ચેન્નાઈમાં ‘આઈફોન 11’નું મેન્યુફેક્ચરિંગ શરૂ થયું; એપલને ઈમ્પોર્ટ ટેક્સમાં 22%ની બચત થશે, ફોનની કિંમતમાં ઘટાડો આવી શકે છે

Business
Business

ટેક જાયન્ટ એપલે ભારતમાં ‘આઈફોન 11’નાં મેન્યુફેક્ચરિંગનું કામ શરું કર્યું છે. ધ ઈકોનોમિસ્ટ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ‘આઈફોન 11’નું ઉત્પાદન ચેન્નાઈમાં ફોક્સકોન કરશે. ફોક્સકોન એપલની ટોપ-3 કોન્ટ્રેક્ટ મેન્યુફેક્ચર કંપની છે. આ પ્લાન્ટમાં કંપની ‘આઈફોન XR’ પણ બનાવે છે. રિપોર્ટ અનુસાર, કંપની ધીરે ધીરે તેનું પ્રોડક્શન વધારવાની યોજના બનાવી રહી છે. ભવિષ્યમાં ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે કંપની ‘આઈફોન 11’ ભારતમાં બનાવી રહી છે.

એપલ ‘આઈફોન 11’નું ઉત્પાદન ભારતમાં કરી રહી છે. તે ભારત માટે એક સફળતા છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ અનુસાર, સિલિકોન વેલીમાં કંપનીનો એક પ્લાન્ટ સ્થાનિક લેવલે નવા અને મોંઘા આઈફોન બનાવવા માટે ઉત્સુક નથી. તેના માટે હાઈ એન્ડ, ઓર્ગેનિક લાઈટ એમેટિંગ ડાયોડ મોડેલનું ઉત્પાદન કરવા માટે યોગ્ય સપ્લાઈ ચેન અને સ્કિલ્ડ લેબરની ઊણપ સહિતના પરિબળોને જવાબદાર ગણવામાં આવ્યા છે. તેથી એપલે તેની રણનીતિમાં ફેરફાર કર્યો છે.

આઈફોન 11નું ભારતમાં ઉત્પાદન સરકારની PLI (પ્રોડક્શન લિંક્ડ ઈન્સેટિવ) સ્કીમથી જોડાયેલું છે, જે કંપનીઓને સ્માર્ટફોનનું દેશમાં જ મેન્યુફેક્ચરિંગ કરવા પ્રોત્સાહન આપે છે. સરકાર સ્માર્ટફોન મેકર્સને સપ્લાઈ ચેન મશીનરી લાવવા માટે ભાર આપી રહી છે, જેથી સ્વદેશી માર્કેટિંગ માત્ર અસેમ્બલ પૂરતું જ સીમિત ન રહે.

ભારતમાં અમેરિકન કંપનીઓ રસ દાખવી રહી છે, તેનું કારણ ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલો તણાવ પણ છે. ચીન હાલ ચોતરફે અશાંતિથી ઘેરાયેલો છે. તેથી એપલ ચીન બહાર તેનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. દુનિયાની સૌથી મોટી આઈફોન મેકર કંપની પેગાટ્રોન પણ ભારતમાં મેન્યુફેક્ચરિંગ ચાલુ કરશે.

આઈફોન 11નું મેન્યુફેક્ચરિંગ ભારતમાં જ કરવા પર કંપનીનો 22% ઈમ્પોર્ટ ટેક્સ બચી જશે. જોકે તેનો ફાયદો ગ્રાહકોને મળશે કે કેમ તે કહી શકાય તેમ નથી. સરકારે ઈમ્પોર્ટ ટેક્સમાં ફેરફાર કર્યા બાદ કંપનીએ ભારતમાં કેટલાક આઈફોનની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારબાદ GST વધી જવા પર પણ કંપનીએ ભાવવધારો કર્યો હતો. હાલ આઈફોન 11નાં 64GB વેરિએન્ટની કિંમત 68,300 રૂપિયા, 128GB વેરિઅન્ટની કિંમત 73,600 રૂપિયા અને 256GB વેરિઅન્ટની કિંમત 84,100 રૂપિયા છે.

ટેક રિસર્ચ ફર્મ કાઉન્ટર પોઈન્ટના રિપોર્ટ અનુસાર, એપલે વર્ષ 2020માં જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં આઈફોનનાં વેચાણમાં YoY 78%નો વધારો કર્યો છે. તેનું કારણ આઈફોન 11 છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, કંપની તાજેતરમાં જ લોન્ચ થયેલા આઈફોન SE (2020)નું ઉત્પાદન પણ ભારતમાં કરી શકે છે. કંપનીએ ઓરિજિનલ આઈફોન SEનું ઉત્પાદન પણ ભારતમાં જ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.