એથર એનર્જીએ તમિળ નાડુના હોસુરમાં તેના 123,000 ચોરસફૂટ વિસ્તારમાં ઇવી ઉત્પાદન એકમની પ્રથમ ઝલક આપી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના પ્રથમ ઇન્ટેલિજન્ટ વિહિકલ નિર્માતા એથર એનર્જીએ તમિળ નાડુના હોસુરમાં તેની મેગા-ફેક્ટરીમાં 2, જાન્યુઆરી, 2021થી કામગીરીનો પ્રારંભ કર્યો છે. ત્યારથી એથર એનર્જીએ મુંબઇ, પૂના, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઇ અને હૈદરાબાદમાં ડિલિવરીની શરૂઆત કરી છે તથા અન્ય શહેરોમાં પ્રથમ ક્વાર્ટરમાં 21 તબક્કાવાર ડિલિવરીની યોજના છે.
આ એકમ મેક ઇન ઇન્ડિયાનું ઉત્તમ ઉદાહરણ છે કારણકે એથર એનર્જીની પ્રોડક્ટ્સનું 90 ટકા ઉત્પાદન સ્થાનિક સ્તરે થાય છે, જેમાં બેટરી પેક સામેલ છે અને તેનું ઉત્પાદન એથર એનર્જી દ્વારા પોતે કરવામાં આવે છે. એથર 450એક્સ અને એથર 450 પ્લસ સંપૂર્ણપણે મેડ ઇન ઇન્ડિયા છે. મજબૂત સ્થાનિક ઇકોસિસ્ટમના વિકાસ સાથે એથર એનર્જીના મોટાભાગના સપ્લાયરના બેઝ તમિળ નાડુમાં છે, જેના પરિણામે ફેક્ટરી માટે હોસુર આદર્શ સ્થળ બને છે.
વાર્ષિક 110K સ્કૂટર્સની ઉત્પાદન ક્ષમતા સાથે આ સુવિધા એથર એનર્જીના રાષ્ટ્રીય ઉત્પાદન હબ તરીકે કામગીરી નિભાવશે તથા દેશભરની માગને પૂર્ણ કરશે. એથર એનર્જીએ અત્યાર સુધીમાં 15 રાજ્યોમાં 27 શહેરોમાં ડિલિવરી અને ઉપસ્થિતિ હાંસલ કરી છે. (બેંગ્લોર, ચેન્નઇ, મુંબઇ, પૂના, દિલ્હી, હૈદરાબાદ, કોચી, કોઇમ્બતુર, કોલકત્તા, કેલિકટ, અમદાવાદ, મૈસુર, હુબલી, જયપુર, ઇન્દોર, પણજી, ભુવનેશ્વર, નાશિક, સુરત, ચંદીગઢ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ્, ગુવાહાટી, નાગપુર, નોઇડા, લખનઉ અને સિલિગુડી). એથર એનર્જી વર્ષ 2021ના અંત સુધીમાં 40 શહેરોમાં વિસ્તરણ કરે તેવી સંભાવના છે.
તમિળ નાડુ સરકારે તેની ઇવી નીતિ હેઠળ ફેક્ટરીને સહયોગ કર્યો છે. ઇવી ઉત્પાદન ઉપરાંત આ સુવિધા લિથિયમ-આયન બેટરી ઉત્પાદન ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેના આગામી સમયમાં કંપની માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. સેક્ટરમાં મૂલ્ય સર્જન માટે રોકાણ એક તક છે અને તે પ્રદેશમાં રોજગારની તકોનું સર્જન કરશે. આગામી પાંચ વર્ષમાં આ પહેલના ભાગરૂપે ઇવી સેક્ટરમાં 4000થી વધુ કર્મચારીઓને આવશ્યક તાલીમ અપાશે.
આ ઉત્પાદન એકમ ઇન્ડસ્ટ્રી 4.0 સિદ્ધાંતો ઉપર નિર્મિત છે અને તેના અદ્યતન સોલ્યુશન્સ સમગ્ર ઉત્પાદન નેટવર્કમાં ટેક્નોલોજી, હ્યુમન એસેટ, વર્તમાન સિસ્ટમ અને પ્રોસેસિસને એકીકૃત કરે છે. ટીમ સ્માર્ટ અલ્ગોરિધમ્સ દ્વારા ફેક્ટરીને સ્માર્ટ બનાવવાની દિશામાં પણ કરે છે, જે દ્વારા એકત્રિત ડેટા રીડ કરીને અર્થસભર અર્થઘટન કરી શકાય. એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન પ્રોસેસ ખુબજ ઇન્ફર્મેશન કેન્દ્રિત છે, જે એથરની પ્રક્રિયાઓ, લોજીસ્ટિક્સ, વેરહાઉસિંગ, ક્વોલિટી ચેક, પ્રોડક્શન અને આખરે વિહિકલની રવાનગીને મજબૂત રીતે એકીકૃત કરે છે.
આ સુવિધામાં વાર્ષિક 120K બેટરી પેક્સના ઉત્પાદનની ક્ષમતા છે. એથર એનર્જીએ બેટરી ઉપર 13 પેટન્ટ્સ ફાઇલ કરી છે, જે ઇન-હાઉસ ડિઝાઇન અને બિલ્ટ કરાઇ છે. એથર એનર્જી ભારતમાં એકમાત્ર ઇવી ઓઇએમ છે, જે પોતાના બેટરી પેક્સ બનાવે છે. એથર 450એક્સની 2.9kWhr બેટરી 21700 ટાઇપ લી-આયન સેલ્સનો ઉપયોગ કરે છે, જે બેટરીના હાઇ એનર્જી ડેન્સિટિ, ચાર્જ અને ડિસ્ચાર્જ રેટ પ્રદાન કરીને ફાસ્ટ ચાર્જીંગ અને હાઇ પર્ફોર્મન્સ માટે સક્ષમ બનાવે છે.
વાહન પરિક્ષણમાં હવા પ્રદૂષણ થતું નથી અને ફેક્ટરીમાંથી શૂન્ય પ્રવાહી પેદા થાય છે. તમામ ઇ-વેસ્ટનું અધિકૃત રિસાઇકલર્સ દ્વારા વ્યવસ્થાપન કરાય છે તેમજ ઇન-હાઉસ એસટીપીને કારણે શૂન્ય વોટર ડિસ્ચાર્જ તેમજ ફ્લશ અને પ્લાન્ટેશન માટે ટ્રીટેડ વોટર સર્ક્યુલેશનનો ઉપયોગ થાય છે.
એથર એનર્જીના સીઇઓ અને સહ-સ્થાપક તરૂણ મહેતાની પ્રતિક્રિયા
અત્યાર સુધી અમારી કામગીરી ખુબજ સારી રહી છે અને આ સુવિધાનો પ્રારંભ કરવો કંપની માટે ખરા અર્થમાં મહત્વપૂર્ણ સિદ્ધી છે. ગ્રાહકોની માગમાં સતત વધારો થઇ રહ્યો છે અને નવા બજારોમાં અમારા વિસ્તરણ સાથે આ અદ્યતન સુવિધા દ્વારા અમ દેશભરની માગને પૂર્ણ કરીશું. અમને ગર્વ છે કે સરકારના મેક ઇન ઇન્ડિયા વિઝન સાથે અમે શરૂઆતથી પ્રોડક્ટ ડિઝાઇન કરીને તૈયાર કરી છે. અમે તમિળ નાડુ સરકાર અને તેમની ઇવી નીતિઓના આભારી છીએ, જેના પરિણામે અમારા મોટાભાગના સપ્લાયર્સનો આધાર રાજ્યમાં છે અને અમે આત્મ-નિર્ભર થયાં છીએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.