ટાટા મોટર્સને આંધ્ર પ્રદેશના સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન પાસેથી ૬૪૧૩ વાહનોનો નોંધપાત્ર ઓર્ડર મળ્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મુંબઈ
ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહનની ઉત્પાદક ટાટા મોટર્સે આજે આંધ્ર પ્રદેશ સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન પાસેથી ૬૪૧૩ વાહનોનો નોંધપાત્ર ઓર્ડર મળ્યો હોવાની ઘોષણા કરી હતી. ટાટા મોટર્સ સરકારી સંસ્થાના નિયમો અને શરતો અનુસાર ટોપ બિડર તરીકે ઊભરી આવી છે અને સંપૂર્ણ નિર્મિત ટાટા એસ ગોલ્ડ વાહનોની ડિલિવરી કરશે. વાહનો આંધ્ર પ્રદેશ રાજ્યમાં પુરવઠાઓની ઘેરબેઠા ડિલિવરી માટે મોબાઈલ ડિસ્પેન્સિંગ યુનિટ્‌સ તરીકે ઉપયોગ કરવામાં આવશે અને ઉપયોગને ઉત્તમ અનુકૂળ બને તે માટે ટાટા મોટર્સ દ્વારા તેને કસ્ટમાઈઝ્‌ડ કરાશે. ટાટા એસ ગોલ્ડ તેના પૈસા વસૂલ મૂલ્ય, કામગીરીનો ઓછો ખર્ચ, ટકાઉપણું અને વર્સેટાલિટી માટે પસંદ કરવામાં આવ્યું છે. ઈ-બિડિંગ પ્રક્રિયા સરકારના ઈ-માર્કેટપ્લેસ થકી હાથ ધરાશે.ટાટા એસ ગોલ્ડ ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવા માટે ડીઝલ, પેટ્રોલ અને સીએનજી બીએસ૬- અભિમુખ એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે અને તેની વિશ્વસનીયતા, ટકાઉપણું અને વર્સેટાલિટીને લીધે તેના માલિકો દ્વારા પૈસા વસૂલ પ્રોડક્ટ તરીકે જોવામાં આવે છે. ટાટા એસ તેના માલિકો માટે વધુ કમાણી કરી આપવાની ક્ષમતા, ઓછો જાળવણી અને સંચાલન ખર્ચ, ઉચ્ચ રિસેલ મૂલ્ય અને ઉત્તમ ડ્રાઈવિંગ આરામ માટે ઓળખાય છે. ટાટા એસ બ્રાન્ડ તેની ૧૫મી એનિવર્સરીની ઉજવણી કરી રહી છે અને આ સમયગાળામાં ગ્રાહકોની નં. ૧ પસંદગી રહી છે. તે આજ સુધી ૨૨ લાખથી વધુ વેપાર સાહસિકો અને આનંદિત માલિકો માટે વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભરી આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.