વોલ્વો ટ્રક્સ ઇન્ડિયાએ નવી જનરેશન માટે ટ્રક લોન્ચ કર્યા  

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વીઇ કોમર્શિયલ વ્હિકલ્સ લિમીટેડ (વીઇસીવી)નો એક ભાગ એવી વોલ્વો ટ્રક્સ ઇન્ડિયાએ FM અને FMX રેન્જ હેઠળ ભારતમાં 6 હેવી ડ્યૂટી ટ્રક્સ લોન્ચ કરી છે. ઉદ્યોગને અગ્રણી ઉકેલો પૂરા પાડવાના વોલ્વો ટ્રક્સના ભૂતકાળને આધારે ભારતમાં આ વધુ ઉત્પાદકીય અને સુરક્ષિત ટ્રક્સ માટેની વિસ્તરિત માગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

“અમારા ગ્રાહકોને ઊંચી કામગીરી કાર્યક્ષમતા પૂરી પાડવા માટે આ નવી જનરેશન ટ્રક્સની ડિઝાઇન વાળી ટ્રક્સ લોન્ચ કરતા અમે ગર્વ અનુભવીએ છીએ,. અમે ભારતમાં વૈશ્વિક કક્ષાની શોધને લાવવાનુ સતત રાખ્યુ છે અને આ ટ્રક્સ વધુમાં અમારા ગ્રાહકોના અત્યંત પસંદગીના બિઝનેસ ભાગીદાર તરીકેની ભૂમિકાને વેગ આપશે”એમ વીઇ કોમર્શિયલ લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર વિનોદ અગરવાલે જણાવ્યું હતુ.

“અમારી ટ્રક્સ અત્યંત આવશ્યક અને સમય નિર્ણાયક એપ્લીકેશન્સની માગ સંતોષશે અને આ નવી રેન્જની ટ્રક્સની ઉત્પાદકતાની સીમાઓને વેગ આપવાની સથે ડ્રાઇવર એન્વાયર્નમેન્ટ અને સુરક્ષામાં સુધારો કરવા પરના મજબૂત ફોકસ સાથે તૈયાર કરવામાં આવી છે. વૈશ્વિક કક્ષાની સર્વિસથી સમર્થિત, અમે હવે ટ્રાન્સપોર્ટ ઉકેલોની બહોળી શ્રેણી ધરાવીએ છીએ જેથી ભારતમાં વિવિધ એપ્લીકેશન્સનની વિશિષ્ટ જરૂરિયાતોને સંતોષી શકાય”, એમ વોલ્વો ટ્રક્સ ઇન્ડિયાના સિનીયર વાઇસ પ્રેસિડન્ટ બી. દિનાકરે જણાવ્યું હતુ.

ભારતમાં હાલમાં વેચાણ માટે ઉપલબ્ધ આ નવી ટ્રક્સ સફળતાને આગળ ધપાવવાની વોલ્વો ટ્રક્સની પરંપરાને સતત રાખે છે અને વોલ્વો ટ્રક્સ, હોસ્કોટે ફેક્ટરી પર તેનું ઉત્પાદન કરવામાં આવે છે.

નવી રેન્જ

વોલ્વો FM અને FMX રેન્જની ટ્ર્કસમાં ઊંચી ઉત્પાદકતા અને કાર્યક્ષમતા, અતુલનીય સુરક્ષા, શ્રેષ્ઠ ડ્રાઇવ આરામ અને વિસ્તરિત કનેટ્ક્ટીવિટી ફીચર્સનો સમાવેશ થાય છે.

  • FMX 460 8×4 20.3 cu.mસોલ્યુશનની રચના માઇનીંગ સેગમેન્ટ માટે ચોક્સાઇ અને મજબૂતાઇનું મિશ્રણ આપવા માટે કરાઇ છે.
  • FMX 460 8×4 33cu.m સોલ્યુશનની રચના સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન માટે કરાઇ છે.
  • FMX 500 8×4 ઓફ-રોડ ડંપ ટ્રક કઠિન માઇનીંગ એપ્લીકેશન જરૂરિયાતો માટે સંપૂર્ણ નવું સોલ્યુશન છે. 20 ટન્સઅને 38-ટન્સ બોગીના વિસ્તરિત ફ્રંટ એક્સલ લોડ સાથે તે અત્યંત આવશ્યકતવાળા કાર્યો માટે રચના કરવામાં આવી છે જે 15% પેલોડ વધારાને મંજૂરી આપે છે.
  • FM420 8×4 23cu.m સોલ્યુશનની રચના રોડ બાંધકામ અને જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને અનુકૂળ થાય તે રીતે કરવામાં આવી છે.
  • FM 500 6×4 પુલરની રચના ડાયમેન્શનલ/ઓવરવેઇટ કાર્ગો હેરફેરમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે કરવામાં આવી છે.
  • FM420 4×2 ટ્રેક્ટર સોલ્યુશન, હાઇ સ્પીડ લોંગ હોલ એપ્લીકેશન (ઇ-કોમર્સ, જસ્ટ-ઇન ટાઇમ સપ્લાય ચેઇન્સ) અત્યંત વિસ્તરિત ડ્રાઇવર આરામ, સુધારેલા એરોડાયનેમિક્સ અને વધુ સારી કનેક્ટિવીટી સાથે આવે છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.