સ્કોડાએ નવી સ્કોડા સ્લેવિયાની પ્રથમ ઝાંખી પ્રસ્તુત કરવા ઇન્ટેરિઅર સ્કેચ બહાર પાડ્યાં

ગેઝેટ્સ
ગેઝેટ્સ

  • ભારતીય બજાર માટે નવી પ્રીમિયમ મિડસાઇઝ સેડાનમાં વિશાળ ઇન્ટેરિઅર અને વિશિષ્ટ ડિઝાઇન જોવા મળશે
  • રાઉન્ડ એર વેન્ટ અને હોરિઝોન્ટલ ડેકોરેટિવ ટ્રિમ ફ્રેમ એક સેન્ટ્રલ, ફ્રી-સ્ટેન્ડિંગ ડિસ્પ્લે ધરાવે છે
  • નવી સ્કોડા સ્લેવિયાનું વર્લ્ડ પ્રીમિયર 18 નવેમ્બરના રોજ થશે

 

મુંબઈ, – સ્કોડા ઓટોએ અતિ આતુરતાપૂર્વક રાહ જોવાતી સ્લેવિયાનાં વર્લ્ડ પ્રીમિયર અગાઉ પ્રથમ ઝાંખી રજૂ કરવા એના ઇન્ટેરિઅર ડિઝાઇનના સ્કેચ બહાર પાડ્યાં છે. પ્રીમિયમ મિડસાઇઝ સેડાનનું કેબિન સ્કોડાના હાલના ઇન્ટેરિઅર કોન્સેપ્ટ પર આધારિત છે, જેમાં બ્રાન્ડના અન્ય મોડલના કેટલાંક ફીચર સાથે અદ્યતન ડિઝાઇનના પાસાં સામેલ છે. એમાં વિશિષ્ટ, રાઉન્ડ એર વેન્ટ, કોન્ટ્રાસ્ટ કલરમાં હોરિઝોન્ટલ ડેકોરેટિવ ટ્રિમ સ્ટ્રિપ અને બાઇનેકલ પર એમ્બોસ કરેલા વર્ડમાર્ક સામેલ છે.

સ્કોડાના હાલના મોડલના ઇન્ટેરિઅરમાં મહત્વપૂર્ણ પાસું ફ્રી-સ્ટેન્ડિંગ ઇન્ફોટેઇન્મેન્ટ ડિસ્પ્લે છે, જે નવી સ્કોડા સ્લેવિયામાં કેબિનમાં સ્પષ્ટપણે ઊડીને આંખે વળગે છે જે અલગ છે. 25.4 સેમી ટચ સ્ક્રીન ડિસ્પ્લેની નીચે સ્કોડા ગ્રિની સિલહટની કેરેક્ટર લાઇન છે. આ ડિસ્પ્લે ઓપરેટ કરતાં હેન્ડ-રેસ્ટ તરીકે પણ કામ આપશે. બ્રાન્ડની ઓળખ સમાન મોટી કેબિનની પહોળાઈમાં હોરિઝોન્ટલ, કોન્ટ્રાસ્ટ કલરમાં ટ્રિમ સ્ટ્રિપ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે બંને બાજુએ વિશિષ્ટ, રાઉન્ડ એર વેન્ટમાં ફેલાયેલી છે. ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની ડિસ્પ્લેને ટૂ-સ્પોક મલ્ટિફંક્શન સ્ટીઅરિંગ વ્હીલની પાછળ જોઈ શકાશે.

કુશકની જેમ સ્કોડ સ્લેવિયા સ્થાનિક રીતે વિકસાવવામાં આવેલ અને નિર્મિત MQB-A0-IN પ્લેટફોર્મ પર આધારિત છે. સ્કોડા ઓટોએ ભારતીય બજાર માટે ફોક્સવેગન ગ્રૂપનું મોડ્યુલર ટ્રાન્સવર્સ મેટ્રિક્સનું આ વર્ઝન ખાસ અપનાવ્યું છે. એના ટેકનિકલ ડેવલપમેન્ટનું સંચાલન પૂણેમાં સ્કોડા ઓટો ટેકનોલોજી સેન્ટર દ્વારા થયું હતું.

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.