હાઇવે ઉપર મોટાભાગની લકઝરી ઓ નો પાર્કિંગ પોઇન્ટ – પોલીસ ની રહેમનજર; ડીસાના જલારામ મંદિર આગળ પાલનપુર તરફના મુખ્ય હાઇવે ઉપર ખાનગી લકજરી ચાલકો માટે પાર્કિંગ પોઇન્ટ બની ચુકયો છે. મુખ્ય હાઇવે ઉપર આડેધડ ખાનગી લકજરી બસો પેસેન્જર લેવા માટે ઉભી રહેતા ટ્રાફિકજામની સમસ્યા રોજિંદી બની છે.
ડીસાના જલારામ મંદિર થી પાલનપુર તરફ જતા મુખ્ય હાઇવે ઉપર ખાનગી લકજરીઓ માટે પાર્કિંગ પોઇન્ટ બની ગયો છે. સુરત, મુંબઈ, જતી મોટા ભાગની લકજરી બસો અહીં થી પેસેન્જર લેવા તેમજ ઉતારવા માટે પાર્ક થાય છે તેમાય સાંજે અને સવારે અને સાંજના સુમારે તો લાઈનો લાગે છે. તેના કારણે દિવસ દરમિયાન અહીં વારંવાર ટ્રાફિક જામ થાય છે. જેના લીધે અહીં થી પસાર થતા અન્ય વાહનો સાથે રાહદારી પણ ટ્રાફિકના કલાકો સુધી અટવાઈ જાય છે. તેમ છતાં પણ સામેજ ટ્રાફિક પોલીસ પોઇન્ટ હોવા છતાં પણ પોલીસ દ્વારા આ ખાનગી બસો ને હટાવવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી પોલીસ ની રહેમ નજર સામે જ અહીં થી લકઝરી બસો ભરાઈ રહી હોવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતિ નથી.