ABZO મોટર્સે ગુજરાતમાં ABZO VS01 નામની ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લૉન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અમદાવાદમાં પોતાનું વડુંમથક ધરાવતી ઇલેક્ટ્રિક ઑટોમોબાઇલની ઉત્પાદનકર્તા ABZO મોટર્સે શનિવારના રોજ ગુજરાતમાં આ પ્રકારની તેની સૌપ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ (ઈ-બાઇક) ABZO VS01ને લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ અત્યાધુનિક અને હાઈ-સ્પીડ ઈ-બાઇકના સત્તાવાર લૉન્ચનો સમારંભ શનિવારના રોજ અમદાવાદમાં યોજાયો હતો. આ ઈ-બાઇકને હાલમાં એક વેરિયન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે અને તેની કિંમત લગભગ રૂ. 1.8 લાખથી રૂ. 2.22 લાખ સુધીની રહેશે.

ABZO VS01માં 72 V 70Ahની લિથિયમ-આયન બેટરી હશે, જે આ ઈ-બાઇકને સંપૂર્ણપણે ચાર્જ કરવા પર 180 કિલોમીટરની માઇલેજ આપશે. અત્યાધુનિક અને આધુનિક ડીઝાઇન ધરાવતી આ ઈ-બાઇકમાં આગળ અને પાછળની બાજુએ એલઇડી લાઇટ્સ હશે, તેમાં ટ્યુબલેસ ટાયરની સાથે 17-ઇંચના એલોય વ્હિલ્સ, 1,473 મિમીનો વ્હિલબેઝ, 158 મિમીનો ગ્રાઉન્ડ ક્લીયરન્સ હશે અને તેની સીટની ઊંચાઈ 700 મિમીની હશે. આ ઈ-બાઇક ઉત્તમ કાર્યક્ષમતા માટે 45 કિમી પ્રતિ કલાક, 65 કિમી પ્રતિ કલાક અને 85 કિમી પ્રતિ કલાક એમ અલગ-અલગ સ્પીડ પર અનુક્રમે ત્રણ મૉડમાં ચાલે છેઃ ઇકો, નોર્મલ અને સ્પોર્ટ્સ. ABZO VS 01, 6.3 KWનો મહત્તમ પાવર પ્રાપ્ત કરી 190 Nmનો મહત્તમ ટોર્ક આપે છે.

ABZOએ તેમના આ નવા નજરાણામાં શ્રેણીમાં શ્રેષ્ઠ હોય તેવી સુરક્ષા વિશેષતાઓનો સમાવેશ કરવામાં આવે તેની પૂરતી તકેદારી લીધી છે. આ બાઇકના આગળ અને પાછળ એમ બંને વ્હિલમાં સીબીએસ અને ડિસ્ક બ્રેક ધરાવે છે, જે ફ્રન્ટ ટેલીસ્કૉપિક ફોર્ક સસ્પેન્શનની સુવિધા આપે છે તથા તે વિવિધ પ્રકારના પ્રદેશોમાં બાઇકને ચલાવવા માટે ડ્યુઅલ શૉક એબ્ઝોબર રીયર સસ્પેન્શનથી સજ્જ છે. આ બાઇક રીવર્સ મૉડને સપોર્ટ કરે છે તથા ડિજિટલ ક્લસ્ટર અને રીજનરેટિવ બ્રેકિંગ ફીચર્સ પણ ધરાવે છે. આ ઉપરાંત, ABZOએ એવી લેટેસ્ટ ટેકનોલોજી રજૂ કરી છે, જેની મદદથી બેટરીને ફાસ્ટ ચાર્જિંગ મૉડ અને નોર્મલ ચાર્જિંગ મૉડમાં ચાર્જ કરી શકાય છે. આ બેટરીને સંપૂર્ણપણે ચાર્જ થવામાં 6 કલાક અને 35 મિનિટ (નોર્મલ મૉડમાં) અને 3 કલાક અને 20 મિનિટ (ફાસ્ટ ચાર્જિંગ મૉડમાં) લાગે છે.

 આ લૉન્ચ અંગે વાત કરતાં ABZO મોટર્સનાં સહ-સ્થાપક સુશ્રી કાંચી પટેલએ જણાવ્યું હતું કે, ‘અમારી સૌપ્રથમ ઈ-બાઇક VS 01ને લૉન્ચ કરીને અમને અનહદ આનંદ થઈ રહ્યો છે. ઇલેક્ટ્રિક બાઇક્સ એ ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે અને ગુજરાત ટુ-વ્હિલર્સ અને ફૉર વ્હિલર્સ સહિત ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનના હબ તરીકે ઉભરી રહ્યું છે. આથી, અમારુ હૉમ ગ્રાઉન્ડ ગુજરાત એક સહજ પસંદગી હોય તે સ્વાભાવિક છે, કારણ કે, તે અમને અમારો પરિચિત માહોલ, ઑટોમોબાઇલના ઉત્પાદન માટે એક સક્ષમ ઇકોસિસ્ટમ તથા અમારા ઉત્પાદનોના ઉત્પાદન, પરીક્ષણ અને લૉન્ચિંગ માટે મૂલ્યવાન અંતર્દ્રષ્ટિ પૂરી પાડે છે.’

 સુશ્રી કાંચી પટેલે આગળ જણાવ્યું હતું કે, ‘ABZO ઈ-બાઇક્સને ડીલરોના નેટવર્ક મારફતે સમગ્ર ભારતમાં તબક્કાવાર રીતે લૉન્ચ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વિસ્તારવાનો તથા બાઇકની બીજી કેટેગરી – સ્ટાન્ડર્ડ બાઇક સહિત વધુને વધુ ઉત્પાદનો ઉમેરી અમારી પ્રોડક્ટ લાઇનનું વૈવિધ્યકરણ કરવાનો છે.’

આ ઈ-બાઇક ઑટોમોબાઇલ રીસર્ચ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (એઆરએઆઈ) દ્વારા પ્રમાણિત છે, જે તેની ગુણવત્તાના સર્વોચ્ચ સ્તરના ધોરણોનો પુરાવો છે.

 વર્ષ 2019માં સ્થપાયેલી ABZO મોટર્સ તેના નવા ઉત્પાદનોના સંશોધન અને વિકાસમાં ઘણું મોટું રોકાણ કર્યું છે. આજે આ કંપની અમદાવાદના છેવાડે આવેલા રંગપુરડા ખાતે કડી-થોળ રોડ પર પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે, જે 17,069 ચોરસ મીટરમાં ફેલાયેલો છે. આ પ્લાન્ટ એસેમ્બલી લાઇન તથા વાહના ફોર્સ, ટોર્ક અને પાવરનું પરીક્ષણ કરવા માટે ટેસ્ટિંગની સુવિધા પણ ધરાવે છે.

ABZO મોટર્સનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પ્રથમ વર્ષે 9,000 યુનિટની ઉત્પાદન ક્ષમતા સાથે તેની કામગીરી આરંભશે, જેના પછી બીજા વર્ષે 15,000 યુનિટ, ત્રીજા વર્ષે 24,000 યુનિટ, ચોથા વર્ષે 40,000 યુનિટ અને પાંચમા વર્ષે 60,000 યુનિટ સુધીનું વિસ્તરણ કરવાનું આયોજન છે.

વધુ માહિતી માટે કૃપા કરીને 9909912808 પર સંપર્ક કરો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.