા એથર ગ્રુપ EVને ગ્રાહકો માટે વધુને વધુ ઉપભોગ્ય અને પોષણક્ષમ બનાવવા બજાજના વ્યાપ અને પ્રવેશન લાભ ઉઠાવવા માગે છે.

ભાગીદારી પર બોલતા, એથર એનર્જીના ચીફ બિઝનેસ ઓફિસર રવનીત ફોકેલાએ જણાવ્યું હતું કે, “ભારતીય EV 2-વ્હીલર ઉદ્યોગમાં અગ્રણી તરીકે, અમે માનીએ છીએ કે સગવડતા સાથે સમાધાન કર્યા વિના EV ઇચ્છુકો માટે ખરીદીમાં સરળતા સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે. અમારા ગ્રાહકોને વધુ આકર્ષક ધિરાણની પસંદગીઓ પ્રદાન કરવા માટે, એથરે નાણાકીય સંસ્થાઓના મજબૂત સમૂહ સાથે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેમ કરવાનું ચાલુ રાખશે. બજાજ ફાઇનાન્સ વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે ભારતના અગ્રણી ફાઇનાન્સ જૂથોમાંનું એક છે, જે અમારા ગ્રાહકો માટે ખરીદીમાં વધુ સરળતા સુનિશ્ચિત કરશે અને મોટા પાયે વધુ EV અપનાવવામાં મદદ કરશે.”

બજાજ ફાઇનાન્સ એ એક ટેકનોલોજી આધારિત NBFC છે, જે નાણાકીય ઉકેલોનો વ્યાપક સમૂહ ઓફર કરે છે અને ગ્રાહક અનુભવને ડિજિટલ રીતે વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભાગીદારીનો ઉદ્દેશ ગ્રાહકોની સુવિધા વધારવાનો છે અને ઉદ્યોગને અનુરૂપ EV ધિરાણની વૃદ્ધિ પર ભાર મુકે છે. ભારતમાં EV ઇકોસિસ્ટમના અગ્રણી હોવાને કારણે, એથરની પ્રોડક્ટે દેશની મોટી ફાઇનાન્સ સંસ્થાઓને EV અપનાવવા માગતા ગ્રાહકોને આકર્ષક EV ફાઇનાન્સિંગ વિકલ્પો પ્રદાન કરવા પ્રોત્સાહિત કર્યા છે.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.