ડુકાતીએ તેની સૌપ્રથમ BS6સ્ક્રેમ્બલર લોન્ચ કરીઃ ભારતમાં સંપૂર્ણ નવી સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રો અને ૧૧૦૦ સ્પોર્ટ પ્રોનું આગમન

ગેઝેટ્સ
ગેઝેટ્સ

લક્ઝરી મોટરસાઈકલ બ્રાન્ડ ડુકાતીએ આજે અનુક્રમે રૂ. ૧૧.૯૫ લાખ અને રૂ. ૧૩.૭૪ લાખ (ભારતવ્યાપી એક્સ- શોરૂમ)ની કિંમતે સંપૂર્ણ નવી સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રો અને ૧૧૦૦ સ્પોર્ટો પ્રો લોન્ચ કર્યાની ઘોષણા કરી હતી. પ્રતીકાત્મક સ્ટાઈલ અને આઝાદીના ભાનના જોશમાંથી જન્મેલી નવી સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રો અને ૧૧૦૦ સ્પોર્ટ પ્રો સ્ક્રેમ્બલરના ‘લેન્ડ ઓફ જોય’ને વધુ સમૃદ્ધ અને પરિપૂર્ણ બનાવે છે. કેસ્ક્રેમ્બલર અમારા પોર્ટફોલિયોમાં અત્યંત કેરેક્ટરફુલ, મુક્ત જોશીલી અને શક્તિશાળી પ્રવેશ સ્તરીય ડુકાતી છે. નવી સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રો રેન્જ તે ગુણોને નવી ઊંચાઈએ લઈ જાય છે, જેને લઈ રાઈડરો તેમની સવારી પર નિરંતર શક્યતાઓનો આનંદ લઈ શકે છે. તે સ્ટાઈલ, કમ્ફર્ટ અને પરફોર્મન્સનું સંમિશ્રણ હોઈ સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રોને દરેકની વ્યક્તિગત અને જરૂરી સવારીની સ્ટાઈલને સદાબહાર અને અનુકૂળ બનાવે છે. કાળજીપૂર્વક વિચાર સાથે ઘડવામાં આવેલી સ્ક્રેમ્બલર ૧૧૦૦ પ્રો અને સ્પોર્ટ પ્રો તમે તેની પર પગ મૂકતાં જ પરિપૂર્ણ સ્ક્રેમ્બલરનો અનુભવ આપે છે. અનુભવી અને નવા રાઈડરો પણ તેના મૈત્રીપૂર્ણ પ્રકારને ધ્યાનમાં લેતાં આ મોટરસાઈકલમાંથી મહત્તમ મેળવી શકે છે અને તેઓ ભરપૂર મોજ લઈ શકશે એવી અમારી અપેક્ષા છે.શહેરની બહાર પણ મોટરસાઈકલ સવારી કરવાનું ગમે અને દેખીતી રીતે જ પ્રવાસીઓ સાથે પણ, તેવા શોખીનો માટે ઘડવામાં આવેલાં આ નવા મોડેલો બાઈકની વધુ ઉત્ક્રાંતિ છે, જે ડુકાતી સ્ક્રેમ્બર ‘લેન્ડ ઓફ જોય’ સાથે ઓળખ ધરાવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.