57 ટકા પીસી ગેમર્સે સ્લો સ્ટોરેજને સૌથી મોટી સમસ્યા ગણાવીઃ વેસ્ટર્ન ડિજિટલનો અભ્યાસ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વેસ્ટર્ન ડિજિટલે ગેમિંગ સ્ટોરેજ સોલ્યુશન્સના વિસ્તૃત WD_BLACK પોર્ટફોલિયો સાથે નેક્સ્ટ-જેન ગેમિંગ એક્સપિરિયન્સને પુનઃવ્યાખ્યાયિત કર્યો

ભારત, 08 ડિસેમ્બર, 2020 – વિશ્વમાં સૌથી યુવા વસતી સાથે ભારત વિશ્વના ટોચના ગેમિંગ માર્કેટ પૈકીના એક તરીકે ઉભરી રહ્યું છે. બેજોડ અનુભવની શોધમાં ગેમર્સ પીસી-આધારિત ગેમિંગમાંથી ઝડપથી આગળ વધી રહ્યાં છે, તેમ વેસ્ટર્ન ડિજિટલ દ્વારા હાથ ધરાયેલા નેક્સ-જેન ગેમર્સ રિસર્ચમાં જણાયું છે. રોમાંચ, આનંદ અને પડકાર પીસી ગેમિંગ માટેની મુખ્ય પ્રેરક પરિબળ છે, પરંતુ અડધાથી વધુ (57 ટકા) નબળા ગેમ એક્સપિરિન્સ માટે ધીમા સ્ટોરેજને મુખ્ય પરિબળ માને છે. ગેમર્સને તેમના ગેમ પ્લેના અનુભવમાં વધારો કરવા તથા ઉબરતા ગેમિંગ લેન્ડસ્કેપને સ્વિકારવામાં મદદરૂપ બનવા વેસ્ટર્ન ડિજિટલે સ્ટોરેજ સોલ્યુશન્સના તેના WD_BLACK પોર્ટફોલિયો હેઠળ શ્રેણીબદ્ધ નવી પ્રોડક્ટ્સ રજૂ કરી છે. તેમાં WD_BLACK SN850NVMe SSD,વેસ્ટર્ન ડિજિટલના પ્રથમ NVMe solid-state drive (SSD), અને WD_BLACK AN1500NVMe SSD Add-in-Card સામેલ છે, આ પ્રત્યેક આકર્ષક આરબીજી લાઇટિંગ ઓપ્શન્સ (Windows® only) ઓફર કરે છે.

વધુમાં વેસ્ટર્ન ડિજિટલ ત્રણ નવા Call of Duty® રજૂ કરશેઃ જાન્યુઆરી 2021માં Black Ops Cold War-થીમ આધારિત SSDs, WD_BLACK™ Call of Duty®: Black Ops Cold War Special EditionSN850 NVMe SSSD, P10 Game Drive and P50 Game Drive SSD. આ મર્યાદિત આવૃત્તિઓ Call of Duty (સીઓડી) ચાહકો માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાઇ છે અને તે COD પોઇન્ટ્સ ઉફર રિડિમ કરી શકાય તેવા ફ્રી વાઉચર સાથે બોનસ ઉમેરે છે.

સર્વેમાં પ્રતિભાવ આપનારા મોટાભાગના ગેમર્સે ધીમી ગેમ લોડિંગ (51 ટકા) અને બેન્ડવિધની સમસ્યા (51 ટકા)ને મુખ્ય અસરકર્તા પરિબળ ગણાવ્યાં છે. ધીમું સ્ટોરેજ ઝડપી ગેમ લોડિંગ માટેનો સૌથી મોટો અવરોધ રહ્યો છે ત્યારે ગેમર્સનું માનવું છે કે રેમ (52 ટકા), ગ્રાફિક્સ કાર્ડ (43 ટકા) અને પ્રોસેસર (41 ટકા) એકંદર ગેમિંગ અનુભવમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે. નેક્સ-જેન ઇન્ડિયન ગેમર સર્વેમાં જણાયું છે કે 59 ટકા ગેમર્સને ધીમા લોડિંગને કારણે તેમની ગેમ રમવા ઉપર અસર થઇ છે. પ્રત્યેક પાંચ ગેમર્સમાંથી બે ગેમર્સે જણાવ્યું કે સ્ટોરેજના અભાવને કારણે તેમણે જૂના ટાઇટલ્સને ડિલિટ કરવાનો નિર્ણય કર્યો છે.

વેસ્ટર્ન ડિજિટલના સેલ્સ ડાયરેક્ટર ખાલિદ વાણીએ જણાવ્યું હતું કે, “ગેમિંગ લેન્ડસ્કેપ અને વધુ રસપ્રદ ગેમિંગ ટાઇલ્સના ઉદયની સાથે ગેમર્સને સ્પીડ જાળવી રાખવા માટે ઉચ્ચ પર્ફોર્મન્સની આવશ્યકતા છે. અમારો નવીન WD_BLACK SSD પોર્ટફોલિયો ઇનોવેટિવ છે તેમજ હાઇ-પર્ફોર્મન્સ સ્ટોરેજ સોલ્યુશન્સ ઓફર કરે છે, જે વિશેષ પ્રકારે ગેમર્સને ગેમમાં આગળ રહેવામાં મદદરૂપ બનવા ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમે ઇન્ટરનલ અને પોર્ટેબલ એસએસડીને ઓપ્ટિમાઇઝ કર્યાં છે અને આ પ્રોડક્ટ્સ ગેમર્સને વધુ સ્ટોરેજ આપવાની સાથે-સાથે તેમના એકંદર ગેમિંગ એક્સપિરિયન્સમાં પણ વધારો કરે છે.”

વેસ્ટર્ન ડિજિટલના ભારતમાં માર્કેટિંગ ડાયરેક્ટ જગન્નાથન ચેલિયાએ જણાવ્યું હતું કે,“ગેમર્સ વચ્ચે શીખવાની અપાર ઇચ્છાઓ છે કારણકે પીસી ગેમિંગ તેમને તેમની સર્જનાત્મકતા રજૂ કરવામાં મદદરૂપ બનવાની સાથે સાથે શીખવાની પણ તક આપે છે. પીસી ગેમર્સ કેઝ્યુઅલ ગેમિંગથી આગળ વધીને ગંભીર ગેમિંગ તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે ધીમું સ્ટોરેજ તેમના માટે મોટો અવરોધ બની રહ્યો છે. ગેમર્સને NVMe પાવર્ડ હાઇ-પર્ફોર્મન્સ એસએસડીની જરૂર છે, જેથી તેઓ 3ડી ગેમ્સની મજા માણી શકે. અમારો WD_BLACK પોર્ટફોલિયો તેને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યો છે. અમારો નવીન WD_BLACK SSD પોર્ટફોલિયો ગેમર્સને ભાવિ ગેમ્સ અને ગેમિંગ પ્લેટફોર્મ્સના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરવામાં મદદરૂપ બની રહે તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “WD_BLACK SN850NVMe SSD ગેમર્સને PCIe Gen4 ટેક્નોલોજી સાથે તેમના ઉચ્ચ પર્ફોર્મન્સની જરૂરિયાતને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે તેમજ અત્યંત ઝડપી ગેમપ્લેનો અનુભવ પ્રાપ્ત કરવામાં ઉપયોગી બને છે. WD_BLACK AN1500NVMe SSD એડ-ઇન કાર્ડ તેમને PCIe Gen3 ઇન્ટરફેસ ઉપર બેજોડ પર્ફોર્મન્સ ઓફર કરે છે.”

નવા લોન્ચ કરાયેલા સોલ્યુશન્સ તેમને ગેમિંગના અનુભવ સામે અવરોધ પેદા કરતી ઘણી પીસી ગેમિંગ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદરૂપ બને છે, જેમકે ધીમો બુટ ટાઇમ, ઓછું સ્ટોરેજ, લેગાર્ડ પર્ફોર્મન્સ અને વિઝ્યુઅલ્સ સ્ટ્યુટરિંગ. સર્વેમાં જણાયું છે કે પ્રત્યેક 5માંથી 3 ગેમર્સ તેમની ગેમ લાઇબ્રેરીને તેમના પીસીમાં સ્ટોર કરે છે તેમજ પ્રત્યેક 10માંથી 3 ગેમર્સ તેમના પીસીમાં 10થી વધુ ટાઇટલ્સ સ્ટોર કરે છે. લગભગ 72 ટકા ગંભીર ગેમર્સનું માનવું છે કે ઝડપી લોડ ટાઇમ જરૂરી છે. 44 ટકા ગેમર્સ સરળતાથી લોડ થતી ગેમ્સની મજા માણે છે તેમજ 54 ટકા ગેમર્સ સારી ગુણવત્તા ધરાવતા ગ્રાફિક્સ ઇચ્છે છે, જે તેમને વાસ્તવિક ગેમિંગનો અનુભવ ઓફર કરે. આ આંકડા હાઇ-પર્ફોર્મન્સ સ્ટોરેજ સોલ્યુશન્સની આવશ્યકતા સૂચવે છે, જે સારો ગેમિંગ અનુભવ આપે.

નવીન અને આગામી WD_BLACK ગેમિંગ પોર્ટફોલિયોમાં નીચેના સામેલ છેઃ

WD_BLACK™SN850 NVMe SSD–PCIe Gen4 ટેક્નોલોજીના બેજોડ પર્ફોર્મન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ભવિષ્યલક્ષી પ્રોડક્ટ 7000/5300MB/s2 (1TB model) સુધી ફાસ્ટ રીડ/રાઇટ સ્પીડ ડિલિવર કરશે. WD_BLACK G2 કંટ્રોલર અને ટોપ-ટાયર માટે ઓપ્ટિમાઇઝ્ડ અને હાઇ-ઇન્ટેન્સિવ ગેમિંગ (એનએએસ અથવા સર્વર એનવાયર્નમેન્ટ્સના હેતુ માટે નહીં) ઉપર નિર્મિત WD_BLACK SN850 NVMe SSD ગેમર્સને ઉત્તમ પીસી પર્ફોર્મન્સ પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે. તેમ ગેમ લોડ સમય બચાવે છે તેમજ બ્રાન્ડ ન્યુ કેચ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેના પ્રોસેસર કરતાં ઝડપી ફાઇલ ટ્રાન્સફર કરે છે. ઉચ્ચ પર્ફોર્મન્સ ઉપરાંત WD_BLACK SN850 NVMe SSD તેના પ્રોસેસર ઉપર વધુ સારા લો ક્યુ-ડેપ્થ પર્ફોર્મન્સ ડિલિવર કરે છે, જેનાથી ગેમિંગ અને દરરોજના યુઝર્સના એપ્લીકેશન્સના સરળ લોડિંગનો અનુભવ મળે છે. આ ઉપરાંત સારા દેખાવ અને કસ્ટમાઇઝેશન માટે છે, જે વૈકલ્પિક RGB-enabled(Windows® only) હીટસિંક મોડલ થર્મલ થ્રોટલિંગમાં ઘટાડો કરે છે. WD_BLACK SN850 NVMe SSD નોન-હીટસિંક વર્ઝન રૂ. 14,490ની શરૂઆતી કિંમતે 500GB3, 1TB3, અને 2TB3 ક્ષમતામાં ઉપલબ્ધ બનશે.

WD_BLACK™ AN1500 NVMe SSD Add-in-Card–કરન્ટ-જેન સેટએપમાં નેક્સ્ટ-જેન પર્ફોર્મન્સ ઇચ્છતા ગેમર્સ માટે છે. આ ફુલ્લી બુટેબલ પ્લગ એન્ડ પ્લે એડ-ઇન કાર્ડ સૌથી ઝડપી પૈકીનું એક PCIe Gen3 x8 સોલ્યુશન માર્કેટમાં ઉપલબ્ધ છે. બે ઇન્ટર્નલ SSDs in RAID 0 and PCIe Gen3 x8 ટેક્નોલોજી સાથે ગેમર્સ 6500 MB/s2 સુધીની રીડ સ્પીડનો અનુભવ મેળવી શકે છે અને 4100MB/s2 (2TB3 and 4TB3 models) સુધીની રાઇટ સ્પીડ પ્રાપ્ત કરી શકે છે, જેનાથી તેમને ઝડપી ગેમપ્લે મળે છે. આથી તેઓ રાહ જોવામાં ઓછો સમય અને રમવામાં વધુ સમય ફાળવી શકે છે. કસ્ટમાઇઝ કરી શકાય તેવી આરજીબી લાઇટિંગ (Windows® only) અમારા વર્તમાન રીગને બળ આપે છે, જ્યારે કે ઇન્ટિગ્રેટેડ હીટસિંક કોમ્બેટ્સ થર્મલ થ્રોટલિંગથી ઉચ્ચતમ પર્ફોર્મન્સ જાળવી રાખવામાં મદદ મળે છે. WD_BLACK AN1500 NVMe SSD Add-in-Card રૂ. 30,990ની શરૂઆતી કિંમતે1TB3, 2TB3, અને 4TB3 ક્ષમતાઓમાં ઉપલબ્ધ છે.

પોર્ટેબલ ગેમિંગ ડ્રાઇવ્સમાં WD_BLACK™ P10 Game Drive, P10 Game Drive for Xbox™અને P50 Game Drive SSD સામેલ છે
– WD_Black™ P50 Game Drive SSD એ 2000MB/s2 સુધીની રીડ સ્પીડ તેમજ 2TB3સુધીનું સ્ટોરેજ ઓફર કરે છે, જેથી તમે રાહ જોવામાં ઓછો સમય વિતાવો અને રમત મરવા માટે વધુ સમય ફાળવી શકો છો. ગેમર્સની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને ડિઝાઇન કરવા સાથે SuperSpeed USB (20Gb/s) ઇન્ટરફેસ સમાન કનેક્ટિવિટી સાથે રિલિઝ કરાયેલા નવા ગેમિંગ સાધનો સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
– The WD_BLACK™ P10 Game Drive તમને કોન્સોલ અથવા પીસી પર્ફોર્મન્સ ઉપર વધારાના ટુલ્સ ઓફર કરે છે, જે તમારી સ્પર્ધાત્મકતા માટે જરૂરી છે. ટોપ-ટાયર એક્સટર્નલ HDDની 5TB3 સુધીની ક્ષમતા, એવા ગેમર્સ માટે નિર્મિત કરાયું છે, જેઓ તેમના કોન્સોલ અથવા પીસી ઉપર તેમની ગેમ લાઇબ્રેરીને સુરક્ષિત રાખીને વિસ્તરણ ઇચ્છતા હોય.
– WD_BLACK™ P10 Game Drive for Xbox™એવા ગેમર્સ માટે વિશેષ પ્રકારે નિર્મિત કરાયું છે કે જેઓ તેમના Xboxની ક્ષમતાઓમાં વિસ્તરણ ઇચ્છતા હોય. તે 125 ગેમ્સને સેવ કરવા માટે 5TB3 સુધીની ક્ષમતા ધરાવે છે.

ઉપલબ્ધતાઃ
WD_BLACK™ SN850 NVMe SSD,WD_BLACK™ AN1500 NVMe SSD Add-in-Card, WD_BLACK™ P10, P10 for Xbox™ and P50 આજથીભારતમાં અગ્રણી આઇટી રિટેઇલર્સ અને ઇટેઇલ ઉપર ઉપલબ્ધ બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.