દેશની બેસ્ટ-સેલિંગ કોમ્પેક્ટ એસયુવી મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝાએ ૫.૫ લાખ વેચાણ સાથે સેગમેન્ટનું નેતૃત્વ કર્યું

ગેઝેટ્સ
ગેઝેટ્સ

• ભારતમાં ડિઝાઇન અને કલ્પના કરાયેલી બ્રેઝાએ ગ્રાહકોને સતત ખુશી પ્રદાન કરી
• વિટારા બ્રેઝા તેના નવા સ્વરૂપમાં સબકોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં અગ્રેસર, ઓલ-ન્યુ પાવરફુલ ૧.૫ લીટર કે-સીરિઝ બીએસ૬ પેટ્રોલ એન્જિનથી સજ્જ
ભારતની નં. ૧ કોમ્પેક્ટ એસયુવી મારૂતિ સુઝુકી વિટારા બ્રેઝા માત્ર ૪.૫ વર્ષના ટૂંકા સમયમાં ૫.૫ લાખથી વધુ વેચાણની ઉજવણી કરી રહી છે. આ અત્યાર સુધીમાં કોઇપણ કોમ્પેક્ટ એસયુવીનું સૌથી ઝડપી વેચાણ છે. વર્ષ ૨૦૧૬માં લોન્ચ કરાયેલી વિટારા બ્રેઝા સેગમેન્ટમાં ન જોવા મળેલા આકર્ષક દેખાવ સાથે એસયુવી સેગમેન્ટમાં ક્રાંતિ લાવી હતી. તેણે દેખાવ, પ્રદર્શન અને સરળ ડ્રાઇવિંગ બાબતે સંપૂર્ણ પેકેજ હોવા તરીકે વિવેચકો અને ગ્રાહકો તરફથી પ્રશંસા પ્રાપ્ત કરી છે. શરૂઆતથી જ બ્રાન્ડ વિટારા બ્રેઝા કોમ્પેક્ટ એસયુવી ગ્રાહકોની ઉભરતી જરૂરિયાતો અને વિશિષ્ટ લાઇફ સ્ટાઇલ પ્રદાન કરવા માટે સફળતાપૂર્વક ડિઝાઇન કરવામાં આવી હતી.
ગ્રાહકોની ઝડપથી બદલાતી જરૂરિયાતોને પ્રતિસાદ આપતાં ઓલ-ન્યુ વિટારા બ્રેઝાને વર્ષ ૨૦૨૦માં નવેસરથી રજૂ કરાઇ હતી. હવે મજબૂત અને પાવરફુલ ૪ સિલિન્ડર ૧.૫ લીટર કે-સીરિઝ બીએસ૬ પેટ્રોલ એન્જિનથી સજ્જ અને સૌથી વધુ એવોર્ડ ધરાવતી આ કોમ્પેક્ટ એસયુવી પાવર, સ્પોર્ટીનેસ અને બેજોડ ડ્રાઇવિંગ અનુભવનું ઉત્તમ મિશ્રણ ઓફર કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.