આ દેશની 5G ડાઉનલોડ સ્પીડ ભારતની 4G સ્પીડ કરતા 11 ગણી વધુ છે.

ગેઝેટ્સ
ગેઝેટ્સ

દુનિયાભરના કેટલાક દેશોમાં 5G નેટવર્ક શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે કેટલાક દેશોમાં આનું ટ્રાયલ ચાલી રહ્યું છે. જોકે, આખી દુનિયામાં સૌથી ઝડપી 5G ડાઉનલોડ સ્પીડ સાઉદી અરેબિયામાં છે. ઓપનસિગ્નલ મુજબ સાઉદી અરેબિયામાં 5G નેટવર્ક પર એવરેજ ડાઉનલોડ સ્પીડ 377.2 Mbps છે. જ્યારે બીજા નંબરની વાત કરીએ તો સાઉથ કોરિયા છે. સાઉથ કોરિયામાં 5G નેટવર્ક પર એવરેજ ડાઉનલોડ સ્પીડ 336.1 Mbps છે. આપને જણાવી દઈએ કે રિપોર્ટમાં 15 દેશોમાં 5G સ્પીડથી જોડાયેલ 1 જુલાઈથી 28 સપ્ટેમ્બર સુધીનો ડેટા સામેલ કરવામાં આવ્યો છે. ત્રીજા ક્રમાંકે ઓસ્ટ્રેલિયા છે જ્યાં 5G નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 215.8 Mbps છે. જ્યારે દેશમાં 4G ડાઉનલોડ સ્પીડ 43.1 Mbps છે. ઉપરાંત, ઇન્ટરનેટ સ્પીડ મામલે ચોથો નંબર તાઇવાનનો આવે છે. તાઇવાનમાં 5G નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 211.8 Mbps છે. તાઇવાનમાં 4G ડાઉનલોડ સ્પીડ 32.9 Mbps છે. જ્યારે પાંચમાં નંબરે સ્પેન છે. જ્યાં 5G નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 201.1 Mbps છે અને 4G ડાઉનલોડ સ્પીડ 28.6 Mbps છે. ભારતની વાત કરીએ તો દેશમાં ઇન્ટરનેટની સરેરાશ 4G સ્પીડ 25-50Mbps છે. ટ્રાઇના રિપોર્ટ પ્રમાણે રિલાયન્સ જિયોની મહત્તમ 4G ડાઉનલોડ સ્પીડ 33.3 Mbps રહી છે. સાઉદી અરેબિયાની 5G ડાઉનલોડ સ્પીડ ભારતની 4G સ્પીડથી 11 ગણા કરતા પણ વધુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.