એમજી મોટર ઈન્ડિયા સંપૂર્ણ નવો ZS EV અનુભવ નવી ઊંચાઈએ લઈ જતાં એક્સક્લુઝિવ વેરિયન્ટમાં નવા ઈન્ટીરિયર રંગો રજૂ કર્યા ZS EV એક્સાઈટ માટે બુકિંગ શરૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

એમજી મોટર ઈન્ડિયા દ્વારા આજે તેના સંપૂર્ણ નવા ZS EV એક્સક્લુઝિવ વેરિયન્ટ માટે નવાનક્કોર ઈન્ટીરિયર રંગોની રજૂઆત કર્યાની ઘોષણા કરી હતી. કાર હવે ડ્યુઅલ-ટોન આઈકોનિક આઈવરી ઈન્ટીરિયર્સમાં મળશે. કંપનીએ આ સાથે નવી ZS EV એકસાઈટ માટે બુકિંગ્સ 3 ઓક્ટોબર, 2022થી શરૂ થશે એવી ઘોષણા પણ કરી છે.

ZS EV એક્સાઈટ વધુ 75 કનેક્ટેડ ફીચર્સ અને વૈશ્વિક સ્તરે પ્રમાણિત ગુણવત્તા ASIL-D, IP69K & UL2580 સાથે સૌથી સેગમેન્ટમાં સૌથી વિશાળ 50.3kWh બેટરી સાથે ગ્રાહકોને પાવર- પેક્ડ ઈલેક્ટ્રિક મોબિલિટી અનુભવ પૂરો પાડે છે. 176 PS પાવર સાથે સંપૂર્ણ નવી અત્યાધુનિક ટેકનોલોજી બેટરી એક ચાર્જમાં 461-km સર્ટિફાઈડ રેન્જ પ્રદાન કરે છે. કાર સેગમેન્ટમાં સૌથી વિશાળ 25.7 cm HD ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સાથે ઘણા બધ અન્ય સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ, જેમ કે, 360 ડિગ્રી ઓલ-રાઉન્ડ વ્યુ કેમેરા અને ડિજિટલ કી સાથે આવે છે. ZS EV એકસાઈટમાં સેગમેન્ટમાં અવ્વલ 17.78 cm એમ્બેડેડ LCD સ્ક્રીન અને બહેતર સુરક્ષા માટે હિલ ડિસેન્ટ કંટ્રોલ (HDC) સાથે સંપૂર્ણ ડિજિટલ ક્લસ્ટરની ખૂબી છે. ડ્રાઈવ્ઝને વધુ સહજ બનાવવા માટે બેઝ વેરિયન્ટ પાર્કિંગ બુકિંગ માટે પાર્ક+ નેટિવ એપ અને લાઈવ ટ્રાફિક, લાઈવ વેધર અને AQI માટે મેપમાયઈન્ડિયા અને નજીકની રેસ્ટોરાં અને હોટેલોની ખોજ કરવા ઈન્ટીગ્રેટેડ ડિસ્કવર એપ સાથે આવે છે. સિસ્ટમ ફર્મવેર ઓવક-ધ-એર (FOTA) અપડેટ ક્ષમતા પણ ધરાવે છે.

ZS EV યુનાઈટેડ કિંગડમ, યુરોપના ભાગો, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ચાયના, પેરૂ, ચિલી અને ભારતમાં ઉપલબ્ધ છે. વાહનનું EV મંચ અન્ય સર્વમાં એકધારી પહોંચ આપે છે, જે સાથે ઈલેક્ટ્રિક પેસેન્જર વેહિકલ ઉત્પાદનમાં વૈશ્વિક આગેવાન તરીકે એમજીના સ્થાનને વધુ મજબૂત બનાવે છે. એમજીની ZS EVએ દુનિયાભરમાં મુખ્ય બજારો પર વર્ચસ જમાવવાનું ચાલુ રાખ્યું છે. હાઈ- ટેક, હાઈ- પરફોર્મન્સ EV માટે માગણી બેસુમાર વધી રહી છે. વાહન ઉત્પાદકો તેને અત્યંત આશાસ્પદ સેગમેન્ટ તરીકે જોવા લાગ્યા છે.

એમજી મોટર ઈન્ડિયા દેશમાં EV અપનાવવાનું પ્રમાણ વધારીને ભારતમાં ઈલેક્ટ્રિક મઓબિલિટી ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે. કાર માલિકો માટે આસાન EV અનુભવ પ્રદાન કરવા કાર ઉત્પાદકોએ જિયો- બીપી, કેસ્ટ્રોલ અને બીપીસીએલ જેવી મુખ્ય ખેલાડીઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. કંપની શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાણ કરીને EV અવકાશમાં રિસર્ચ અને ઈનોવેશનને પ્રમોટ પણ કરી રહી છે. તાજેતરમાં આરવી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, બેન્ગલોર સાથે સહયોગમાં એમજીએ તેના કુશળતા વિકાસ કાર્યક્રમ એમજી નર્ચરના ભાગરૂપે EV સર્ટિફિકેશન કોર્સ શરૂ કર્યો હતો.

એમજી મોટર ઈન્ડિયા વિશે
1924માં યુકેમાં સ્થાપિત મોરિસ ગેરેજીસનાં વાહનો તેમની સ્પોર્ટસ કાર્સ, રોડસ્ટર્સ અને કેબ્રિયોલેટ સિરીઝ માટે વિશ્વવિખ્યાત હતાં. એમજી વાહનો ઘણી બધી સેલિબ્રિટીઓનાં મનગમતાં હતાં, જેમાં બ્રિટિશ વડા પ્રધાનો અને બ્રિટિશ શાહી પરિવારો પણ તેની સ્ટાઈલિંગ, મનોહરતા અને જોશીલી કામગીરી માટે તેને અપનાવતા આવ્યા છે. એમજી કાર કત્લબ 1930માં યુકેના અબિંગડનમાં સ્થાપવામાં આવી હતી, જેના હજારો વફાદાર ચાહકો છે, જે તેને કાર બ્રાન્ડ માટે દુનિયામાં સૌથી વિશાળ ક્લબમાંથી એક બનાવે છે. એમજી છેલ્લાં 98 વર્ષમાં આધુનિક, ભવિષ્યલક્ષી અને નાવીન્યપૂર્ણ બ્રાન્ડ તરીકે ઉત્ક્રાંતિ પામી છે.

એમજી મોટર ઈન્ડિયાના ગુજરાતના હલોલ ખાતે તેના અત્યાધુનિક કાર ઉત્પાદન પ્લાન્ટ 80,000 વાહનોની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને લગભગ 2500 કાર્યબળને રોજગાર આપ્યો છે. તેના કેસ (કનેક્ટેડ, ઓટોનોમસ, શેર્ડ અને ઈલેક્ટ્રિક) મોબિલિટીના ધ્યેયથી પ્રેરિત આ અત્યાધુનિક કાર ઉત્પાદકે આજે વાહન ક્ષેત્રમાં અનુભવોને પરિપૂર્ણ બનાવ્યો છે. તેણે ભારતની પ્રથમ ઈન્ટરનેટ એસયુવી – એમજી હેક્ટર, ભારતની પ્રથમ પ્યોર ઈલેક્ટ્રિક ઈન્ટરનેટ એસયુવી એમજી ઝેડએસ ઈવી અને ભારતની પ્રથમ ઓટોનોમસ (લેવલ 1) પ્રીમિયમ એસયુવી એમજી ગ્લોસ્ટર અને પર્સનલ એઆઈ આસિસ્ટન્ટ અને ઓટોનોમસ (લેવલ 2) ટેકનોલોજી સાથે ભારતની પ્રથમ એસયુવી એમજી એસ્ટર સહિત ભારતમાં અનેક પ્રથમ પહેલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.