ઓપ્પોએ કે સિરીઝની પ્રોડક્ટ કે 10 ફક્ત રૂ. 14,990માં રજૂ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અગ્રણી વૈશ્વિક સ્માર્ટ ડિવાઇસ બ્રાન્ડ OPPOએ K સિરીઝ સ્માર્ટફોન K10 આજે બજારમાં મુક્યા છે. 6+128GB વેરિયાંટનીની રૂ. 14,990 અને 8+128GB વેરિયાંયની રૂ. 16,990ની કિંમત ધરાવતુ આ ડિવાઇસ ઇ-કોમર્સ ફ્લિપકાર્ટ, ઓપ્પો ઓનલાઈન સ્ટોર અને પસંદગીના રિટેલ આઉટલેટસ પર ઉપલબ્ધ બનશે.

ઓલ-રાઉન્ડર સ્માર્ટફોનમાં 50MP એઆઈ ટ્રિપલ રિયર કેમેરા સાથે ફ્લેગશિપ ગ્રેડ AI વિસ્તરિત ફીચર્સ સાથે આવે છે. તેમાં RAM વિસ્તરણ ટેકનોલોજી, 500mAh બેટરી સાથે લાઇટીંગ ફાસ્ટ 33W સુપરવોક ચાર્જીંગ, 16.73cm 96.59″) પંચ હોલ ડીસ્પ્લે અને પ્રિમીયમ બે ટોનવાળા સ્ક્રેચ-પ્રતિકારક બેક સાથે OPPOના પ્રોપરાઇટરી ગ્લો ડિઝાઇનનો સમાવેશ થાય છે. ડિવાઇસ કલરઓએસ 11.1. સાથે 11 જેટલી ભાષાઓને ટેકો આપે છે.

50MP એઆઈ ટ્રિપલ કેમેરા સિસ્ટમ સાથે આ સ્માર્ટફોન ગતિશીલ કલરમાં સ્પષ્ટ ક્ષણોને કેદ કરે છે. જ્યારે રિયર કેમેરા નાઇટસ્કેપ મોડ સિલેક્ટ કરે છે, તે ઓછા ઉજાસવાળા પર્યાવરણમાં એક્સોપઝશર એડજસ્ટ કરે છે અને મલ્ટી ફ્રેમ કંપોઝીટ ટેકનિકનો વધુ ડિટેલ્સ કેદ કરવા માટે ઉપયોગ કરે છે. વધુમાં તેમાં ત્રણ નાઇટ ફિલ્ટર્સ જેમ કે એસ્ટ્રાલ, કંપોઝીશન અને ડેઝલનો પણ સમાવેશ થાય છે.

ઓપ્પો કે 10ના 16 એમપી એઆઈ સેલ્ફી કેમેરા એચડીઆરને સપોર્ટ કરે છે અને બ્રાઇટ સેલ્ફ-પોર્ટ્રેઇટ માટે 360° ફિલ લાઇટ સાથે આવે છે. તે વિડિયો, નાઇટ, પેનોરેમિક, પોટ્રેટ, ટાઈમ-લેપ્સ, ટેક્સ્ટ સ્કેનર અને સ્ટીકર જેવા મોડને પણ સપોર્ટ કરે છે. ઉપકરણના ફોટો સ્યુટમાં AI નાઇટ ફ્લેર પોટ્રેઇટ છે, જે રાત્રિના સમયના પોટ્રેઇટ શોટ્સમાં લેન્સ ફ્લેર અને બોકેહ અસરો ઉમેરે છે. તે બ્યુટીફિકેશન લેવલને સમાયોજિત કરવા અને સૌંદર્યના ગુણ જેવા કુદરતી લક્ષણોને છોડીને ત્વચાના ડાઘને દૂર કરવા માટે ફ્રન્ટ કેમેરા પર AI નેચરલ રિટચિંગ પણ આપે છે. આ સાથે, ફોનની નવીન AI પેલેટ વપરાશકર્તાઓને અન્ય ફોટામાંથી સેટિંગ્સ સાથે ટેમ્પલેટ્સ બનાવવા દે છે જે ભવિષ્યના ચિત્રો પર લાગુ કરી શકાય છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.