મહિન્દ્રાએ 8 જાન્યુઆરી, 2021થી એના પર્સનલ અને કમર્શિયલ વાહનોની રેન્જ માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અબજ અમેરિકન ડોલરના મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ આજે જાહેરાત કરી હતી કે, એના પર્સનલ અને કમર્શિયલ વાહનોની રેન્જની કિંમતમાં 8 જાન્યુઆરી, 2021થી આશરે 1.9 ટકાનો વધારો થશે, જેના પગલે મોડલ અને વેરિઅન્ટને આધારે કિંમતમાં રૂ. 4,500થી રૂ. 40,000 સુધીનો વધારો થશે. સંપૂર્ણપણે નવી થારના કેસમાં એની હાલની કિંમતમાં વધારો 1 ડિસેમ્બર, 2020થી 7 જાન્યુઆરી, 2021 વચ્ચે થયેલા તમામ બુકિંગ્સમાં લાગુ થશે. 8 જાન્યુઆરી, 2021થી સંપૂર્ણપણે નવી થાર માટે નવા તમામ બુકિંગ્સમાં ડિલિવરીની તારીખે લાગુ કિંમત ચુકવવી પડશે.

M&M લિમિટેડના ઓટોમોટિવ ડિવિઝનના સીઇઓ વીજય નાકરાએ કહ્યું હતું કે, “છેલ્લાં ઘણા મહિનાઓમાં કોમોડિટીની કિંમતો અને વિવિધ અન્ય ઇનપુટ ખર્ચાઓમાં અસાધારણ વધારો થવાથી કિંમતમાં વધારો જરૂરી હતો. અમે નોંધપાત્ર સમયગાળા દરમિયાન અમારા ખર્ચ ઘટાડવા અને કિંમતમાં વધારો કરવાનું ટાળવા શક્ય તમામ પ્રયાસો કર્યા હતા, પણ આંતરિક ખર્ચમાં વધારો થવાથી અમને કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે, જે 8 જાન્યુઆરી, 2021થી લાગુ થશે.”

મહિન્દ્રા વિશે
મહિન્દ્રા 19.4 અબજ ડોલરનું વિવિધ કંપનીઓનું ગ્રૂપ છે, જે લોકોને ઇનોવેટિવ મોબાઇલ સોલ્યુશન્સ, ગ્રામીણ સમૃદ્ધિ, શહેરી જીવનની ગુણવત્તાનું સંવર્ધન, નવા વ્યવસાયોને વેગ અને સમુદાયોનું ઉત્થાન કરીને સક્ષમ બનાવે છે. ગ્રૂપ ભારતમાં યુટિલિટી વ્હિકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નાણાકીય સેવાઓ અને વેકેશન ઑનરશિપમાં લીડરશિપ પોઝિશન ધરાવે છે તેમજ વોલ્યુમની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી ટ્રેક્ટર કંપની છે. ગ્રૂપ પુનઃપ્રાપ્ય ઊર્જા, એગ્રિબિઝનેસ, લોજિસ્ટિક્સ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં મજબૂત કામગીરી પણ ધરાવે છે. ભારતમાં હેડક્વાર્ટર સાથે મહિન્દ્રા દુનિયાના 100 દેશોમાં 2,56,000 લોકોને રોજગારી આપે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.