ટાટા સ્કાય બિંજ એપ હવે તમારા સ્માર્ટફોન ઉપર ઉપલબ્ધ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતના અગ્રણી પે ટીવી પ્લેટફોર્મ ટાટા સ્કાયે ટાટા સ્કાય બિંજ મોબાઇલ એપની રજૂઆત સાથે મોબાઇલ ઉપર તેની અગ્રણી ઓટીટી કન્ટેન્ટ એગ્રીગેટર સર્વિસ ટાટા સ્કાય બિંજના લાભો પ્રદાન કર્યાં છે. આજ કરતાં આવતીકાલને વધુ સારી બનાવવાના બ્રાન્ડના હેતુ સાથે સુસંગત ટીવી ઉપર અને હવે મોબાઇલ ઉપર ટાટા સ્કાય બિંજ દર્શકો માટે તેમની પસંદગીની સ્ક્રીન ઉપર ગુણવત્તાયુક્ત મનોરંજન ઉલબ્ધ કરાવવાનો પ્રયાસ કરે છે.

ટાટા સ્કાય બિંજના મુખ્ય પ્રસ્તાવમાં કન્ટેન્ટ ફર્સ્ટ અભિગમ સામેલ છે. આ પોતાના પ્રકારની પ્રથમ ઓટીટી એગ્રીગેશન એપ છે, જે ન્યુઝ રીલિઝ, પોપ્યુલર મૂવિઝ, ટ્રેન્ડિંગ નાઉ વગેરે જેવી બહુવિધ સ્ટ્રીમિંગ કેટેગરીમાંથી કન્ટેન્ટ ક્યૂરેટ કરે છે તથા કન્ટેન્ટની શોધને સરળ બનાવે છે. ભાષા, શૈલી, એપ વગેરેનો ઉપયોગ કરતાં કન્ટેન્ટ સર્ફિંગ શોધ અને ભલામણોને ઝડપી અને અનુકૂળ બનાવે છે. સ્ક્રીનની નીચે ટેબ બાર હોમ સ્ક્રીન, સર્ચ અને વોચ લિસ્ટની સરળ એક્સેસ મળે છે. એક એકીકૃત પ્લેટફોર્મ ઉપર કન્ટેન્ટ જોવા માટે સિંગલ સબસ્ક્રિપ્શન, સિંગલ પેમેન્ટ અને સિંગલ સાઇન-ઓન જોવાનો અનુભવ આકર્ષક અને મનોરંજક બનાવે છે.

સબસ્ક્રાઇબર્સના વિશાળ આધાર માટે એકીકૃત ઓટીટી કન્ટેન્ટ અનુભવ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ટાટા સ્કાય બિંજ મોબાઇલ એપ બે આકર્ષક પ્લાનમાં રજૂ કરવામાં આવી છે. ટાટા સ્કાય બિંજ 299 પ્લાન પસંદ કરતાં સબસ્ક્રાઇબર્સ 1 ટીવી સ્ક્રીન (એમેઝોન ફાયર ટીવી સ્ટીક – ટાટા સ્કાય એજિશન અથવા બિંજ પ્લસ એસટીબી) અને 3 મોબાઇલ સ્ક્રીન ઉપર 10 ઓટીટી એપ્સમાંથી કન્ટેન્ટ પ્રાપ્ત કરી શકશે. 149 મોબાઇલ-ઓન્લી પ્લાન 3 મોબાઇલ સ્ક્રીન ઉપર 7 પ્રીમિયમ ઓટીટી એપ્સમાંથી કન્ટેન્ટ સાથે બિંજ સર્વિસિસની એક્સેસ આપે છે. તમામ નવા બિંજ યુઝર્સ મોબાઇલ એપ ડાઉનલોડ કરીને 7 દિવસની ફ્રી ટ્રાયલની મજા માણી શકે છે.
આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં ટાટા સ્કાયના ચીફ કન્ટેન્ટ અને કમર્શિયલ ઓફિસર પલ્લવી ઘોષે જણાવ્યું હતું કે, “ટાટા સ્કાય બિંજ મોબાઇલ એપની રજૂઆત અમારી પ્રોડક્ટ્સને દર્શકોના વિશાળ આધાર માટે ઉપલબ્ધ કરાવવાના અમારા પ્રયાસો સાથે સુસંગત છે. અમારા સબસ્ક્રાઇબર્સ હવે એકીકૃત ઇન્ટરફેસ, સિંગલ સબસ્ક્રિપ્શન અને સાઇન-ઓન ઉપર તેમની પસંદગીની ઓટીટી કન્ટેન્ટ મોટી અને નાની સ્ક્રીન, ઘર અથવા બહાર એક્સેસ કરી શકશે.”

7તેમણે ઉમેર્યું હતું કે, “એમેઝોન ફાયર ટીવી સ્ટીક – ટાટા સ્કાય એડિશન ઉપર ટાટા સ્કાય બિંજ ઓટીટીની દિશામાં અમારું પ્રથમ પગલું હતું. બીજા પગલા દ્વારા અમે એન્ડ્રોઇડ સક્ષમ સ્માર્ટ સેટ ટોપ બોક્સ, ટાટા સ્કાય બિંજ પ્લસની રજૂઆત દ્વારા લાઇનર ટીવી અને ઓટીટી મારફતે એક ઇન્ટરફેસ ઉપર બે વિશ્વને જોડવા માગતા હતાં. મોબાઇલ એપ ઉપર ટાટા સ્કાય બિંજની રજૂઆત સાથે હવે અમે એવા દર્શકોને સેવા પ્રદાન કરીએ છીએ કે જેઓ ઓટીટી કન્ટેન્ટ પોતાના પર્સનલ ડિવાઇસ ઉપર ગમે ત્યાં જોવાનું પસંદ કરે છે.”

ટાટા સ્કાય બિંજ 10 પ્રીમિયમ ઓટીટી એપ્સ ઉપરથી કન્ટેન્ટ એકત્ર કરે છે. સિંગલ સબસ્ક્રિપ્શન અને યુનિફાઇડ યુઝર ઇન્ટરફેસ ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયમ, ઝી5, સનનેક્સ્ટ, હંગામા પ્લે, ઇરોઝ નાઉ, શેમારૂમી, વુટ સિલેક્ટ, વુટ કિડ્સ, સોનીલીવ અને ક્યુરોસિટીસ્ટ્રીમ જેવી પાર્ટનર એપ્સની એક્સેસ આપે છે. વધારાના પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે મોટી સ્ક્રીન ઉપર એમેઝોન પ્રાઇમ વિડિયોનીપણ એક્સેસ મેળવી શકાય છે. ટાટા સ્કાય બિંજ સર્વિસ સૌપ્રથમ એમેઝોન ફાયર ટીવી સ્ટીક – ટાટા સ્કાય એડિશન દ્વારા લોંચ કરવામાં આવી હતી. બીજું એક્સટેન્શન ટાટા સ્કાય બિંજ પ્લસ એન્ડ્રોઇડ સક્ષમ સ્માર્ટ સેટ-ટોપ બોક્સ હતું અને હવે સમાન ખાતરી મોબાઇલ (એન્ડ્રોઇડ અને આઇઓએસ) ઉપર ઉપલબ્ધ છે.
ફાયર ટીવી સ્ટીક – ટાટા સ્કાય એડિશન અથવા બિંજ પ્લલસ સેટ ટોપ બોક્સ ઉપર ટાટા સ્કાય બિંજ સાથે ટાટા સ્કાય સબસ્ક્રાઇબર્સ તેમના સબસ્ક્રાઇબર આઇડી અથવા રજીસ્ટર્ડ મોબાઇળ નંબરનો ઉપયોગ કરીને બિંજ મોબાઇલ એપ ઉપર કન્ટેન્ટ એક્સેસ કરી શકે છે. ગ્રાહકો પાસે મોબાઇલ-ઓન્લી પ્લાન પસંદ કરવાનો પણ વિકલ્પ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.