વનપ્લસ 9 સિરીઝના 2 સ્માર્ટફોન આવતા વર્ષે માર્ચ મહિનામાં લોન્ચ થઈ શકે છે, લોન્ચિંગ પહેલાં તેના ફીચર્સ જાણી લો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પ્રીમિયમ એન્ડ્રોઈડ સ્માર્ટફોન બનાવનાર ચાઈનીઝ કંપની વનપ્લસ હવે 9 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. નવા રિપોર્ટ પ્રમાણે, આ સિરીઝમાં કંપની 2 જ મોડેલ લોન્ચ કરશે. આ કંપનીના નવા ફ્લેગશિપ મોડેલ હશે. જોકે કંપની આ સિરીઝમાં ‘T’ લેટરનો ઉપયોગ કરી રહી છે.

કંપનીએ વનપ્લસ 8 સિરીઝમાં 8T મોડેલ ઉમેર્યું હતું. 2019માં લોન્ચ થયેલી 7 સિરીઝમાં પણ 7T અને 7T પ્રો સામેલ હતા.

TechDroider આઈડી ધરાવનાર ટેક ટિપ્સ્ટરે જણાવ્યું કે વનપ્લસ 9 સિરીઝમાં કંપની 2 રેગ્યુલર સ્માર્ટફોન વનપ્લસ 9 અને વનપ્લસ 9 પ્રો લોન્ચ કરશે. તેથી કહી શકાય કે કંપની 9T મોડેલ લોન્ચ નહી કરે.

ટિપ્સ્ટરે આ વાતનો પણ દાવો કર્યો છે કે વનપ્લસ 9 3 મોડેલ નંબર LE2110, LE2117 અને LE2119 તેમજ વનપ્લસ 9 પ્રો 2 મોડેલ નંબર LE2120 અને LE2127 પર કામ કરી રહી છે. આ અગાઉ આ જ ટિપ્સ્ટરે ટ્વીટ કરી જણાવ્યું હતું કે વનપ્લસ 9નો મોડેલ નબર LE2110 અને વનપ્લસ 9 પ્રોનાLE2117, LE2119 અને LE2120 મોડેલ નંબર હશે.

અત્યાર સુધીના લીક રિપોર્ટ અનુસાર, ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 875 પ્રોસેસર અને 144Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે. ફોનમાં વાયર્ડ સાથે વાયરલેસ ચાર્જિંગ પણ મળશે. આ સિરીઝનું ડેવલપમેન્ટ કોડનેમ ‘Lemonade’ સાથે કરવામાં આવી રહ્યું છે. ફોનનાં 4 વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.