એમેઝોન દ્વારા પુસ્તકો અને રમકડાં માટે ખાસ તૈયાર કરાયેલા કેટલોગ રજૂ કરવામાં આવ્યા !

ગેઝેટ્સ
ગેઝેટ્સ

પ્રાઇમ ડે 2023 હવે નજીક આવી રહ્યો છે ત્યારે, એમેઝોન ઇન્ડિયાએ રમકડાં અને બીજી ઘણી વસ્તુઓને કેન્દ્રમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવેલા કેટલોગ “લિટલ એક્સપ્લોર”નો પ્રારંભ કર્યો છે, જેમાં દરેક શિશુ, બાળક, ટ્વીન અને કિશોરો માટે રમકડાં, પુસ્તકો અને બીજી ઘણી વસ્તુની મનપસંદ પસંદગીની ભલામણ કરવામાં આવી છે. આ કેટલોગનો ઉદ્દેશ્ય ગ્રાહકોને પ્રાઇમ ડે આવે તે પહેલાં જ તેમની ખરીદીનું આયોજન કરવામાં અને ગ્રેટ ડીલ્સ તેમજ પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરવાનો છે. આ કેટલોગમાં રમકડાં અને પુસ્તકો જેવી ગિફ્ટ માટેના આઇડિયા, રમકડાં, સ્ટીકરો, DIY કિટ્સ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ અને રસ્કિન બોન્ડની વાર્તા “ધ બ્લુ અમ્બ્રેલા”નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કેટલોગમાં લીગો, હેસ્બ્રો અને મેટેલ જેવી બ્રાન્ડમાં પ્રોડક્ટ્સની વિશાળ પસંદગી આપેલી છે. કેટલોગના દરેક પેજ QR કોડ અને ઉત્પાદનો સાથે સંકલિત કરવામાં આવ્યા છે, જેમ કે ગ્રાહકો તેમની એમેઝોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઉત્પાદનને સ્કૅન કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકે છે. કેટલોગ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

આ પહેલ અંગે ટિપ્પણી કરતા, એમેઝોન ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી રાજર્ષિ ગુઇને જણાવ્યું હતું કે અમે બાળકો અને માતા-પિતા માટે પ્રાઇમ ડે અને ત્યારપછીની તહેવારોની મોસમ પહેલાં રમકડાંની ખરીદી કરવાની નવી રીત પૂર પાડવા બાબતે ઉત્સાહિત છીએ. કિડ્સ હોલીડે ગિફ્ટ ગાઇડએમેઝોનની વિશાળ પસંદગીને માહિતીપ્રદ, અનુકૂળ અને મનોરંજક બનાવે છે. તે એક વિશેષ ગિફ્ટ પણ છે જેને પરિવારો ઉનાળાની ઋતુ દરમિયાન શેર કરી શકે છે અને, એકવાર રજાઓ પૂરી થઇ જાય, પછી તેઓ કૂપન કોડ ઑફરોની મદદથી આખુ વર્ષ તેનો લાભ મેળવી શકે છે. આ કેટલોગ માતાપિતા અને બાળકો માટે એક ઇન્ટરેક્ટિવ ટૂલ તરીકે કામ કરશે કારણ કે તેની મદદથી તેઓ ઘરે બેઠા આરામથી એકસાથે મનપસંદની યાદીબનાવી શકશે.”

આ કેટલોગ તમને Amazon.in પર ઉપલબ્ધ ટોચના 200, ‘ગ્રાહકના સૌથી પ્રિય’ રમકડાં અને પુસ્તકોની ખાસ તૈયાર કરવામાં આવેલી યાદી શોધવામાં મદદ કરશે. યાદીમાં સમાવવામાં આવેલી તમામ પ્રોડક્ટ્સમાં ડીલ્સ, ઑફર્સ અને કૂપન્સ સામેલ હશે. કેટલોગમાં ગેમ્સ અને છુપાયેલ સરપ્રાઇઝ પણ હશે – સરપ્રાઇઝ એ એક ખાસ તૈયાર કરવામાં આવેલું ઑફર પેજ હોય છે અને તેમાં વર્ષની શ્રેષ્ઠ કિંમત પર ઉપલબ્ધ પ્રોડક્ટ હશે અને આ પ્રોડક્ટ દરરોજ બદલાતી રહેશે. બાળકો માટે આગામી ઉત્પાદન પસંદ કરવા માટે આ કેટલોક માતાપિતા અને બાળકોની માર્ગદર્શિકા તરીકે પણ કામ કરશે. કેટલોગના આગળના કવરમાં ડિજિટલ કૉપિ ડાઉનલોડ કરવા અને અન્ય લોકો સાથે તેને શેર કરવા માટે QR કોડ હશે. આનાથી માતા-પિતા અને બાળકો અન્ય માતાપિતા અને બાળકો માટે ઉપયોગી લાગે તેવી સામગ્રી શેર કરી શકશે.

એમેઝોન ઇન્ડિયા પર 15 અને 16 જુલાઇ, 2023ના રોજ ફરીથી પ્રાઇમ ડે આવી રહ્યા છે. પ્રાઇમ મેમ્બર મોટી બચત, ગ્રેટ ડીલ્સ, બ્લોકબસ્ટર મનોરંજન, ટોચની બ્રાન્ડ્સ અને નાના અને મધ્યમ વ્યવસાયો દ્વારા કરવામાં આવતા નવા લોન્ચિંગ, પાત્રતા ધરાવતી વસ્તુઓ પર મફત એક-દિવસીય ડિલિવરી અને બીજા ઘણા લાભો સાથે આનંદ મેળવવા માટે તૈયાર થઇ જાઓ. પ્રાઇમ ડે દરમિયાન, ICICI બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ, SBI ક્રેડિટ કાર્ડ્સ અને ICICI બેંક ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ અને SBI ક્રેડિટ કાર્ડ્સ પર EMI ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરીને ચુકવણી કરવા પર 10% બચત સાથે મોટી બચત થઇ શકે છે. ભારત સહિત 25 દેશોમાં 200 મિલિયનથી વધુ પ્રાઇમ સભ્યો પ્રાઇમનો આનંદ માણે છે. શું તમે હજુ સુધી સભ્ય નથી? મફત અને ઝડપી ડિલિવરી, અમર્યાદિત વિડિયો, જાહેરાત-મુક્ત સંગીત, વિશેષ ડીલ્સ, લોકપ્રિય મોબાઇલ ગેમ્સ પર મફત ઇન-ગેમ કન્ટેન્ટ જેવા અને બીજા ઘણા પ્રાઇમ લાભોનો આનંદ લેવા amazon.in/prime પર INR 1,499/વર્ષ અથવા એક મહિના માટે INR 299 માં પ્રાઇમ સાથે જોડાઓ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.