ભારતમાં એકી સાથે લોંચ કર્યાં 4 સ્માર્ટ ટીવી, ગૂગલ અસિસ્ટેંટનો પણ મળશે સપોર્ટ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આઈટેલ ઈન્ડિયાએ ભારતમાં પોતાના સ્માર્ટ ટીવીની નવી રેન્જ લોંચ કરી છે. જેને itel G સીરીઝ નામ આપવામાં આવ્યું છે. itel G સીરીઝમાં તમામ ટીવી એન્ડ્રોઈડ ટીવી છે અને ખાસરૂપે તેમાં હોઈ એન્ટરટેનમેન્ટ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. itel G સીરીઝમાં ગુગલ આસિસ્ટેંટની સાથે ગુગલ પ્લે સ્ટોર, ડોલ્બી ઓડિયો અને શાનદાર બ્રાઈટનેસ સુધીના સપોર્ટ દેવામાં આવ્યાં છે. ચારે ટીવીની સાથે મળનારા રિમોટમાં વોયસ કંટ્રોલ પણ દેવામાં આવ્યો છે.

itel G સીરીઝમાં ટીવીની બ્રાઈટનેસ 400 નિટ્સ છે અને ડિસ્પ્લેની સ્ટાઈલ ફ્રેમલેસ છે. itel G સીરીઝ હેઠળ ચાર સ્માર્ટ ટીવી રજૂ કરવામાં આવ્યાં છે. જેની સાઈઝ 32 ઈંચ, 43 ઈંચ (બે) અને 55 ઈંચ છે. આ ટીવીને 2k અને 4k કેટેગીરીમાં રજૂ કરવામાં આવ્યાં છે. આઈટેલના તમામ ટીવી મેડ ઈન ઈન્ડિયા છે. તમામ ટીવીમાં એ-પ્લસ ગ્રેડની પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 43 ઈંચ સાઈઝના બે ટીવી છે. જેમાં એક ફુલ એચડી અને બીજુ 4k છે. તમામ ટીવીની ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60Hz છે.

itel G સીરીઝમાં G5534IE અને G4334IE 4K UHD ટીવી છે. તે સિવાય બંને વેરિઅન્ટ વધુ છે જેમાં 43 ઈંચવાળુ ફુલ એચડી G4330IE અને 32 ઈંચવાળું એચડી રેડી G 32301IE છે. તેની કિંમતો ક્રમશઃ 28,499 રૂપિયા અને 16,999 રૂપિયા છે. 55 ઈંચવાળા અને 43 ઈંચના 4K વેરિઅન્ટની કિંમત અંગે કંપનીએ હજુ સુધી કોઈ જાણકારી આપી નથી.

કનેક્ટિવિટી માટે ટીવીમાં વાઈ-ફાઈ, એચડીએમઆઈ, યુએસબી અને બ્લુટૂથ 5.0 છે. ટીવીમાં 1 જીબી રેમની સાથે 8 જીબીની સ્ટોરેજ છે. 55 ઈંચવાળા ટીવીમાં 2 જીબીની રેમની સાથે 8 જીબીની સ્ટોરેજ છે. તે સિવાય ગૂગલ પ્લે સ્ટોરનું પણ સપોર્ટ છે. તેવામાં તમે મનપસંદ એપને ડાઉનલોડ કરી શકો છો અને ટીવીમાં ઈન-બિલ્ટ સ્ટેબેલાઈઝર છે. તમામ ટીવીની સાથે બે વર્ષની વોરંટી મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.