એપલ 34 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બેનિફિટ આપી રહી છે, HDFCના ગ્રાહકોને 6000 રૂપિયાનું કેશબેક મળશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

આઈફોન 12 અને આઈફોન 12 પ્રોનું બુકિંગ શરૂ થઈ ગયું છે. આ ફોનનાં બુકિંગ માટે ગ્રાહકોએ કંપનીના ઓફિશિયલ સ્ટોર પર જવાનું રહેશે. જોકે આઈફોન 12 મિની અને પ્રો મેક્સનું બુકિંગ 6 નવેમ્બરથી શરૂ થશે.

આઈફોન 12 અને પ્રોનું બુકિંગ અને ઓફર

એપલના ઓનલાઈન સ્ટોર પરથી આઈફોન 12 અને આઈફોન 12 પ્રોનાં બુકિંગ પર કંપની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની આઈફોન 12 પર 22,000 રૂપિયા અને આઈફોન 12 પ્રો પર 34,000 રૂપિયાની એક્સચેન્જ અમાઉન્ટ ઓફર કરી રહી છે.
જો ગ્રાહક એપલના ઓથોરાઈઝ્ડ ડિસ્ટ્રીબ્યુટરથી ફોનની ખરીદી HDFC બેંકના કાર્ડથી કરે છે તો 6,000 રૂપિયા સુધીનું કેશબેક અને સરળ EMIના ઓપ્શન મળે છે. આ ઓફર બાદ આઈફોન 12ની પ્રારંભિક કિંમત 73,900 રૂપિયા થઈ જશે. તો આઈફોન 12 પ્રો પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તેની પ્રારંભિક કિંમત 1,14,900 રૂપિયા થઈ જશે.

આ સિરીઝના તમામ આઈફોન પાણીમાં 6 મીટર ઉંડાઈ સુધી અડધો કલાક ડૂબ્યા બાદ પણ કામ કરી શકે છે.
આઈફોન 12 સિરીઝનું ડ્રોપ પફોર્મન્સ 4 ગણું વધારે કરવામાં આવ્યું છે. અર્થાત તે આઈફોન 11ની સરખામણીએ વધારે મજબૂત છે.

એપલ આઈફોન 12 સિરીઝનાં સ્પેસિફિકેશન​​​​​​​

આઈફોન 12: તેમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન સેફ્ટી માટે તેના પર કોર્નિંગની નવી સિરામિક શિલ્ડ આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. તેમાં એલ્યુમિનિયમ ફ્રેમ ફ્લેટ એજ (કિનારી) આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ આઈફોન 11 કરતાં 11% પાતળો, 15% નાનો, 16% વજનમાં હલકો છે. તેનાં બ્લેક, બ્લુ, રેડ અને ગ્રીન એમ 5 કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.
નવો આઈફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના માટે કંપનીએ તેના iOSને પણ ઓપ્ટિમાઈઝ કરી છે. ફોનમાં A14 બાયોનિક ચિપ આપવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ આ ચિપનો ઉપયોગ આઈપેડ એરમાં પણ કર્યો છે. કંપનીનો દાવો છે કે, નેટવર્કની આઈડલ કન્ડિશન રહે ત્યાં સુધી તેની મેક્સિમમ ડાઉનલોડ સ્પીડ 4Gbps સુધી રહેશે. તેમાં 64GB, 128GB અને 256GBનાં સ્ટોરેજ વેરિઅન્ટ મળશે.
ફોનમાં 12 મેગાપિક્સલનો ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેના એક વાઈડ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધી એરિયા કવર કરે છે. આઈફોન 11ની તુલનામાં તેની લૉ લાઈટ ફોટોગ્રાફી ક્વૉલિટીને 27% સુધી સુધારવામાં આવી છે. તેમાં નવા સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. તે 15 વોટના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

તેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532×1170 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. સેલ્ફી માટે 12 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે. તમે તેને 128GB, 256GB અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ખરીદી શકશો.

કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 17 કલાકનો વીડિયો કોલિંગ, 11 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 65 કલાક મ્યૂઝિક સાંભળે છે. 20 વોટ એડોપ્ટરથી આ 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. આ ફોન સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરના વેરિઅન્ટમાં ખરીદી શકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.