પંખા ના વ્યવસાય ની વૃદ્ધિ માટે ઓરિએન્ટ ઇલેક્ટ્રિક ની નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોપર નજર

ગેઝેટ્સ
ગેઝેટ્સ

2.4 અબજ યુએસ ડોલરનું કદ ધરાવતા વૈવિધ્યસભર સીકે બિરલા ગ્રુપનો હિસ્સો ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડ તેના પંખા ની શ્રેણીને દેશના માર્કેટ માં ટાયર – 3 અને ટાયર – 4 અને ગ્રામીણ વિસ્તારોમાથી આવી રહેલી ઉગ્ર માંગને અનુરૂપ નવી ઉત્પાદન વધારી રહી છે. કંપનીએ સમર બ્રીઝ પ્રો અને રેપિડ એર એમ બે નવા પંખા રજૂ કર્યા છે અને આવનારા મહિનાઓમાં કંપની ટ્વિસ્ટર નામના પંખામાં, ઇકોનોમી અને આકર્ષક સજાવટના ક્ષેત્રના આધારે શ્રુંખલામાં વધારો કરશે. આગામી 12 મહિનામાં ગ્રામીણ વિસ્તારમાં પંખાના માર્કેટ શેર માં હકારાત્મક વધારો થાય તે માટે આ લોન્ચ કંપનીની યોજનાનો એક ભાગ હતો.

ઓરિએન્ટ ઇલેક્ટ્રિક લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અતુલ જૈને જણાવ્યું હતું કે, “નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં થઈ રહેલ વિપરીત સ્થળાંતર, ચોમાસાને અનુકુળઅને સરકારના નાણાકીય ઉત્તેજનના પગલા હેઠળ પંખા ની માંગમાં વધારો થતો જોવા મળે છે. ભારતના ગ્રામીણ ગ્રાહકોમાં બ્રાન્ડેડ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ઉત્પાદનોખરીદવામાં વધારો થઈ રહ્યો છે. ગ્રામીણ ભારતમાં ઝડપી વિકાસની તકનો લાભ લેવા અને સ્પર્ધાત્મક રીતે ટકી રહેવામાટેઅમે અમારા વિતરણ નેટવર્કનો વિસ્તાર વધારવા અને અમારા ગ્રાહકોને ટાયર -3, ટાયર -4 અને ગ્રામીણ માર્કેટમાં અમારા પંખા મોટાભાગના રિટેલ કાઉન્ટર પર ઉપલબ્ધ કરાવવા ખૂબ ઉત્સાહપૂર્વક કાર્ય કરી રહ્યા છીએ.અમે ઉભરતા ગ્રામીણ ભારતીયગ્રાહકો ની વધતી અપેક્ષાઓ પૂરી કરવા અદ્યતન ટેકનોલોજી અને આકર્ષક ડિઝાઇનસાથે નાવા પંખા માર્કેટ માં લોન્ચ કરતાં રહીશું. ”

નવા મોડલ્સ સમર બ્રીઝ પ્રો અને રેપિડ એર પંખાજે હાઇ સ્પીડવાળા ,વ્યાજબી,મજબૂત અને ટકાઉ મોટર, આકર્ષક કલર અને સ્ટાઇલિશ ડિઝાઇન થી સુજ્જ છે. આ પંખાઓ વિવિધ જગ્યાઅને પસંદગીઓને અનુરૂપસ્વીપ સાઈજમાં અને ઘણા બધા રંગો ના વિકલ્પસાથે ઉપલબ્ધ છે.

ઓરિએન્ટ ઇલેક્ટ્રિકપાસે અને 450 કરતા વધુ શહેરોમાં સારી સર્વિસ આપતું અને1,25,000 રિટેલ આઉટલેટધરાવતું સુવયવસ્થિત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે. તેવર્તમાન માં પંખાના ક્ષેત્રમાં 20 ટકા માર્કેટ શેરજેટલો હિસ્સો ધરાવે છે અને તે ફરીદાબાદ અને કોલકાતા પ્લાન્ટમાં વાર્ષિક 10 મિલિયન યુનિટનું ઉત્પાદન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.